હાર્દિક પટેલ રાજસ્થાનમાં ઉદેપુર ખાતે રહેશે

Haresh Suthar | Pradesh18
Updated: July 15, 2016, 11:56 AM IST
હાર્દિક પટેલ રાજસ્થાનમાં ઉદેપુર ખાતે રહેશે
નવ મહિનાના જેલવાસ બાદ બહાર આવેલા હાર્દિક પટેલે આગામી સમયમાં રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ જવાની વાત કહી હતી. હાર્દિક પટેલે કહ્યું હતું કે, હમણાં હું રાજસ્થાન જઇશ, ઉત્તરપ્રદેશમાં કૃમી ભાઇઓ છે માટે ત્યાં પણ ચોક્કસ જઇશ

  • Pradesh18
  • Last Updated: July 15, 2016, 11:56 AM IST
  • Share this:
સુરત #નવ મહિનાના જેલવાસ બાદ બહાર આવેલા હાર્દિક પટેલે આગામી સમયમાં રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ જવાની વાત કહી હતી. હાર્દિક પટેલ રાજસ્થાનના ઉદેપુર ખાતે રહેશે.  હાર્દિક પટેલે કહ્યું હતું કે, હમણાં હું રાજસ્થાન જઇશ, ઉત્તરપ્રદેશમાં કૃમી ભાઇઓ છે માટે ત્યાં પણ ચોક્કસ જઇશ

કોર્ટ દ્વારા હાર્દિક પટેલને છ મહિના માટે ગુજરાત બહાર રહેવાનો આદેશ અપાયો છે. આ સમય દરમિયા હાર્દિક પટેલે ક્યાં રહેશે એ અંગે પુછાયેલા સવાલમાં હાર્દિક પટેલે ટૂંકમાં જવાબ આપતાં કહ્યું હતું કે, હમણાં તો હું રાજસ્થાન જવાનો છું. વધુમાં તેણે કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં કૃમીભાઇઓ છે માટે ત્યાં પણ હુ ચોક્કસથી જઇશ.

હાર્દિકના વકીલે જણાવ્યું હતું કે, એવું કોઇ કૃત્ય હાર્દિક કરશે નહીં કે જેથી કોર્ટને આપેલી બાંહેધરીનો ભંગ થાય, તે શાંતિથી આંદોલન ચલાવશે. તે ઉદેપુર ખાતે રહેવાનો છે. જો ત્યાંનું વાતાવરણ અનુકૂળ નહીં આવે તો કોર્ટેને જાણ કરીને અન્ય સ્થળ બદલી શકે છે.
First published: July 15, 2016, 11:56 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading