ખતરામાં છે તમારૂ ડેબિટ કાર્ડ, 30 લાખ ગ્રાહકોના ડેટા ચોરાયા!

Haresh Suthar | Pradesh18
Updated: October 20, 2016, 3:17 PM IST
ખતરામાં છે તમારૂ ડેબિટ કાર્ડ, 30 લાખ ગ્રાહકોના ડેટા ચોરાયા!
#ભારતીય બેંકો પર મોટો સાઇબર હુમલો થયો છે. અંદાજે 30 લાખ જેટલા ગ્રાહકોના ડેબિટ એટીએમ કાર્ડના ડેટાની ચોરી કરાઇ હોવાનું સામે આવી રહ્યું છે. આ ખુલાસાથી અધિકારીઓના હોશ ઉડી ગયા છે. આ મામલો એટલો બધો ગંભીર છે કે એસબીઆઇએ અત્યાર સુધી 6 લાખ લોકોના બેંક કાર્ડ લોક કરી દીધા છે. અંદાજે 10 બેંકોએ આની ફરિયાદ સાઇબર સેલમાં કરી છે.

  • Pradesh18
  • Last Updated: October 20, 2016, 3:17 PM IST
  • Share this:
નવી દિલ્હી #ભારતીય બેંકો પર મોટો સાઇબર હુમલો થયો છે. અંદાજે 30 લાખ જેટલા ગ્રાહકોના ડેબિટ એટીએમ કાર્ડના ડેટાની ચોરી કરાઇ હોવાનું સામે આવી રહ્યું છે. આ ખુલાસાથી અધિકારીઓના હોશ ઉડી ગયા છે. આ મામલો એટલો બધો ગંભીર છે કે એસબીઆઇએ અત્યાર સુધી 6 લાખ લોકોના બેંક કાર્ડ લોક કરી દીધા છે. અંદાજે 10 બેંકોએ આની ફરિયાદ સાઇબર સેલમાં કરી છે.

કહેવાઇ રહ્યું છે કે, અન્ય બેંકો જેવી કે એચડીએફસી, આઇસીઆઇસી, યસ બેંક, એક્સિસ બેંક સહિતની 10 બેંકોએ પણ પોતાના બેંક કાર્ડ ડેટાની ચોરી થયાનું કહ્યું છે. એસબીઆઇના અધિકારીઓનું કહેવું છે કે, જે 6 લાખ ગ્રાહકોના કાર્ડ બ્લોક કરી દેવામાં આવ્યા છે એમને નવા કાર્ડ આપવામાં આવશે.

કહેવાઇ રહ્યું છે કે, હિતાચી પેમેન્ટ સર્વિસમાં આ ગરબડી થઇ છે. જે યસ બેંકનું એટીએમ નેટવર્ક સંભાળે છે. મામલો આ વર્ષે જુલાઇમાં સામે આવ્યો હતો. જોકે બેંકોનું કહેવું છે કે એમના એટીએમ નેટવર્કમાં કોઇ ગરબડી નથી અને સુરક્ષાના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

મહારાષ્ટ્રના સાઇબર સેલના આઇજીનું કહેવું છે કે એમની પાસે અન્ય કેટલીક બેંકોની પણ ફરિયાદો આવી છે અને તપાસ હાથ ધરવામાં આવી છે. સૌથી ચૌંકાવનારી વાત એ છે કે, આ કાંડમાં સૌથી વધુ ડિફેન્સના લોકો ભોગ બન્યા છે. પોલીસને શંકા છે કે આ એના તાર ગત મહિને સામે આવેલા બોગસ કોલ સેન્ટર કૌભાંડ સાથે પણ જોડાયેલા હોઇ શકે છે.

સાઇબર સેલના આઇજી બ્રિજેશ સિંહનું કહેવું છે કે એસબીઆઇએ અમારો સંપર્ક કર્યો છે. અમે તપાસ કરી રહ્યા છીએ.
First published: October 20, 2016, 12:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading