અમદાવાદનાં કર્ફ્યૂગ્રસ્ત વિસ્તારમાં મહિલાઓની ભીડ જોઇને HCએ રાજ્ય સરકાર સામે કરી લાલ આંખ

અમદાવાદનાં કર્ફ્યૂગ્રસ્ત વિસ્તારમાં મહિલાઓની ભીડ જોઇને HCએ રાજ્ય સરકાર સામે કરી લાલ આંખ
ગુજરાત હાઇકોર્ટની તસવીર

  • Share this:
અમદાવાદ : ચીફ જસ્ટિસે જમાલપુર વિસ્તારમાં કર્ફ્યૂમાં છૂટછાટ અપાતા મહિલાઓની ભીડ રસ્તાઓ પર ઉતરી આવી હોવાના મીડિયાના એહવાલને ટાંકતા રાજ્ય સરકાર સહિતના તંત્ર પ્રત્યે લાલ આંખ કરી હતી. ખંડપીઠે નોંધ્યું હતું કે, ‘15મી એપ્રિલ કર્ફ્યુમાં ઢીલ અપાતા મહિલાઓ રસ્તાઓ પર ઉતરી પડી હતી અને લૉકડાઉન, સેફ ડિસ્ટન્સિંગની વ્યવસ્થાનો છડે ચોક ભંગ થયો હતો. ઓથોરિટીએ કોઇ પણ પ્રકારની પૂર્વ તૈયારી કે પછી પુરતી સલામતી વ્યવસ્થા ગોઠવ્યા વગર બેજવાબદાર રીતે કાર્યવાહી કરી હોય તેમ જણાય છે.’

રાજ્ય સરકાર અને કોર્પોરેશન તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ હાઇકોર્ટને સ્પષ્ટતા કરી હતી કે, ‘તંત્ર તરફથી કોઇ પણ ઇરાદાપૂર્વકની બેદરકારી રાખ‌વામાં આવી નહોતી. પરંતુ એ વાત પણ ખોટી નથી કે, રસ્તા પર ભીડ ઉભરાઇ હતી. ઓથોરિટીએ આ મામલે પગલા લીધા છે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની તકેદારી પણ લીધી છે.’ આ સાથે 15મીની ઘટના બાદ કોટ વિસ્તારના કર્ફ્યૂગ્રસ્ત વિસ્તારો સંદર્ભે ઓથોરિટી દ્વારા કરવામાં આવેલા નિર્ણયો અને બેઠક વગેરેની વિગતો પણ એડવોકેટ જનરલે કોર્ટને સોંપી હતી. જેને કોર્ટે રેકોર્ડ પર લીધી છે.આ પણ વાંચો : રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 2000ને પાર, અમદાવાદમાં કેસ ઘટ્યાં, સુરતમાં વધ્યાં

કોરોનાની મહામારી વચ્ચે વધુમાં વધુ લોકોનું ટેસ્ટિંગ થાય એવી માગ સાથે એડવોકેટ કે.આર.કોષ્ટિએ પણ અરજી કરી છે. જેમાં ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ શાસ્ત્રીની ખંડપીઠે રાજ્ય સરકારને સૂચન કરતાં નોંધ્યું હતું કે, ‘અમે ઇચ્છીએ છીએ કે તંત્ર પોતાની સંપૂર્ણ ક્ષમતાના આધારે ટેસ્ટિંગ કરે. જ્યારે પણ ટેસ્ટ કરવાની જરૂર જણાય ત્યારે તેને નજરઅંદાજ ન કરે. કોર્ટ દરેક વ્યક્તિનો ટેસ્ટ કરવાનો આદેશ સરકારને કરી શકે નહીં. પરંતુ તેમના પર વિશ્વાસ અને આશા રાખીએ છીએ કે તેઓ આ મુદ્દે કટિબદ્ધતાથી કાર્ય કરશે.’

આ પણ વાંચો : મોડાસા હૉસ્પિટલમાંથી ભાગેલા કોરોનાના દર્દીઓ બજારમાં ફરતા હતા? કલેક્ટરે કહ્યું, 'ગભરાઇને સંતાયા હતા'

1476 વિદેશી નાગરિકો ટુરિસ્ટ વિઝા પર આવીને તબલીગી પ્રવૃત્તિમાં જોડાયા હતા. કેન્દ્ર સરકાર તરફથી આસિસ્ટન્ટ સોલિસિટર જનરલ દેવાંગ વ્યાસે હાઇકોર્ટને એક રિપોર્ટ આપ્યો હતો અ્ને જણાવ્યું હતું કે,‘તબલીગી મરકઝના મામલે અગાઉના આદેશો મુજબ તમામ તપાસ હાથ ધરાઇ છે. જેમાં સામે આવ્યું છે કે,‘કેન્દ્રના ગૃહમંત્રાલયે ૧૪૭૬ વિદેશી નાગરિકોની ઓળખ કરી લીધી છે જેઓ ટુરિસ્ટ વિઝા પર ભારતમાં આવ્યા હતા અને તબલીગી પ્રવૃત્તિમાં જોડાયા હતા. આ તમામ લોકોએ વિઝાના કાયદાનો ભંગ કર્યો છે. તેથી તેમના નામે લૂકઆઉટ નોટિસ પણ સરકારે જારી કરી દીધી છે.’

આ પણ જુઓ : 
First published:April 21, 2020, 12:39 pm

टॉप स्टोरीज