Home /News /madhya-gujarat /

Love jihad law: 'લવ જેહાદ'ના કાયદાની અમુક કલમોની અમલવારી પર ગુજરાત હાઇકોર્ટનો મનાઈ હુકમ

Love jihad law: 'લવ જેહાદ'ના કાયદાની અમુક કલમોની અમલવારી પર ગુજરાત હાઇકોર્ટનો મનાઈ હુકમ

પ્રતીકાત્મક તસવીર

Love jihad law Gujarat: હાઇકોર્ટે (Gujarat HC) આદેશ કર્યો છે કે આંતરધર્મીય લગ્ન (Interfaith Marriage)ના કિસ્સામાં માત્ર લગ્નના આધાર પર ફરિયાદ દાખલ થઈ શકશે નહીં. આવા કિસ્સામાં બળજબરી, દબાણ કે લોભ-લાલચ આપીને લગ્ન થયા છે તેવું સાબિત કરવું પડશે.

વધુ જુઓ ...
    અમદાવાદ: Love jihad law Gujarat- ગુજરાતમાં 'લવ જેહાદ'ના કાયદાના લઈને મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટે આ કાયદાની અમુક કલમોની અમલવારી પર રોક લગાવી દીધી છે. ગુજરાત ધર્મ સ્વતંત્રતા (સુધારા) કાયદા (The Gujarat Freedom of Religion (Amendment) Act 2021ની કલમ 3, 4, 5 અને 6માં લગ્નની બાબતમાં થયેલા સુધારાની અમલવારી ઉપર હાઈકોર્ટે (Gujarat high court) હાલ મનાઈ હુમલો ફરમાવી દીધો છે. સાથે હાઇકોર્ટે આદેશ કર્યો છે કે આંતરધર્મીય લગ્ન (Interfaith marriage)ના કિસ્સામાં માત્ર લગ્નના આધાર પર ફરિયાદ દાખલ થઈ શકશે નહીં. આવા કિસ્સામાં બળજબરી, દબાણ કે લોભ-લાલચ આપીને લગ્ન થયા છે તેવું સાબિત કરવું પડશે. જે બાદમાં જ ફરિયાદ દાખલ કરી શકાશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ધર્મ પરિવર્તનના કાયદામાં કરેલા સુધારા તેમજ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021ના નામે લવ જેહાદના કાયદોને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આ અંગે સુનાવણી કરતા ગુજરાત હાઇકોર્ટે સરકારને નોટિસ પાઠવી હતી.

    હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ડિવિઝન બેંચે ગત સુનાવણી વખતે સરકારને નોટિસ  પાઠવી વિવિધ પ્રશ્નો ઉઠાવ્યા હતા. ગુજરાત હાઇકોર્ટે સરકારને એ મામલે ખુલાસો પૂછ્યો હતો કે, "લોભ-લાલચ કે બળજબરીથી કરવામાં આવતું ધર્મ પરિવર્તન યોગ્ય નથી તે સમજી શકાય તેમ છે, પરંતુ કોઈ લગ્ન કરવા માટે જ ધર્મ પરિવર્તન કરે તો શું તે પણ ગુનો છે?

    ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય( સુધારા) અધિનિયમ 2021

    રાજ્યમાં લોભ-લાલચ, બળજબરી પૂર્વક કોઇ વ્યક્તિનું ધર્મ પરિવર્તન ન કરાવાય તેમજ આવી પ્રવૃતિ પર રોક લાગે તે માટે રાજ્ય સરકારે વિધાનસભામાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) અધિનિયમ-2003 રજૂ કર્યું હતું. લવ જેહાદનો કાયદાનો રાજ્યમાં 15મી જૂનથી અમલી બન્યો હતો. આ કાયદામાં સુધારા સાથે એવી જોગવાઇ કરાઇ છે કે, ફક્ત ધર્મ પરિવર્તનના હેતુથી કરાયેલાં લગ્ન ફેમીલી કોર્ટ અથવા ન્યાયક્ષેત્ર ધરાવતી કોર્ટ દ્વારા રદ કરવામાં આવશે.

    મદદ કરનાર પણ દોષિત

    લવ જેહાદના કાયદાની જોગવાઈ પ્રમાણે કોઇપણ વ્યક્તિ કપટ, બળપૂર્વક અથવા લાલચ આપી લગ્ન કરવા માટે ધર્મ પરિવર્તન કરાવી શકશે નહીં. આ ગુનામાં મદદ કરનાર કે સલાહ આપનાર પણ પ્રકારે દોષિત ગણાશે. કાયદા અંતર્ગત ગુનેગારને ચારથી માંડીને સાત વર્ષની કેદ તેમજ ત્રણ લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે લવ જેહાદનો કાયદો અમલી બનાવતા ગુજરાતમાં પણ ભાજપના ધારાસભ્યોએ આવી માંગણી કરી હતી.

    BJP ધારાસભ્યની રજુઆત

    ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે લવ જેહાદ વિષયમાં કાયદો ઘડ્યા બાદ ગુજરાતમાં પણ આ કાયદો પસાર કરવાની માંગ ઉઠી હતી. રાજ્યના વડોદરા જિલ્લાના ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ ગુજરાતમાં લવ જેહાદનો કાયદો પસાર કરવાની માંગણી કરી હતી. શૈલેષ મહેતાએ કહ્યું હતું કે, "સમગ્ર દેશમાં લવ જેહાદના કિસ્સા વધી રહ્યા છે એને અનુલક્ષીને યુપીમાં સરકાર કાયદો લાવી છે. ગુજરાતમાં પણ લવ જેહાદના કિસ્સા દિવસે અને દિવસે વધી રહ્યા છે. યોગી સરકાર જો કાયદો લાવી શકતી હોય તો ગુજરાત સરકારે પણ આ કાયદો ઘડવો જોઈએ એવું અમારું સ્પષ્ટપણે માનવું છે."
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Gujarat HC, Love Jihad, Marriage

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन