નિત્યાનંદ આશ્રમની ગુમ બન્ને યુવતીઓ કેવી રીતે વિદેશ ગઈ? પ્રવાસના તમામ પુરાવા આપો

News18 Gujarati
Updated: December 10, 2019, 9:30 PM IST
નિત્યાનંદ આશ્રમની ગુમ બન્ને યુવતીઓ કેવી રીતે વિદેશ ગઈ? પ્રવાસના તમામ પુરાવા આપો
નિત્યાનંદ આશ્રમની બે યુવતી ગુમ થયાનો મામલો

નિત્યનંદિતા અને લોપામુદ્રાના વકીલ તરફે કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે બંનેને પિતાથી જીવનો જોખમ છે તેથી તેઓ અહીં આવવા માંગતી નથી

  • Share this:
નિત્યાનંદ આશ્રમમાં બાળકીઓને મળવા ગયેલા માતા-પિતાને રોકી દેવાતા કબ્જો મેળવવા માટે પિતા જર્નાધન શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી રિટ મુદે મંગળવારે જસ્ટીસ એસ.આર બ્રહ્મભટ્ટ અને એ.પી. ઠાક્કરની ખંડપીઠ સમક્ષ બંને દિકરીઓના વકીલ કોર્ટમાં દલીલ કરી હતી કે બંને દિકરીઓને પોતાના પિતાથી જીવનો ખતરો હોવાથી હાજર થતી નથી જેની સામે કોર્ટે કહ્યું કે અમે બંનેને સુરક્ષા આપી રહ્યાં છે ત્યારે બંને દિકરીઓને 20મી નવેમ્બર સુધીમાં રજુ કરવામાં આવે.

નિત્યાનંદ આશ્રમમાં બાળકીઓને મળવા ગયેલા માતાપિતાને રોકી દેવાતા કબ્જો મેળવવા માટે પિતા જર્નાધન શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી રિટ મુદે મંગળવારે જસ્ટીસ એસ.આર બ્રહ્મભટ્ટ અને એ.પી. ઠક્કરની ખંડપીઠ સમક્ષ બંને દિકરીઓના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે બંને દિકરીઓને પોતાના પિતાથી જીવનો ખતરો હોવાથી હાજર થતી નથી જેની સામે કોર્ટે કહ્યું કે અમે બંનેને સુરક્ષા આપી રહ્યાં છે ત્યારે બંને દિકરીઓને 20મી નવેમ્બર સુધીમાં રજુ કરવામાં આવે.

નિત્યનંદિતા અને લોપામુદ્રાના વકીલ તરફે કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે બંનેને પિતાથી જીવનો જોખમ છે તેથી તેઓ અહીં આવવા માંગતી નથી. જેની સામે હાઈકોર્ટે કહ્યું કે અમે બંનેને માતાપિતા સાથે મળવા દેશું નહી પરંતુ જ્યારે અમે સુરક્ષા પુરી પાડી રહ્યાં છે ત્યારે બંને દિકરીઓ અહીં આવે અને અમને તેમનો નિર્ણય જણાવે. પીડિત પરિવારના વકીલે બન્ને યુવતીઓની ચિંતા કરતા કોર્ટમાં રજૂઆત કરી હતી કે, આ કેસ પણ આસારામ રામ રહીમ જેવો જ એક નજરે દેખાઈ રહ્યો છે જે બાબત ખુબ ગંભીર છે.

હાઈકોર્ટની ટકોર બાદ બંને દિકરીઓના વકીલ બી.બી. નઈક અને અન્શિન દેસાઈએ દલીલ કરી હતી કે, બંને દિકરીઓ વર્જનિયાથી વીડિયો કોન્ફેરેન્સથી જુબાની આપી શકે તેની સામે હાઈકોર્ટે લાલઆંખ રાખતા કહ્યું કે, બંને દિકરીઓને અહીં લાવવા મુદે કરવામાં આવતી બહાનાબાજીથી અમારો બંનેને બળ-જબરીપૂર્વક રખાયા હોવાની શંકા પ્રબળ થતી જાય છે. જે બાબત ને પણ કોર્ટે ગંભીરતાથી લીધી છે અને બન્ને યુવતીઓને ફરી એફિડેવિટ રજુ કરવા નિદેશ આપ્યો છે ત્યારે પીડિત પરિવાર કોર્ટમાં ભાવુક થતા કોર્ટે આશ્વાસન પણ આપ્યું છે હવે આગામી મુદતે બન્ને યુવતીઓને આશ્રમ તરફે રજુ કરવામાં આવે છે કે કેમ તે એક મોટો સવાલ જોવા મળી રહ્યો છે.
First published: December 10, 2019
વધુ વાંચો
अगली ख़बर