ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે corovavirus અંગે આપ્યો મહત્વનો આદેશ

Sanjay Joshi
Updated: March 23, 2020, 11:11 PM IST
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે corovavirus અંગે આપ્યો મહત્વનો આદેશ
ફાઈલ તસવીર

આજે સોમવારે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ વિક્રમનાથ દ્વારા એક આદેશ જારી કરવામાં આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે હાઇકોર્ટમાં હવેથી એટલે કે આજે સોમવારથી માત્ર અત્યંત તાત્કાલિક કેસ હોય તેવાજ કેસની સુનાવણી હાથ ધરવામાં આવશે.

  • Share this:
અમદાવાદઃ આજે સોમવારે ગુજરાત હાઇકોર્ટના (Gujarat high court) મુખ્ય ન્યાયમૂર્તિ (Chief Justice) વિક્રમનાથ દ્વારા એક આદેશ જારી કરવામાં આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે હાઇકોર્ટમાં હવેથી એટલે કે આજે સોમવારથી માત્ર અત્યંત તાત્કાલિક કેસ હોય તેવાજ કેસની સુનાવણી હાથ ધરવામાં આવશે અને તે પણ માત્ર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોઈપણ વકીલને કે વાદીને પોતાના કેસની સુનાવણી તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવે તેવી ઈચ્છા હોય તો તેઓએ ઓનલાઇન હાઈકોર્ટને જાણ કરવાની રહેશે. જો હાઈકોર્ટને યોગ્ય જણાય તો આવા કેસની સુનાવણી માત્રને માત્ર વીડિયો કોન્ફરન્સિંગ (Video conferencing) દ્વારા હાથ ધરવામાં આવશે.

વીડિયો કોન્ફરન્સિંગ માટે હાઈકોર્ટ દ્વારા સુનિશ્ચિત ઝૂમ કલાઉડ મીટિંગ એપ્લિકેશન દ્વારા આ પ્રકારના કેસોની હાથ સુનાવણી હાથ ધરવામાં આવશે. આ માટે જે તે કેસના વકીલ ને ઝૂમ કલાઉડ મિટિંગની લીંક એસ.એમ.એસ દ્વારા મોકલવામાં આવશે. જે લિંક વકીલે માત્રને માત્ર આ કેસ સાથે જોડાયેલા વાદી પ્રતિવાદી સાથે જ શેર કરવાની રહેશે અને આ લીંક થકી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કેસની સુનાવણી હાથ ધરવામાં આવશે.

નવા કોઈ કેસની સુનાવણી કે ફાઇલિંગ કરવામાં આવશે નહીં પણ જો અત્યંત તાત્કાલિક મેટર હોય તો વકીલ દ્વારા પોતાના રજીસ્ટર્ડ ઈમેલ ઉપરથી સ્કેન કરેલી સોફ્ટ કોપી efiling.gujhc@gmail.com ઉપર અરજી કરવાની રહેશે અને તે કેસની કોપી તેઓ સરકારી વકીલને સિવિલ મેટર માટે efiling.gujhcgp@gmail.com, ક્રિમિનલ મેટર માટે efiling.gujhcpp@gmail.com તથા કેન્દ્ર સરકાર ને સંલગ્ન મેટર માટે efiling.gujhcasg@gmail.com ઉપર મોકલી શકશે.

જો અરજીની સુનાવણી અત્યન્ત તાત્કાલીક હાથ ધરવાની જરૂર જણાશે તો એસ. એમ.એસ. દ્વારા જાણ કરવામાં આવશે. કોર્ટ ફી કે એફિડેવિટ ફાઇલ કરવા માટેની ફી હાલ પૂરતી વૈકલ્પિક રાખવામાં આવી છે પણ જ્યારે હાઇકોર્ટ સામાન્ય રીતે કામ કરતી થાય ત્યારે આ ફીની જોગવાઈઓ પૂર્ણ કરવાની રહેશે. અરજી અથવા પિટિશનના તમામ કાગળો ઉપર અરજદાર કે પીટીશન કરતાની સહી હોવી  કે તેના અધિકૃત એજન્ટની સહી હોવી જરૂરી જરૂરી છે અને જે તે કેસમાં વકીલ તરીકે હાજર રહેવા માંગતા વકીલની આ પિટિશનના તમામ દસ્તાવેજો અને કાગળ પર સહી હોવી જરૂરી હોવી છે.

તમેજ આ તમામ કાગળોની સોફ્ટ કોપી પી.ડી.એફ.ફોર્મેટમાં સ્કેન કરીને ફાઇલ કરવાની રહેશે. જોકે જ્યારે હાઇકોર્ટ પૂર્વવ્રત પોતાની સામાન્ય કામગીરી હાથ ધરે ત્યારે તેની હાર્ડ કોપી પ્રસ્તુત કરવાની રહેશે. કોઈપણ અરજી જે સિવિલ અરજી હોય કે મિસિલિનીયસ સિવિલ એપ્લિકેશન હોય તે ઉપરોકત જણાવેલ અનુસાર ની પદ્ધતિથી ઇ-ફાઇલિંગ કરવાની રહેશે તથા આ પ્રકારના કેસોના જવાબ રજૂ કરવા માટે પણ ઉપર ની રીત અનુસરવાની રહેશે.

કેસની સુનાવણી માટેના એસ.એમ.એસ.ના મળ્યા બાદ કલાઉડ મીટીંગ ની લીંક પર ક્લિક કરીને અને જે તે સિનિયર એડવોકેટ કે પાર્ટી ઇન પર્સન અથવા જેતે અરજદાર આ વિડીયો કોલ ફોન પ્લેટફોર્મ દ્વારા કેસની સુનાવણીમાં હાજર રહી શકશે અને હાઇકોર્ટના આઈટી સેલ દ્વારા આ અંગે જરૂરી મિકેનિઝમ અને મેસેજ મોકલવાની પ્રક્રિયા માટેની યોગ્ય અને ટેકનિકલ જરૂરિયાત પૂર્ણ કરવામાં આવી છે.આ માટેની જરૂરત માત્ર એડવોકેટ કે પક્ષકારો પાસે ઝૂમ ડાઉનલોડિંગ એપ્લિકેશન તેમના મોબાઇલ ટેબલેટ કે ડેસ્કટોપ ઉપર થયેલી હોવી જરૂરી છે અને તે સાથે તેમનો ઝુમ મીટિંગ યુઝર આઇડી માં લોગીન હોવું જરૂરી છે. આ પ્રકારનો એક આદેશ આજે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ વિક્રમ નાથ દ્વારા જારી કરવામાં આવ્યો છે.
First published: March 23, 2020
વધુ વાંચો
अगली ख़बर