#હાર્દિક પટેલ માદરે વતન વિરમગામથી સાળંગપુર જવા રવાના થયો છે. અહીં તે મંદિરે દર્શન કરશે જ્યારે બોટાદમાં પાસ કન્વિનરો દ્વારા હાર્દિકની રક્તતુલા કરવામાં આવશે.
#હાર્દિક પટેલ માદરે વતન વિરમગામથી સાળંગપુર જવા રવાના થયો છે. અહીં તે મંદિરે દર્શન કરશે જ્યારે બોટાદમાં પાસ કન્વિનરો દ્વારા હાર્દિકની રક્તતુલા કરવામાં આવશે.
અમદાવાદ #હાર્દિક પટેલ માદરે વતન વિરમગામથી સાળંગપુર જવા રવાના થયો છે. અહીં તે મંદિરે દર્શન કરશે જ્યારે બોટાદમાં પાસ કન્વિનરો દ્વારા હાર્દિકની રક્તતુલા કરવામાં આવશે.
આજે વહેલી પરોઢે માદરે વતન વિરમગામ આવી પહોંચેલા હાર્દિક પટેલનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. અહીં ગામના રામજી મંદિર ખાતે દર્શન કર્યા હતા તો ગામની સ્કૂલની મુલાકાત પણ લીધી હતી. તો હાર્દિકના ઘરે તો જાણે તહેવાર જેવો માહોલ હતો. માતા-પિતા, બહેન સહિત સગા સંબંધીઓ સાથે હાર્દિકે થોડો સમય વીતાવ્યો હતો. બાદમાં તો સાળંગપુર જવા રવાના થયો છે.
મોડી સાંજે રાજકોટ આવશે
સાળંગપુર, બોટાદ સહિતના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ હાર્દિક પટેલ મોડી સાંજે રાજકોટ આવી પહોંચે એવી શક્યતા છે. એના આગમનને લઇને રાજકોટમાં પણ ઉત્સાહનો માહોલ છે તો બીજી તરફ તંત્ર દ્વારા સભાની મંજૂરી રદ કરી હોવાનું તેમજ કલમ 144 લાગુ કરી દેવાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર