અમદાવાદ : હાઇકોર્ટે દુષ્કર્મ પીડિતાને જોડિયા બાળકોનાં ગર્ભપાતની મંજૂરી આપી


Updated: December 6, 2019, 3:03 PM IST
અમદાવાદ : હાઇકોર્ટે દુષ્કર્મ પીડિતાને જોડિયા બાળકોનાં ગર્ભપાતની મંજૂરી આપી
ફાઇલ ફોટો

મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગનન્સીના નિયમ પ્રમાણે 20 સપ્તાહથી વધુ સમયના ગર્ભ માટે વ્યકિતએ હાઈકોર્ટની મંજૂરી લેવી પડે છે.

  • Share this:
અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટે દુષ્કર્મ પીડિતાના જોડાયા બાળકોનાં ગર્ભપાત માટેની મંજૂરી આપી છે. દુષ્કર્મ પીડિતાને બે જોડિયા બાળકોનો 19 સપ્તાહનો ગર્ભ રહી જતાં ગર્ભપાતની મંજૂરીની દાદ માંગતી રિટ ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટ પીડિતાના મેડિકલ રિપોર્ટ અને સોલા સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ભલામણ બાદ ગર્ભપાતની મંજૂરી આપતો આદેશ કર્યો હતો.

મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગનન્સીના નિયમ પ્રમાણે 20 સપ્તાહથી વધુ સમયના ગર્ભ માટે વ્યકિતએ હાઈકોર્ટની મંજૂરી લેવી પડે છે. જોકે, આ કિસ્સામાં ગર્ભ માત્ર 19 સપ્તાહ અને એક દિવસનો ગર્ભ હતો પરતું પીડિતાને બે જોડિયા બાળકોનો ગર્ભ હોવાથી સામાન્ય ગર્ભપાત કરતા વધુ જોમખ પણ હતું.

હાઈકોર્ટે સોલા સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોને તેની તપાસ કરવાનો આદેશ કર્યો છે. ગર્ભપાત વહેલી તકે અને પીડિતાના જીવને જોખમ ન હોય એ રીતે કરવામાં આવે તેવું હાઈકોર્ટે સૂચન કર્યું હતું. હાઈકોર્ટે ડૉક્ટરોની ટીમના મેડિકલ રિપોર્ટને ધ્યાનમાં રાખીને ગર્ભપાતની મંજૂરી આપી છે.

સમગ્ર કેસની વિગત એવી છે કે, પીડિતાનું અપહરણ કર્યા બાદ તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને ગર્ભ રહી જતાં તેને દૂર કરવા માટે હાઈકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી હતી. દુષ્કર્મ મુદ્દે કઠલાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.
First published: December 6, 2019, 3:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading