Home /News /madhya-gujarat /

Haj 2022: ગુજરાત હજ સમિતિ દ્વારા હજ-2022 માટે નવી માર્ગદર્શિકા જાહેર, ઓનલાઈન કરી શકશો અરજી

Haj 2022: ગુજરાત હજ સમિતિ દ્વારા હજ-2022 માટે નવી માર્ગદર્શિકા જાહેર, ઓનલાઈન કરી શકશો અરજી

હજ યાત્રા

Hajj 2022 latest News: હજ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. નવી માર્ગદર્શિકા (New Guideline) મુજબ  ૬૫ વર્ષથી નીચેના અને સાઉદી ગવર્મેન્ટે માન્ય કરેલ વેક્સિન લીધેલ હશે.

હજ કમિટિ ઓફ ઇન્ડિયાએ (Haj Committee of India) હજ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. નવી માર્ગદર્શિકા (New Guideline) મુજબ  ૬૫ વર્ષથી નીચેના અને સાઉદી ગવર્મેન્ટે માન્ય કરેલ વેક્સિન લીધેલ હશે. તેવા અરજદારો જ હજ માટે જવા લાયક ગણાશે.સાઉદી અરેબિયા જવાના સમયે ૭૨ કલાકની અંદર કરાવેલ RT-PCR ટેસ્ટનો નેગેટીવ રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે.

વધુમાં કિંગડમ ઓફ સાઉદી અરેબિયાનાં હજ અને ઉમરાહ મંત્રાલય દ્વારા નવી ગાઈડલાઈન્સ પ્રમાણે હજ ૨૦૨૨ માટે ૬૫ વર્ષની વય મર્યાદા નક્કી કરવામાં આવેલ છે. આથી, ૭૦ કેટેગરીની અરજીઓ(કમ્પેનિયન સહીત) તેમજ ૬૫ વર્ષ ઉપરના સામાન્ય કેટેગરીના અરજદારોની અરજીઓ પણ આપો-આપ રદ્દ થયેલ ગણાશે. આથી રિઝર્વ કેટેગરીનાં કવરો રદ્દ કરવામાં આવેલ છે.

હજ અરજદારો હજ કમીટી ઓફ ઇન્ડિયાની વેબસાઈટ https://hajcommittee.gov.in પર તા.૨૨ એપ્રિલ ૨૦૨૨ સુધી નિયત  શરતો મુજબ ઑનલાઈન અરજી કરી શકશે.

આ ઉપરાંત નવી અરજી માટે અરજદારનો મશીન રીડેબલ પાસપોર્ટ, કે જે ૨૨ એપ્રિલ ૨૦૨૨ પહેલા ઈસ્યૂ થયેલ હોય અને ૩૧ ડિસેમ્બર ૨૦૨૨ સુધી વેલિડ હોય તેવા અરજદારો નવેસરથી અરજી કરી શકશે. તારીખ ૩૦ એપ્રિલ૨૦૨૨ની સ્થિતિએ ૬૫ વર્ષ કરતાં ઓછી ઉંમર ધરાવતા અરજદારો કે જેઓએ પેહલા અરજી કરેલ નથી, તેવા અરજદારો નવેસરથી અરજી કરી શકશે તેમજ તેઓએ સાઉદી ગવર્મેન્ટે માન્ય કરેલ વેક્સિન લીધેલ હોવી જોઈશે.

એવી સ્ત્રીઓ કે જેઓના મેહરમની ઉમર ૬૫ વર્ષ કરતા વધારે હશે તેઓની અરજી પણ રદ કરવામાં આવશે, પરંતુ એવી સ્ત્રીઓ ૬૫ વર્ષ કરતા ઓછી વયના મેહરમ-કમ્પેનિયન બદલવા માટે અરજી કરી શકશે.

આ જ બાબત ૭૦ કેટેગરીનાં કમ્પેનિયનને પણ લાગુ પડશે. જો કમ્પેનિયનની ઉમર ૬૫ વર્ષ કરતા ઓછી હોય તો તેઓની અરજી સામાન્ય કેટેગરીમાં ગણાશે.નવી માર્ગદર્શિકાનાં કારણે હજ-૨૦૨૨માં જવા ઈચ્છતા ન હોય તો તેવા હજ અરજદારો જો ઈચ્છે તો તેમની અરજી પાછી પણ ખેંચી શકે છે.
Published by:ankit patel
First published:

આગામી સમાચાર