Home /News /madhya-gujarat /

કોરોના અંગે કરેલા વેધક સવાલોનો એક વિસ્તૃત જવાબનો રિપોર્ટ સરકારે હાઈકોર્ટમાં રજૂ કર્યો

કોરોના અંગે કરેલા વેધક સવાલોનો એક વિસ્તૃત જવાબનો રિપોર્ટ સરકારે હાઈકોર્ટમાં રજૂ કર્યો

પ્રતિકાત્મક તસવીર

એક તબક્કે રાજ્યમાં રોજના ચારથી પાંચ હજાર ટેસ્ટ થતાં હતાં પરંતુ હાલમાં સરકારી તંત્ર રોજના ૪૦થી ૫૦ હજાર જેટલા કોરોનાના ટેસ્ટ કરી રહ્યું છે.

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે કોરોના (corona) અંગે રાજ્ય સરકારને વેધક સવાલો કર્યા હતા. જેનો વિસૃત રિપોર્ટ રાજ્ય સરકારે (Gujarat Government) ગુજરાત હાઈકોર્ટ (Gujarat high court) સમક્ષ રજૂ કર્યો છે. રિપોર્ટમાં સરકારે હાઇકોર્ટમાં જણાવ્યું છે કે એક તબક્કે રાજ્યમાં રોજના ચારથી પાંચ હજાર ટેસ્ટ (corona test) થતાં હતાં પરંતુ હાલમાં સરકારી તંત્ર રોજના ૪૦થી ૫૦ હજાર જેટલા કોરોનાના ટેસ્ટ કરી રહ્યું છે. છેલ્લા પંદર દિવસોમાં સરકાર પ્રતિ એક લાખની વસ્તીએ ૪૫૦ ટેસ્ટ્સ કરી રહી છે. જે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચનાં પ્રતિ લાખ ૧૪૦ ટેસ્ટ્સ કરવાની ભલામણ કરતાં પણ વધુ છે. અને ૧૩મી ઓગસ્ટ  સુધીમાં રાજ્યમાં કુલ ૧૧,૫૯,૮૨૨ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે ૨૮મી જુલાઇથી ૧૩ ઓગસ્ટ સુધીના પ્રતિદિનના કોરોના ટેસ્ટના ડેટા રજૂ કર્યા છે અને એમાં જણાવ્યું છે કે એક તબક્કે રાજ્યમાં પ્રતિદિન ૨૨૨૪૮ ટેસ્ટ થતાં હતાં જે સંખ્યા વધીને હાલ ૫૦૮૧૭ સુધી પહોંચી ગઇ છે.

ગત સુનાવણી બાદ હાઇકોર્ટે કરેલા આદેશોમાં રાજ્યના નવ જિલ્લાઓમાં કોરોના ટેસ્ટસની સુવિધા ઉપલબ્ધ ન હોવા અંગે સરકારને પ્રશ્ન કર્યો હતો. જેનો જવાબ આપતાં સરકાર તરફથી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે,‘કોવિડ લેબોરેટરી દરેક જિલ્લામાં ઊભી કરવાનો જ્યાં સુધી પ્રશ્ન છે એ અંગે આઇસીએમઆરની ગાઇડલાઇન ખૂબ જ સ્પષ્ટ છે. લેબ માટેના ધારાધોરણો, પ્રોટોકોલ વગેરે પુરાં કરનારને જ કોરોનાના ટેસ્ટ માટેની મંજૂરી આપવામાં આવે છે. અલબત્ત, હાલના સંજોગોમાં  RT-PCR ટેસ્ટ અથવા તો તેના સમકક્ષ કોરોના માટેના ટેસ્ટ દરેક જિલ્લામાં ઉબલબ્ધ કરાવવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા એક એવી પદ્ધતિ વિકસાવવામાં આવી છે જેના લીધે કોઇએ પણ લાંબા અંતર કાપીને કોરોનાના ટેસ્ટ કરાવવા માટે આવવું કે જવું ન પડે.

જે તે વ્યક્તિના સેમ્પલ અર્બન હેલ્થ સેન્ટર, કોમ્યુનિટિ હેલ્થ સેન્ટર, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ વગેરે જે જેતે જિલ્લાના મેડિકલ કોલેજ સાથે સંકળાયેલી હોય ત્યાંથી પણ કલેક્ટ કરી શકાય છે. આ સેમ્પલને નજીકની લેબમાં ટેસ્ટ માટે મોકલી રિપોર્ટ કરવામાં આવે છે. તે સિવાય રાજ્ય સરકારે  Q Covid-19 એન્ટિજન ટેસ્ટની વ્યવસ્થા પણ દરેક જિલ્લામાં ઊભી કરી છે. જેથી કોઇ પણ જિલ્લાની વ્યક્તિએ કોરોનાના ટેસ્ટ માટે દૂર ન જવું પડે..

આવતીકાલે કોરોના સુઓમોટો આ કેસમાં વધુ સુનાવણી હાઈકોર્ટમાં હાથ ધરાશે.
સરકારે કોર્ટમાં રજુ કરેલા રિપોર્ટ ના મુદ્દા ઉપર ઊડતી નજર કરીએ રિપોર્ટ આ પ્રમાણે સબમિટ કરવામાં આવ્યો છે..
ઇન્જેક્શન અને દવાઓની અછત તેમજ મજબૂત મેડિકલ માળખું ઉભુ કરવા બાબતે સરકારે લીધેલા પગલાંની કોર્ટ ને કરાઈ જાણ
સુરતમાં કોરોના નું સંક્રમણ ફેલાતો અટકાવવા માટે સરકારની સ્ટ્રેટેજી
સુરતમાં જગ્યાએ જગ્યાએ ધનવંતરી રથ કાર્યરત કરવા

ટેસ્ટિંગની માત્રા વધારવી

 • 104 હેલ્પલાઇન પર આવતા તમામ કોલ્સ ને તાત્કાલિક એટેન્ડ કરી દર્દીને પ્રાથમિક તબક્કામાં જ સારવાર મળે એની વ્યવસ્થા કરવી

 • કોરોનાના વધારે દર્દીઓ મળે ત્યાં માઈક્રો કન્ટેનમેન્ટ સ્ટ્રેટેજી નો ઉપયોગ
  સુરક્ષાકવચ સમિતિઓ કાર્યરત કરવી

 • Pulse oximeter નો વિપુલ માત્રામાં ઉપયોગ કરવો

 • ઝોન વાઇઝ one room ઉભા કરી અસરકારક રીતે હોમ isolation અને ફોલોઅપ સ્ટ્રેટેજી

 • રત્નકલાકારો તેમજ ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા લોકો માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર બનાવવી

 • પ્લાઝમા થેરાપીનો ઉપયોગ કરી સારવાર કરવી

 • કોમ્યુનિટી covid isolation સેન્ટર ઉભા કરવા

 • ટ્રેક ટેસ્ટ ટ્રીટ આઇસોલેશન અને કવોરંટાઇન સ્ટ્રેટેજીનો ઉપયોગ

 • સુરતમાં બે સરકારી અને 44 ખાનગી હોસ્પિટલોમાં કોરોના ની સારવાર અધિકૃત કરાઈ

 • સુરતમાં હાલ 1871 દર્દીઓ લઈ રહ્યા છે કોરોના ની સારવાર

 • સુરતમાં અત્યારસુધી 900 દર્દીઓને ટોસિલિઝુમેબ ઇન્જેક્શન અપાયા

 • સુરત માટે રાજ્ય સરકારે 400 વધુ વેન્ટિલેટર ઉપલબ્ધ કરાવ્યા

 • કોરોનાની સારવાર માટે સુરતમાં હાલ 296 આઈસીયુ બેડ ઉપલબ્ધ

 • કોરોનાના દર્દીઓની સારવાર માટે હોસ્પિટલમાં હેલ્થ કેર વર્કર્સની સંખ્યા વધારાઈ

 • સુરતમાં હાલ 740 વેન્ટિલેટર ઉપલબ્ધ જેમાંથી 113 વેન્ટિલેટર સ્મીમેર હોસ્પિટલ અને ૧૩૫ વેન્ટિલેટર ખાનગી હોસ્પિટલોને ઉપલબ્ધ કરાવાયા

 • સુરત શહેરમાં 108ની 30 એમ્બ્યુલન્સ અને ગ્રામ્ય વિસ્તારમાં 11 એમ્બ્યુલન્સ કાર્યરત

 • શહેરમાં ૧૫ અને ગ્રામીણ વિસ્તારમાં બે એમ્બ્યુલન્સ કોરોના ના દર્દીઓ માટે ડેડીકેટેડ કરાઈ

 • રોજની 2100.પી.પી.ઇ.કીટ, 2345 N-95 માસ્ક, અને 4500 જેટલા સર્જીકલ ગ્લોવ્ઝનો થાય છે ઉપયોગ


હાલ ઇન્જેક્શન અને દવાઓનોનો જથ્થો...

ટોસિલિઝુમેબ 400 mg.. 553
ટોસિલિઝુમેબ 80 mg..85
ઇટોસિલિઝુમેબ...233
રેમડેસીવીર.. 1660
ફાવીપીરાવીર 190400 ટેબ્લેટ્સ

 • હોસ્પિટલોમાં રોજિંદા ઓક્સિજનના ઉપયોગની માત્રા જુલાઈ મહિનામાં વધી, જો કે ઓગસ્ટમાં ઓક્સિજનના ઉપયોગની જરૂરિયાત ઘટી હોવાનો સરકારનો દાવો

 • માસ્ક નહીં પહેનારને એક હજારના દંડનું રાજ્ય સરકારે બહાર પાડ્યું જાહેરનામું

 • સુરત અને અમદાવાદ માં અવરજવરના માર્ગો પર નિયંત્રણો મુકાયા,  સુરતથી અને અમદાવાદથી અવરજવર કરનારા લોકો નું ચેકિંગ અને ટેસ્ટિંગ કરવાની કાર્યવાહી ચાલુ

 • રીક્ષામાં બેસનાર આ તેમજ દુકાનમાં ખરીદી કરવા જવા વાળા લોકો માટે પણ માસ્ક ફરજિયાત કરાયા

 • સોશિયલ distance ની જાળવણી અને બાકીના નીતિ-નિયમોનું પાલન નહીં કરનારા મોલ સીલ કરાયા

 • જનજાગૃતિ માટે અલગ-અલગ અભિયાનો અને જાહેરાતો કરાઈ

 • સામાજિક અને ધાર્મિક વડાઓ સંગીતકારો અને ડોક્ટર ની મદદથી જન જાગૃતિ વધે તે માટેના પ્રચાર પ્રસારની વ્યવસ્થા ઊભી કરાઇ

 • સુરતમાં 750 બેડની કોવિડ હોસ્પિટલ ઊભી કરવાનો સરકારનો નિર્ધાર

 • ખાનગી હોસ્પિટલ્સમાં પણ નિર્ધારિત બેડ કોરોનાની સારવાર માટે રિઝર્વ રાખવાનો નીર્ધાર

 • રાજ્યમાં કોરોનાના ટેસ્ટિંગ માટે છત્રીસ સરકારી અને 23 ખાનગી લેબોરેટરીઓને મંજૂરી અપાઈ

 • અમદાવાદ રાજકોટ સુરત અને વડોદરામાં ખાનગી કન્સલ્ટન્ટ ડૉક્ટરને પણ કોરોના ની સારવારમાં જોડ્યા

 • Hydroxy chloroquine, એઝીથ્રોમાઇસીન, ટોસિલિઝુમેબ જેવી દવાઓ ઉપરાંત અન્ય 22,7 કરોડ રૂપિયાના ખર્ચે 47 અલગ અલગ પ્રકારની દવાઓ ઉપલબ્ધ કરાવી

 • રાજ્યભરમાં રોજના સાડા પાંચ લાખ લોકો નું સ્ક્રિનિંગ કરાતું હોવાનો સરકારનો દાવો

 • વી.એસ.હોસ્પિટલ માં દેશની પ્રથમ જાહેર ક્ષેત્રની પ્લાઝમા બેંક શરૂ કરાઈ

 • સુરતના ૩૦૦ જેટલા દર્દીઓ અને પ્લાઝમા થેરાપી થી સારવાર અપાઇ

 • રાજ્યમાં કોરોના પર 70 જેટલા રિસર્ચ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે

 • રોજિંદા ટેસ્ટિંગ ની સંખ્યા ૨૨ હજારની આસપાસ થી વધારી ૫૦ હજારની આસપાસ કરાઈ

Published by:ankit patel
First published:

Tags: Corona test, Coronavirus, Gujarat Government, અમદાવાદ, ગુજરાત, ગુજરાત હાઇકોર્ટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन