પ્રેમલગ્ન કરનાર યુગલને છ મહિના પોલીસ સુરક્ષા આપવા HCનો આદેશ

News18 Gujarati
Updated: March 26, 2019, 12:10 PM IST
પ્રેમલગ્ન કરનાર યુગલને છ મહિના પોલીસ સુરક્ષા આપવા HCનો આદેશ
પ્રતિકાત્મક તસવીર

ગુજરાત હાઇકોર્ટે એક મહત્વનો ચુકાદો કાલે આપ્યો છે. બનાસકાંઠાનાં વાવ તાલુકાનાં કોટડી ગામનાં દંપતીને છ મહિના સુધી પોલીસ પ્રોટેક્શન આપવાનો આદેશ કર્યો છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : ગુજરાત હાઇકોર્ટે એક મહત્વનો ચુકાદો કાલે આપ્યો છે. બનાસકાંઠાનાં વાવ તાલુકાનાં કોટડી ગામનાં દંપતીને છ મહિના સુધી પોલીસ પ્રોટેક્શન આપવાનો આદેશ કર્યો છે. છ મહિના પછી શું આદેશ આપશે તે ત્યારની પરિસ્થિતિ જોઇને નિર્ણય લેવામાં આવશે.

મળતી માહિતી પ્રમાણે વર્ષ 2016માં કોટડી ગામમાં રહેતા મેવાડા સમાજનાં યુવક અને પટેલ સમાજની યુવતીએ વચ્ચે પ્રેમ પાંગરતા તેમણે લગ્ન કર્યા હતાં. જેના કારણે યુવતીનો પરિવાર તેમનાથી ગુસ્સે ભરાયો હતો. જે બાદ પરિવારે હિંસક પગલું ભરતા યુવકનાં ઘર પર હુમલો કરીને તેનાં માતા પિતાને ઘરમાં પુરીને માર માર્યો હતો.

આ પણ વાંચો: આ ફોટોમાં શું ખાસ છે કે અમદાવાદ પોલીસ હાલ ચર્ચામાં છે ?

ત્યારે યુવતી ગામમાં આવશે તો તેને સળગાવી દેવાની ધમકી આપી હતી. જેના કારણે આ પ્રેમલગ્ન કરીને દંપતી 3 વર્ષ માટે અમદાવાદમાં છુપાઇને નાસતા ફરતા હતાં. જેથી તેઓએ પોલીસ પ્રોટેક્શન માટે અરજી કરી હતી. પરંતુ તેમાં પણ કંઇ સફળતા ન મળતા હાઇકોર્ટમાં રિટ અરજી કરી હતી.

આ પણ વાંચો: તારીખ કેમ જાહેર કરી? ભગવાન બારડ સસ્પેન્શન મામલે હાઇકોર્ટની ECની ઝાટકણી

અરજદારે રજૂઆત કરી હતી કે, આ દંપતીને એક વર્ષનો બાળક છે.. ડરના કારણે આ દંપતી ગામમાં જઇ શકતું નથી. જેથી તેમને પોલીસ પ્રોટેકશન પુરું પાડવામાં આવે તેમ જણાવ્યું હતું. અરજદારની રજૂઆતને ધ્યાનમાં લઇને હાઇકોર્ટે ઉક્ત હુક્મ કર્યો હતો.
First published: March 26, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading