Home /News /madhya-gujarat /

લીલાવતી હોસ્પિટલ ટ્રસ્ટીની રૂ.45 કરોડની લૂંટ કેસ, ગુજરાત HCએ સરકાર અને બનાસકાંઠા SPને નોટિસ ફટકારી

લીલાવતી હોસ્પિટલ ટ્રસ્ટીની રૂ.45 કરોડની લૂંટ કેસ, ગુજરાત HCએ સરકાર અને બનાસકાંઠા SPને નોટિસ ફટકારી

ફાઈલ તસવીર

Ahmedabad news: ગુજરાત હાઈકોર્ટે (Gujarat highcourt) રાજ્ય સરકાર (Gujarat Government) અને બનાસકાંઠા એસપીને (banaskantha SP) નોટિસ આપી.લીલાવતી હોસ્પિટલના ટ્રસ્ટી (lilavati hospital trust) પ્રશાંત મહેતાએ તેમની અરજીમાં જણાવ્યું હતું કે તેમને બનાસકાંઠા પોલિસ (banasknatha police) પર વિશ્વાસ નથી.

વધુ જુઓ ...
અમદાવાદઃ લીલાવતી હોસ્પિટલના ટ્રસ્ટીએ (lilavati hospital trusti) રૂ.45 કરોડના લૂંટ કેસની (45 crore loot case) તપાસ અન્ય એજન્સીને ટ્રાન્સફર કરવા અરજી કરતાં ગુજરાત હાઈકોર્ટે (Gujarat highcourt) રાજ્ય સરકાર, બનાસકાંઠા સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલિસ (banaskantha SP) અને અન્યને નોટિસ (notice) જારી કરી છે. પ્રશાંત મહેતા કે જે લીલાવતી કીર્તિલાલ મહેતા મેડિકલ ટ્રસ્ટના ટ્રસ્ટી છે, તેમણે ગુજરાત હાઈકોર્ટેમાં સ્પેશ્યલ ક્રિમિનલ એપ્લિકેશન ફાઈલ (Special Criminal Application File) કરીને આ કેસની તપાસ સેન્ટ્રલ ઈન્વેસ્ટીગેટીવ એજન્સીને તબદીલ કરવા માંગણી કરી છે.

આ અરજીમાં બનાસકાંઠા એસપી, પાલનપુર એલસીબી પીઆઈ, અને પાલનપુર (ઈસ્ટ) પીઆઈનું લીલાવતી ટ્રસ્ટના ગેરકાયદે ટ્રસ્ટીઓ અને અન્ય આરોપીઓ સાથે મળેલા હોવાનો આક્ષેપ કર્યો છે. તેમનો આરોપ છે કે લૂંટ કેસમાં પોલિસનું વલણ જોતાં કેસની યોગ્ય અને નિષ્પક્ષ તપાસ અંગે સવાલ ઉભા થાય છે. આ અરજીમાં ગુજરાત સરકાર અને ગૃહસચિવને પણ પ્રતિવાદી તરીકે દર્શાવવામાં આવ્યા છે. ગુરૂવારે આ અરજીની સુનાવણી પછી જસ્ટીસ હેમંત પ્રચ્છકે આ અરજી દાખલ કરીને પ્રતિવાદીઓને નોટિસ જારી કરી છે અને હવે પછીની સુનાવણી તા.25 નવેમ્બરના રોજ રાખવામાં આવી છે.

વર્ષ 2019માં લીલાવતી હોસ્પિટલ (lilavati hospital) પાલનપુરના ભોંયરામાં (palanpur) આવેલા સેફવોલ્ટમાંથી (Safevolt) હીરા, ઝવેરાત, ચાંદીના વાસણો, ફેન્સી ડાયમંડ અને વડોદરાના મહારાજાના કલેક્શનની (Collection of Maharaja of Vadodara) અન્ય ચીજોની લૂંટને બનાસકાંઠા પોલીસે (banaskantha) પારિવારીક સભ્યો વચ્ચેનો મિલકતનો વિવાદ ગણાવ્યો હતો અને આ કેસમાં એફઆઈઆર દાખલ (FIR) કરવાની જરૂર નથી તેવો રિપોર્ટ ફાઇલ કર્યો હતો.

બનાસકાંઠાના ચીફ જુડિશિયલ મેજીસ્ટ્રેટે પોલિસને આ ફરિયાદની તપાસ કરવા આદેશ આપ્યા પછી આ રિપોર્ટ ફાઈલ કરવામાં આવ્યો હતો.ત્યાર પછી 27 ઓક્ટોબરે પાલનપુરના સેકન્ડ જુડિશિયલ મેજીસ્ટ્રેટ- ફર્સ્ટક્લાસે પ્રશાંત મહેતાની ફરિયાદના આધારે પાલનપુર સિટી ઈસ્ટ પોલિસ સ્ટેશનને ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ-156(3) હેઠળ એફઆઈઆર નોંધવા જણાવ્યું હતું. પોલિસે તા.30 ઓક્ટોબરના રોજ એફઆઈઆર નોંધી હતી. ત્યારબાદ પ્રશાંત મહેતાએ તા.2 નવેમ્બરના રોજ હાઇકોર્ટ માં ટ્રાન્સફર અરજી કરી હતી.

પ્રશાંત મહેતા જણાવે છે કે "કેસની હકિકતો જોતાં મને બનાસકાંઠા પોલિસ પર વિશ્વાસ નથી. સ્પષ્ટપણે એવું જણાય છે કે કાંતો પોલિસને તપાસ કરવામાં રસ નથી અથવા તો પોલિસ આરોપીઓ સાથે મળેલી છે."

પ્રશાંત મહેતા બનાસકાંઠાના સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલિસને તપાસ અંગેની વિગતો જાણવા તથા લૂંટ કરાયેલી કિંમતી ચીજો જપ્ત કરવા માટે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ તેમને હજુ કોઈ જવાબ મળ્યો નથી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સોલામાં લગ્ને લગ્ને કુવારા યુવકનું કારસ્તાન! એક બે નહીં પણ પાંચ યુવતીઓ સાથે કર્યા લગ્ન, આવી રીતે ફૂટ્યો ભાંડો

વધુમાં તેઓ જણાવે છે કે "કોર્ટે હુકમ કર્યા પછી પોલિસે એફઆઈઆર દાખલ કરી છે. વધુમાં ઉપલબ્ધ પૂરાવાઓને અવગણીને પોલિસે એવો અભિપ્રાય આપ્યો છે કે આ લૂંટ કેસ એ સિવિલ વિવાદ છે. હું માનું છું કે એ જ એજન્સી ફરીથી તપાસ કરશે તો વાજબી અને યોગ્ય રીતે એફઆઈઆર અંગે તપાસ થશે નહીં. આથી મારા માટે આ કેસ સીબીઆઈ જેવી કોઈ સ્વતંત્ર એજન્સીને સોંપવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવા સિવાય કોઈ માર્ગ ન હતો. મને ન્યાયતંત્રમાં સંપૂર્ણ વિશ્વાસ છે." મહેતા જણાવે છે કે ઘણાં આરોપીઓ દેશ છોડીને ચાલ્યા ગયા છે અને ચોરાયેલી કિંમતી ચીજો સાથે ચેડાં કર્યા છે.

આ પણ વાંચોઃ-સુરતઃ મોર્નિંગ વોક પર નીકળનારા સાવધાન! યુવતીનું મોબાઈલ અને પૈસા ભરેલું પર્સ લઈ આરોપી ફરાર, ઘટનાનો live video

આ કેસની વિગત એવી છે કે લીલાવતી કીર્તિલાલ મહેતા મેડિકલ ટ્રસ્ટના ગેરકાયદ ટ્રસ્ટીઓ એટલે કે રશ્મી મહેતા, ચેતન મહેતા, પ્રબોધ મહેતા, ભાવિન મહેતા, આયુષમાન મહેતા, રેખા શેઠ, નાનીક રૂપાણી, દિલીપ સંઘવી અને લક્ષ્મીનારાયણ એક બીજા સાથે મેળાપીપણું ધરાવે છે અને તેમણે પાલનપુરના લીલાવતી હોસ્પિટલના ભોંયરામાં પડેલા સેફવોલ્ટમાંથી 2019માં ટ્રસ્ટની રૂ.45 કરોડથી વધુ કિંમતની મૂલ્યવાન ચીજોની લૂંટ કરી હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સોલામાં લગ્ને લગ્ને કુવારા યુવકનું કારસ્તાન! એક બે નહીં પણ પાંચ યુવતીઓ સાથે કર્યા લગ્ન, આવી રીતે ફૂટ્યો ભાંડો

આ ચીજો એન્ટીક વેલ્યુ ધરાવતી હોવાથી તેમની કિંમત વધુ પણ હોઈ શકે છે. યોગ્ય સમયે લીલાવતી હોસ્પિટલ નું વિસ્તરણ કરી શકાય તે માટે સેફ કસ્ટડીમાં મૂકવામાં આવી હતી. આ વોલ્ટની ચાવીઓ ટ્રસ્ટના કાયમી ટ્રસ્ટી અને પ્રશાંત મહેતાના માતા-પિતા કિશોર મહેતા અને ચારૂ મહેતા પાસે છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'તમારો દીકરો મારા પુત્રનો નથી, બીજા કોઈનો છે', સસરાની વાતથી ખોટું લાગતા પુત્રવધૂએ દવા ખાધી

પ્રશાંત મહેતાએ લૂંટ અંગે જાણ થયા પછી તેમણે બનાસકાંઠા પોલિસનો સંપર્ક કર્યો હતો. પોલિસએ એફઆઈઆર નોંધવાને બદલે પ્રાથમિક તપાસ કરવા ઓફિસરોને મુંબઈ મોકલ્યા હતા. પોલિસે ગેરકાયદે ટ્રસ્ટીઓ પાસેથી લૂંટની કેટલીક ચીજો મેળવી હતી પણ એફઆઈઆર નોંધવાને બદલે પોલિસ કર્મચારીઓએ આ કિંમતી ચીજોને આરોપી વ્યક્તિઓને સોંપી દીધી હતી અને બનાસકાંઠા પરત ફર્યા હતા.

ગેરકાયદે ટ્રસ્ટીઓ સામે ગૂનેગારીના પૂરાવા હોવા છતાં પોલિસે એફઆઈઆર નોંધવા ઈન્કાર કર્યો હતો. આ કારણે પ્રશાંત મહેતાએ ન્યાય મેળવવા માટે અને આરોપીઓને સજા થાય તે માટે તથા ગુજરાતના લોકોની મૂલ્યવાન સંપત્તિ પાછી મેળવવા અદાલતના દ્વાર ખખડાવ્યા છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Banaskantha News, Crime news, ગુજરાત હાઇકોર્ટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन