હાર્દિક પટેલ વગર મંજૂરીએ ઉદયપુર બહાર જતાં નજરકેદ, ટોલનાકે થઇ બબાલ

Haresh Suthar | Pradesh18
Updated: July 21, 2016, 11:28 AM IST
હાર્દિક પટેલ વગર મંજૂરીએ ઉદયપુર બહાર જતાં નજરકેદ, ટોલનાકે થઇ બબાલ
#ગુજરાતમાં પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ સામે રાજસ્થાનમાં પણ ગાળીયો કસાયો છે. રાજસ્થાનમાં નજરકેદ કરવામાં આવ્યો છે. ઉદયપુર રેન્જના આઇજીએ હાર્દિક પટેલને સુચના આપી કે, કોર્ટના આદેશ વગર તે ક્યાંય બહાર જઇ નહીં શકે. હાર્દિક પટેલ નવ મહિના બાદ હમણાં જ જેલમાંથી મુક્ત થયો છે. કોર્ટે એને છ મહિના માટે ગુજરાતથી તડીપાર કર્યો છે.

  • Pradesh18
  • Last Updated: July 21, 2016, 11:28 AM IST
  • Share this:
જયપુર #ગુજરાતમાં પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ સામે રાજસ્થાનમાં પણ ગાળીયો કસાયો છે. રાજસ્થાનમાં નજરકેદ કરવામાં આવ્યો છે. ઉદયપુર રેન્જના આઇજીએ હાર્દિક પટેલને સુચના આપી કે, કોર્ટના આદેશ વગર તે ક્યાંય બહાર જઇ નહીં શકે. હાર્દિક પટેલ નવ મહિના બાદ હમણાં જ જેલમાંથી મુક્ત થયો છે. કોર્ટે એને છ મહિના માટે ગુજરાતથી તડીપાર કર્યો છે.

બુધવારે હાર્દિક પટેલનો જન્મ દિવસ હતો. તે પોતાના જન્મ દિવસે આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઉદયપુરથી બહાર નીકળ્યો હતો. હાર્દિકે આ પગલું કોર્ટની મંજૂરી વગર ભર્યું હતું. દરમિયાન ટોલ નાકાએ ટોલબુથના કર્મચારીઓ સાથે એને બોલાચાલી થઇ હતી. હાર્દિકે ટોલના કર્મચારીઓને ધમકી આપી હતી. આ વાતને લઇને પોલીસે હાર્દિકને અટકાવ્યો અને પુછ્યું કે તમે કોની મંજૂરીથી અહીં આવ્યા છો.

પોલીસે હાર્દિક પાસે મંજૂરીની કોપી માંગી હતી. પરંતુ હાર્દિક પાસે ન હોવાથી એને નજરબંધ કરવામાં આવ્યો હતો. પોલીસે હાર્દિકને કહ્યું કે, હવેથી ક્યાંય પણ જતાં પૂર્વે ગુજરાત હાઇકોર્ટનો આદેશ જરૂરી રહેશે અને સાથોસાથ જો હાર્દિકને મળનાર વ્યક્તિઓની સંખ્યા 20 કરતાં વધુ હશે તો એની જાણકારી અગાઉથી આપવાની રહેશે.
First published: July 21, 2016, 11:11 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading