ભારતને જીત માટે 243 રનનો લક્ષ્યાંક, વિલિયમસને ફટકારી સદી

ભારતને જીત માટે 243 રનનો લક્ષ્યાંક, વિલિયમસને ફટકારી સદી
અહીંના ફિરોઝશાહ કોટલા મેદાન ખાતે રમાઇ રહેલી બીજી વન ડે મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને જીત માટે 243 રનનો ટારગેટ આપ્યો છે. પ્રથમ ઓવરમાં જ પહેલી વિકેટ ગુમાવી દેતાં ન્યૂઝીલેન્ડ મુશ્કેલીમાં મુકાયું હતું. જોકે વિલિયમસન ચાલી જતાં સન્મામજનક સ્કોર કર્યો છે. જેમાં વિલિયમસને સદી ફટકારી 118 રન બનાવ્યા છે.

અહીંના ફિરોઝશાહ કોટલા મેદાન ખાતે રમાઇ રહેલી બીજી વન ડે મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને જીત માટે 243 રનનો ટારગેટ આપ્યો છે. પ્રથમ ઓવરમાં જ પહેલી વિકેટ ગુમાવી દેતાં ન્યૂઝીલેન્ડ મુશ્કેલીમાં મુકાયું હતું. જોકે વિલિયમસન ચાલી જતાં સન્મામજનક સ્કોર કર્યો છે. જેમાં વિલિયમસને સદી ફટકારી 118 રન બનાવ્યા છે.

 • Pradesh18
 • Last Updated:October 20, 2016, 18:01 pm
 • Share this:
  નવી દિલ્હી #અહીંના ફિરોઝશાહ કોટલા મેદાન ખાતે રમાઇ રહેલી બીજી વન ડે મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને જીત માટે 243 રનનો ટારગેટ આપ્યો છે. પ્રથમ ઓવરમાં જ પહેલી વિકેટ ગુમાવી દેતાં ન્યૂઝીલેન્ડ મુશ્કેલીમાં મુકાયું હતું. જોકે વિલિયમસન ચાલી જતાં સન્મામજનક સ્કોર કર્યો છે. જેમાં વિલિયમસને સદી ફટકારી 118 રન બનાવ્યા છે.

  LIVE સ્કોર જોવા માટે ક્લિક કરો  પ્રથમ વન ડેમાં ભારત સામે હારનો સ્વાદ ચાખનાર ન્યૂઝીલેન્ડ આજે લડાયક મૂડ સાથે મેદાને ઉતર્યું છે. પરંતુ પ્રથમ ઓવરમાં ઉમેદ યાદવનો શિકાર બનેલ માર્ટિન ગુપ્ટીલ 0 રને આઉટ થયો હતો. પરંતુ ત્યાર બાદ કિવી ખેલાડીઓએ ધીમી પણ મક્કમ શરૂઆત કરી હતી.

  વિલિયમસને બાજી સંભાળી

  વિલિયમસને ન્યૂઝીલેન્ડની આબરૂ સાચવી છે. વિલિયમસને 128 બોલમાં 2 ચોગ્ગા સાથે 92.18 રનરેટની સરેરાશ સાથે 118 રન ફટકાર્યા છે. જ્યારે ટોમ લાથમ 46 અને રોઝ ટેલર તથા એન્ડરસને 21-21 રન બનાવ્યા હતા.

  2 ખેલાડીઓ ઝીરોમાં

  વિલયમસનની શાનદાર પારીને લીધે ન્યૂઝીલેન્ડ સન્માનજનક સ્કોર બનાવી શક્યું છે. બાકી ન્યૂઝીલેન્ડનો આજે રકાસ નક્કી હતો. પ્રથમ ઓવરમાં જ ગુપ્ટીલ શિકાર બન્યો હતો. ગુપ્ટીલ અને ટીમ સાઉથી ઝીરોમાં આઉટ થયા છે.

  સાત ખેલાડીઓ એક અંકમાં

  ગુપ્ટીલ અને ટીમ સાઉથી ઝીરોમાં આઉટ થયા છે. આ સાથે વાત કરીએ તો સાત ખેલાડીઓ એવા છે જેઓ બે અંકમાં પણ પહોંચી શક્યા નથી. લુક રોન્ચી 6 રન, મીચેલ સેન્ટર 9 રન, એન્ટોન ડેવિચ 7 રન, મેટી હેન્રી 6 રન અને ટ્રીટ બોલ્ટે 5 રન બનાવ્યા હતા.

  બુમરાહ, મિશ્રાનો જાદુ ચાલ્યો

  ન્યૂઝીલેન્ડને શરૂઆતથી ભારતીય બોલરોએ કાબુમાં રાખ્યા હતા. એક માત્ર વિલિયમસન બાકાત રહ્યો જેણે સદી ફટકારી. ભારત તરફથી જશપ્રિત બુમરાહ અને અમિત મિશ્રાને ત્રણ ત્રણ વિકેટ મળી હતી જ્યારે યાદવ, અક્ષર પટેલ અને કેદાર જાધવને એક એક વિકેટ મળી હતી.
  Published by:News18 Gujarati
  First published:October 20, 2016, 17:38 pm

  ટૉપ ન્યૂઝ