પરીક્ષા પછી પણ PUBG પર પ્રતિબંધ મામલે હાઇકોર્ટે સરકારને એફિડેવિટ રજૂ કરવા કહ્યું

News18 Gujarati
Updated: May 8, 2019, 3:12 PM IST
પરીક્ષા પછી પણ PUBG પર પ્રતિબંધ મામલે હાઇકોર્ટે સરકારને એફિડેવિટ રજૂ કરવા કહ્યું
હાલમાં જ પબજીના ડેવલોપર્સે એક નવી ઓફર રજૂ કરી છે. જેમાં તમે Godzilla Carapace Hoodie (જેકેટ) અને PUBG Crate Coupon કે પછી Outfit Box III જેવી લિમિટેડ એડિશનની મજા માણી શકો છો. તેને ફ્રીમાં ઉપયોગમાં લેવા માટે નીચેના સ્ટેપ તમે ફોલો કરી શકો છો.

ગુજરાત હાઇકોર્ટે PUBG મામલે અરજદારની અરજી સાંભળી સરકારને એફિડેવિટ રજૂ કરવા જણાવ્યું

  • Share this:
સંજય જોષી, અમદાવાદ : PUBG ગેમ પર પ્રતિબંધ મૂકવાના મામલે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી એક અરજી આજે કોર્ટે સાંભળી હતી. અરજદાર કોર્ટમાં અપીલ કરી હતી કે વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં રાજ્યમાં પબજી પર પ્રતિબંધ છે. પબજી પર પ્રતિબંધ બોર્ડની પરીક્ષાના કારણે મૂકાયો હતો. અરજદારે અપીલ કરી હતી કે રાજકોટમાં પ્રતિબંધ દૂર થવાના બદલે 30 જૂન સુધી લંબાવાયો છે. આ મામલે કોર્ટે સરકારને એફિડેવિટ રજૂ કરવા જણાવ્યું છે.

આ મામલે ગુજરાત હાઇકોર્ટે સરકારને આ મુદ્દે એફિડેવિટ કરવાનો હુકમ કર્યો છે અને વધુ સુનાવણી આવતીકાલ પર ટાળી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં પબજી ગેમ રમવાના અતિક્રમણના કારણે રાજ્ય સરકારે અનેક મહાનગરોમાં પબજી પર પ્રતિબંધ મૂક્યો હતો. આ મામલે રાજકોટ શહેર દ્વારા પહેલ કરવામાં આવી હતી અને ત્યારબાદ અમદાવાદ, સુરત વડોદરા સહિતના શહેરો આ કતારમાં જોડાઈ ગયા હતા.

દરમિયાન 8મી મેના રોજ હાઇકોર્ટમાં થયેલી અરજીમાં એક અરજદારે અપીલ કરી હતી કે આ પ્રતિબંધ બોર્ડની પરીક્ષાના અનુસંધાનમાં મૂકાયો હતો અને હવે બોર્ડની પરીક્ષા સમાપ્ત થઈ ગઈ છે તેમ છતાં પ્રતિબંધ દૂર થવાના બદલે રાજ્યના રાજકોટ શહેરમાં તે 30મી જૂન સુધી લંબાવાયો છે. PUBGના મુદ્દે અગાઉ પણ કોર્ટમાં અરજીઓ થઈ ચુકી છે જેમાં વ્યક્તિના સ્વતંત્રતાના અધિકારીની વિરુદ્ધ પ્રતિબંધ હોવાની પણ અરજી થઈ હતી.
First published: May 8, 2019, 3:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading