Home /News /madhya-gujarat /

જગવિખ્યાત અમૂલ ડેરીની ચૂંટણી બાબતે ગુજરાત HCનો આદેશ, ઈલેક્શન કરો પરંતુ પરિણામ જાહેર કરવું નહીં

જગવિખ્યાત અમૂલ ડેરીની ચૂંટણી બાબતે ગુજરાત HCનો આદેશ, ઈલેક્શન કરો પરંતુ પરિણામ જાહેર કરવું નહીં

ફાઈલ તસવીર

આ કારણદર્શક નોટિસમાં એવું પૂછવામાં આવ્યું હતું કે રાજ્ય સરકારે સૂચવેલા ત્રણ વ્યક્તિઓને કેમ ડિરેક્ટર્સ તરીકે નહીં નિમવા જોઇએ.

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટે (Gujarat High court) સમગ્ર મામલે એક વચગાળાનો આદેશ કરી રાજ્ય સરકાર દ્વારા નિમવામાં આવેલા પ્રતિનિધિઓના મતોને પણ જુદા સીલ કવરમાં રાખવાનો હુકમ કર્યો છે. આ કેસમાં રાજ્ય સરકાર (Gujarat state) સહિતના પક્ષકારોને નોટિસ પાઠવીને હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી ૨૪મી નવેમ્બરના રોજ મુકરર કરી છે.

અમુલના નિયામક મંડળમાં ત્રણ સરકારી પ્રતિનિધિઓ નીમવાના સરકારના હુકમની સામે કોંગ્રેસ સમર્થિત ત્રણ ડિરેક્ટરો રાજેન્દ્રસિંહ પરમાર, કાંતિભાઈ સોઢા પરમાર અને સંજયભાઈ પટેલે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે. આ રિટની ગુરુવારે સુનાવણી યોજાઈ હતી.

અરજદારોના વકીલ અને સરકારી વકીલોની દલીલોને ધ્યાનમા રાખીને હાઈકોર્ટે આવતીકાલ શુક્રવારે તેના નિર્ધારિત કાર્યક્રમ મુજબ અમુલના ચેરમેન-વાઈસ ચેરમેનની ચૂંટણી યોજવા અને તેમાં જો મતદાન થાય તો સરકારી પ્રતિનિધિઓના મત અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના મત અલગ રાખવાનો હુકમ કર્યો છે. સાથે સાથે કેસની આગામી મુદત સુધી પરિણામ જાહેર નહીં કરવા પણ આદેશ કર્યો છે.

આ પણ વાંચોઃ-Gold-Silverની કિંમતોમાં થયો મોટો ફેરફાર, ફટાફટ જાણી લો અમદાવાદમાં આજના નવા ભાવ

આ કેસમાં અગાઉ જે મુખ્ય પિટિશન કરવામાં આવી હતી એમાં ૧૪મી ઓક્ટોબરના રોજ સહકારી વિભાગના રજીસ્ટ્રાર દ્વારા પાઠવવામાં આવેલી કારણદર્શક નોટિસને પડકારવામાં આવી હતી. આ કારણદર્શક નોટિસમાં એવું પૂછવામાં આવ્યું હતું કે રાજ્ય સરકારે સૂચવેલા ત્રણ વ્યક્તિઓને કેમ ડિરેક્ટર્સ તરીકે નહીં નિમવા જોઇએ. દરમિયાન ૨૦મી ઓક્ટોબરના રોજ રાજ્ય સરકાર દ્વારા અમુલની મેનેજિંગ કમિટીમાં ત્રણ ડિરેક્ટર્સને નોમિની તરીકે નિમવામાં આવ્યા હતા. હવે ૨૩મી ઓક્ટોબર એટલે કે આવતીકાલે અમુલના ચેરમેન અને વા. ચેરમેનની ચુંટણી છે.

આ પણ વાંચોઃ-સુરતીઓ માટે ગર્વની વાત! આ વર્ષે મિસ વર્લ્ડ અમેરિકા સુરતમાં બનેલો 'તાજ' પહેરેશે, આવી છે વિશેષતા

આ પણ વાંચોઃ-અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા! દેવીને ખુશ કરવા માટે માતાએ 24 વર્ષના પુત્રની ચઢાવી બલી, ઊંઘમાં જ વાઢી નાખ્યું ગળું

ત્યારે સરકારે નિમેલા પ્રતિનિધિઓની કાયદેસરતાનો મુદ્દો ગુરુવારે સુનાવણી દરમિયાન ઉઠાવવામાં આવ્યો હતો. પરંતુ હાઇકોર્ટે નોંધ્યું હતું કે શુક્રવારે જ્યારે ચુંટણી યોજાવવાની છે તો ચુંટણીની પ્રક્રિયા શિડ્યુલ પ્રમાણે કરી શકાય. જોકે એ સ્પષ્ટતા કરવામાં આવે છે કે સરકારે નિમેલા ત્રણ ડિરેક્ટર્સના મત જુદા સીલ કવરમાં રાખવાના રહેશે.તે ઉપરાંત અમુલના ચેરમેન અને વા. ચેરમેનની ચુંટણીના પરિણામો પણ આગામી સુનાવણી સુધી જાહેર કરવાના રહેશે નહીં. પરિણામો હાઇકોર્ટના આદેશને આધિન રહેશે. રાજ્ય સરકારે સમગ્ર ચુંટણીની પ્રક્રિયાનો રિપોર્ટ સીલબંધ કવરમાં હાઇકોર્ટ સમક્ષ સોગંદનામા મારફતે રજૂ કરવાનો રહેશે.
Published by:ankit patel
First published:

Tags: Gujarat state, અમુલ ડેરી, ગુજરાત હાઇકોર્ટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन