હાર્દિક પટેલ 11મી જુલાઇ બાદ થઇ શકે છે જેલમુક્ત!

Haresh Suthar | Pradesh18
Updated: July 8, 2016, 4:10 PM IST
હાર્દિક પટેલ 11મી જુલાઇ બાદ થઇ શકે છે જેલમુક્ત!
ગુજરાત હાઇકોર્ટે રાજદ્રોહના બે ગુનામાં આજે હાર્દિક પટેલને શરતી જામીન આપ્યા છે. જોકે 11મી સુધી તો હાર્દિક પટેલને જેલમાં જ રહેવું પડશે. આગામી 11મી જુલાઇએ વિસનગરના કેસની સુનાવણી છે. એ કેસમાં છુટકારો થયા બાદ હાર્દિક જેલ મુક્ત થઇ શકે એમ છે.

  • Pradesh18
  • Last Updated: July 8, 2016, 4:10 PM IST
  • Share this:
અમદાવાદ #ગુજરાત હાઇકોર્ટે રાજદ્રોહના બે ગુનામાં આજે હાર્દિક પટેલને શરતી જામીન આપ્યા છે. જોકે 11મી સુધી તો હાર્દિક પટેલને જેલમાં જ રહેવું પડશે. આગામી 11મી જુલાઇએ વિસનગરના કેસની સુનાવણી છે. એ કેસમાં છુટકારો થયા બાદ હાર્દિક જેલ મુક્ત થઇ શકે એમ છે.

ગુજરાત હાઇકોર્ટમાં હાર્દિક તરફે દલીલો કરનાર એડવોકેટ જુબીન ભરડાએ પત્રકારોને જણાવ્યું હતું કે, નામદાર કોર્ટે હાર્દિક પટેલને આજે રાજદ્રોહના બે કેસમાં છોડવાનો આદેશ કર્યો છે. નામદાર હાઇકોર્ટે કડક શરતો રાખી છે અને અનફ્રેશઅંડરટેકીંગ ફાઇલ કરવા માટે પણ ઓર્ડર કર્યો છે. શું કન્ડીશન રાખી છે એ હજુ સુધી ઓર્ડર આવ્યો નથી એટલે કહી શકાય એમ નથી. પરંતુ નામદાર કોર્ટે સુનાવણી વખતે એવું કહ્યું છે કે હાર્દિક પટેલને છ મહિના સુધી ગુજરાત બહાર રહેવું પડશે.

હાર્દિકના જેલમાંથી બહાર આવવા અંગે સવાલ કરતાં એડવોકેટ જુબીન ભરડાએ કહ્યું હતું કે, વિસનગર કેસની સુનાવણી આગામી 11મીએ છે, અમને આશા છે કે એ બાદ હાર્દિકભાઇ મુક્ત થઇ શકે એમ છે.
First published: July 8, 2016, 4:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading