હાર્દિક પટેલે ગુજરાત છોડ્યું, રાજસ્થાનમાં કરાયું સ્વાગત
હાર્દિક પટેલે ગુજરાત છોડ્યું, રાજસ્થાનમાં કરાયું સ્વાગત
રાજદ્રોહ સહિતના ગુનાઓમાં કોર્ટેના આદેશાનુસાર હાર્દિક પટેલે છ મહિના ગુજરાત બહાર વીતાવવા છે. જે અનુસાર હાર્દિક પટેલે આજે સવારે શામળાજી બોર્ડરથી રાજસ્થાનમાં પ્રવેશ કર્યો છે.
રાજદ્રોહ સહિતના ગુનાઓમાં કોર્ટેના આદેશાનુસાર હાર્દિક પટેલે છ મહિના ગુજરાત બહાર વીતાવવા છે. જે અનુસાર હાર્દિક પટેલે આજે સવારે શામળાજી બોર્ડરથી રાજસ્થાનમાં પ્રવેશ કર્યો છે.
અમદાવાદ #રાજદ્રોહ સહિતના ગુનાઓમાં કોર્ટેના આદેશાનુસાર હાર્દિક પટેલે છ મહિના ગુજરાત બહાર વીતાવવા છે. જે અનુસાર હાર્દિક પટેલે આજે સવારે શામળાજી બોર્ડરથી રાજસ્થાનમાં પ્રવેશ કર્યો છે.
કોર્ટના આદેશાનુસાર હાર્દિક પટેલને આજે સવારે 11 કલાક પહેલા ગુજરાત છોડી દેવાનું હતું. જે અનુસાર હાર્દિક પટેલ આજે સવારે શામળાજી પહોંચ્યો હતો. જ્યાંથી તેણે ગુજરાત છોડ્યું હતું અને રાજસ્થાનમાં પ્રવેશ કર્યો છે.
રાજસ્થાનમાં પ્રવેશ કરતાં હાર્દિકનું સ્વાગત કરાયું હતું અને રાજસ્થાનમાં જય પાટીદાર જય સરદારના નારા ગૂંજી ઉઠ્યા હતા. અહીં નોંધનિય છે કે, હાર્દિક પટેલ અહીં છ મહિના ઉદયપુર ખાતે રોકાવાનો છે.
ઉદયપુરમાં અહી રોકાશે
હાર્દિક પટેલને છ મહિના ગુજરાત બહાર વીતાવવા છે. જે સંદર્ભે હાર્દિક ઉદયપુર ખાતે રહેવાનો છે. કોર્ટને આપેલી બાંહેધરી અનુસાર તે ઉદયપુરમાં એરપોર્ટ રોડ સ્થિત 190 શ્રીનાથનગર સોસાયટી ખાતે રોકાવાનો છે.
ઉત્તર ગુજરાતના કાર્યક્રમ કર્યા રદ
હાર્દિક પટેલ આજે સવારે રાજસ્થાન જતાં પહેલા ઉત્તર ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો નિર્ધારીત કરાયા હતા. જોકે સમયના અભાવે હાર્દિકે ગુજરાત છોડી રાજસ્થાનમાં પ્રવેશ કર્યો છે. કોર્ટના આદેશ અનુસાર સવારે 11 કલાક પહેલા ગુજરાત છોડવાનું હતું.
રાજસ્થાનમાં પણ ઉમળકો દેખાયો
ગુજરાતમાં જે રીતે હાર્દિકને પાટીદારોનું સમર્થન મળ્યું હતું એવો માહોલ રાજસ્થાનમાં પણ જોવા મળ્યો છે. રાજસ્થાનમાં પ્રવેશતાં જ અહીં ઉમળકા સાથે એનું સ્વાગત કરાયું હતું.
હું કાયદાનું પાલન કરીશ: હાર્દિક
ગુજરાતની સરહદ છોડતાં હાર્દિક પટેલે નિવેદન કર્યું હતું કે, પાટીદાર અનામત આંદોલન અવિરત ચાલું જ રહેશે પરંતુ હું કાયદાનું પાલન ચોક્કસથી કરીશ.વધુમાં તેણે કહ્યું કે, રાજસ્થાનથી આંદોલન ચાલુ રહેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર