અમદાવાદ સિવિલમાં દર્દીઓની સારવાર, ડોક્ટરોની તકલીફો અંગે ગુજરાત HCએ સરકાર સામે ઉઠાવ્યા સવાલો

Sanjay Joshi
Updated: May 22, 2020, 9:39 PM IST
અમદાવાદ સિવિલમાં દર્દીઓની સારવાર, ડોક્ટરોની તકલીફો અંગે ગુજરાત HCએ સરકાર સામે ઉઠાવ્યા સવાલો
ફાઈલ તસવીર

દૈનિક ધોરણે સિવિલ હોસ્પિટલની ખરાબ હાલત અને વાતાવરણને લઈ ને ન્યૂઝપેપરમાં જ સમાચાર આવે છે તે ચિંતાજનક છે.

  • Share this:
અમદાવાદઃ કોરોના વાયરસના સંક્રમણ મુદ્દે થયેલી જાહેર હિતની અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat hight court) આજે સુનાવણી હાથ ધરાઇ હતી. સિવિલ હોસ્પિટલ અને એસ.વી.પી. હોસ્પિટલમાં અપાઈ રહેલી સારવાર પર હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યા છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર, ડોકટર્સને પડી રહેલી તકલીફો, લોકોને અપાતા ખાવાની ગુણવત્તા, સ્વચ્છતાના અભાવના મુદ્દે હાઇકોર્ટે સવાલો ઉઠાવ્યા હતા.

વધુમાં હાઇકોર્ટે અવલોકન કરતાં કહ્યું કે દર્દીઓની સારવાર યોગ્ય થવી જોઈએ, દર્દીઓને એવું ના લાગવું જોઈએ કે એમની સારવાર પશુઓની જેમ થાય છે.. કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ કરેલી અરજીમાંબહારના શ્રમિકોને તેમના વતનમાં પહોંચાડવા 8500 એસ.ટી. બસો દોડાવવા માંગ કરવામાં આવી. આજે કોર્ટમાં રાજ્ય સરકારે 140 જેટલા પાનાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. ત્યારે કોર્ટે કહ્યું, શ્રમિકોને એમના વતનમાં પહોંચાડવા માટે સરકાર જરૂરી પગલાં લે ઉપરાંત અરજદારે ગુજરાત હાઈકોર્ટમાં માઇગ્રન્ટ વર્કર, કોરોના વોરિયર્સ અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટે લેવાતી મુદ્દે પણ રજૂઆત કરવામાં આવી હતી.

સમગ્ર સુઓ મોટો જાહેર હિતની અરજીમાં અરજદારે હાઇકોર્ટમાં વિગતવાર રજુઆત કરી હતી અને જણાવ્યું હતું કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ની હાલત બહુ ખરાબ છે દર્દીઓને યોગ્ય સારવાર મળતી નથી હોસ્પિટલમાં યોગ્ય આરોગ્યપ્રદ વાતાવરણ જ નથી.. દર્દીઓના પરિવારજનોને ખબર જ નથી કે તેમના સ્વજનની હાલત શું છે દર્દીઓ ના મોત બાદ કલાકો કે દિવસો સુધી પરિવારજનોને જાણ પણ કરવામાં આવતી નથી..

કોવિડના દર્દીઓ ના મોત થાય છે અને રોડ પર થી તેમના મૃતદેહ મળી રહ્યા છે સિવિલના સિનિયર ડોક્ટર અને રેસિડેન્ટ ડોક્ટરો વચ્ચે તાલમેલ ન પણ અભાવ હોવાની રજૂઆત કરવામાં આવી સિનિયર ડોક્ટર દર્દીઓને જોવા પણ આવતા નથી દર્દીઓની સારવાર યોગ્ય રીતે થતી જ નથી. તેને લઇને હાઇકોર્ટે સરકારને ટકોર કરી હતી કે સિવિલ હોસ્પિટલમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકો સારવાર માટે આવે છે.

આ દર્દીઓની સારવાર માનવતાના ધોરણે કરો દર્દી હોસ્પિટલમાંથી રજા લઈને જાય તો તેને સંતોષજનક ટ્રીટમેન્ટ મળી છે તેવું લાગવું જોઈએ. દૈનિક ધોરણે સિવિલ હોસ્પિટલની ખરાબ હાલત અને વાતાવરણને લઈ ને ન્યૂઝપેપરમાં જ સમાચાર આવે છે તે ચિંતાજનક છે. આ સ્થિતિ સુધારવી જોઈએ હાઇકોર્ટમાં રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે ખાતરી આપી હતી અને જણાવ્યું હતું કે એક અઠવાડિયામાં આ સમસ્યાનો ઉકેલ માટેના પૂરતા પ્રયત્ન કરવામાં આવશે.
First published: May 22, 2020, 9:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading