હાર્દિક પટેલ પહોંચ્યો માદરે વતન વિરમગામ, ગૂંજ્યા જય પાટીદારના નાદ

Haresh Suthar | Pradesh18
Updated: July 16, 2016, 3:37 PM IST
હાર્દિક પટેલ પહોંચ્યો માદરે વતન વિરમગામ, ગૂંજ્યા જય પાટીદારના નાદ
લાજપોર જેલમાંથી ગઇકાલે મુક્ત થયા બાદ પાટીદાર નેતા હાર્દિક પટેલ આજે વહેલી સવારે માદરે વતન વિરમગામ પહોંચતાં જય પાટીદાર જય સરદારના નાદ ગૂંજી ઉઠ્યા હતા. પરિવારજનો અને ગામલોકો દ્વારા હાર્દિક પટેલનું હાર્દિક સ્વાગત કરાયું હતું.

  • Pradesh18
  • Last Updated: July 16, 2016, 3:37 PM IST
  • Share this:
અમદાવાદ #લાજપોર જેલમાંથી ગઇકાલે મુક્ત થયા બાદ પાટીદાર નેતા હાર્દિક પટેલ આજે વહેલી સવારે માદરે વતન વિરમગામ પહોંચતાં જય પાટીદાર જય સરદારના નાદ ગૂંજી ઉઠ્યા હતા. પરિવારજનો અને ગામલોકો દ્વારા હાર્દિક પટેલનું હાર્દિક સ્વાગત કરાયું હતું.

મહિનાઓ બાદ દિકરો ઘરે આવતાં પરિવારમાં વગર દિવાળીએ દિવાળીનો માહોલ છવાયો હતો. હાર્દિક પટેલે ઘરના કુળદેવીની આરતી ઉતારી હતી અને પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. બાદમાં જે સ્કૂલમાં તેણે અભ્યાસ કર્યો હતો એ કે બી શાહ સ્કૂલની મુલાકાત કરી હતી અને વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી.

અહીં નોંધનિય છે કે, હાર્દિકના આવવાથી સમગ્ર વિરમગામમાં ખુશીનો માહોલ છવાયો હતો. અહીંથી તે સાળંગપુર દર્શને જશે. રાજકોટની એની મુલાકાતને પગલે અગાઉથી ત્યાં કલમ 144 લાગુ કરી દેવાઇ છે.
First published: July 16, 2016, 10:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading