Home /News /madhya-gujarat /

બોર્ડમાં ટોપર થવું છે? જાણો કેવી રીતે મોક ટેસ્ટ થશે મદદરૂપ

બોર્ડમાં ટોપર થવું છે? જાણો કેવી રીતે મોક ટેસ્ટ થશે મદદરૂપ

પ્રતીકાત્મક તસવીર

Gujarat Education news: વિવિધ શાળાઓની પેપર સ્ટાઇલ પણ વિધાર્થીઓ માટે ઉપયોગી બની શકે છે.

અમદાવાદ: ગુજરાત બોર્ડની (Gujarat board exam) ધોરણ 10 અને 12ની પરીક્ષાને હવે વધારે સમય વધ્યો નથી. ત્યારે વિધાર્થીઓને પોતાનું જાત પરીક્ષણ (self Examination) કરવું જરૂરી છે. કે જે તેઓ તૈયારીઓ કરી રહ્યા છે તે યોગ્ય દિશામાં તો જઈ રહી છે કે કેમ. તેથી જ વિધાર્થીઓની બોર્ડ એકઝામ યોજાય તે પહેલા મોક ટેસ્ટ આપવી જોઈએ. ઘણા વિધાર્થીઓ તેને પ્રિ ટેસ્ટ પણ કહેતા હોય છે. આ ટેસ્ટ વિધાર્થીને તેના સ્વમુલ્યાંકન કરવામાં મદદરૂપ થાય છે. અને સફળતાના શિખર પર પહોંચવામાં મદદરૂપ થાય છે. આગામી માર્ચ મહિનામાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા યોજાવાની છે.

આમ તો હવે ઘણી શાળાઓ પણ વિધાર્થીઓની બોર્ડની પરીક્ષા પહેલા શાળામાં જ મોક ટેસ્ટનું આયોજન કરતી હોય છે. જેનાથી વિધાર્થીઓનું પરિણામ ઊંચું આવી શકે સાથે સાથે શાળાની પણ ગુડવીલ વધે. શાળાની પરિણામ ઊંચું આવે. આ મોક ટેસ્ટ બોર્ડમાં લેવાતી એક્ઝામ પ્રમાણે તે જ પ્રકારની પેપર સ્ટાઇલ પ્રમાણે અને તે જ પ્રકારની બેઠક વ્યવસ્થા પ્રમાણે લેતી હોય છે.

આ પણ વાંચો- Board exam: ટોપર્સ બનવાની ટિપ્સ, ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની કેવી રીતે કરશો તૈયારી

ધોરણ 10ના વિધાર્થીઓ પહેલીવાર બોર્ડની એક્ઝામ આપવા જાય તો વિધાર્થી નર્વસ ના થઇ જાય અને હડબડીમાં કોઈ ભૂલ ન કરી બેસે તે માટેની પ્રેક્ટિસ પણ શાળાઓ કરાવતી હોય છે. જો શાળાઓ મોકટેસ્ટનું આયોજન ન કરતી હોય તો વિધાર્થીઓએ પોતે જાતે ઘરે પોતાની મોકટેસ્ટ લેવી જોઈએ.

આ પણ વાંચો - અમદાવાદનો ચેતવતો કિસ્સો: એક રોંગ નંબર યુવતીને નડી ગયો, ઈજ્જત લૂંટાઈને હવે પસ્તાવવાનો આવ્યો વારો

અલગ અલગ શાળાઓની પેપર સ્ટાઇલ પ્રમાણેના પેપર સોલ્વ કરવા જોઈએ.  જેથી વિધાર્થીની તૈયારીઓમાં કોઈપણ પોઇન્ટ છૂટી ન જાય. મહત્વનું છે કે, કોરોનાના કારણે ઘણા વિધાર્થીઓની લખવાની પ્રેક્ટિસ છુટી ગઈ છે. જો આ પ્રકારની પ્રિ ટેસ્ટની તૈયારીઓ વિધાર્થીઓ કરશે તો પોતે અભ્યાસમાં કેટલું ગ્રહણ કર્યું છે તેનો તો ખ્યાલ આવશે જ સાથે પરીક્ષામાં સમયસર પેપર પૂર્ણ કરવાની ઝડપ પણ વધશે. અને તેની સીધી અસર પરીક્ષાના પરિણામ પર જોવા મળે છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત, ગુજરાત શિક્ષણ બોર્ડ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन