અમદાવાદઃ ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી (Gujarat Gram Panchayat Election) માટેનું મતદાન થઈ ગયું છે. આજે રવિવારે રાજ્યમાં 8684 ગ્રામ પંચાયતોમાં મતદાન (Gram Panchayat Election)શાંતિ પૂર્ણ રીતે પુરુ થયું છે. ચાર-પાંચ જગ્યાઓને બાદ કરતાં તમામ મતદાન મથકો ઉપર શાંતિપૂર્ણ રીતે મતદાન પૂરું થયું હતું. સવારે સાત વાગ્યાથી લઈને સાંજે છ વાગ્યા સુધી મતદાન થયું હતું. જોકે, ચૂંટણીમાં મતદારોમાં મતદાન અંગે ક્યાંક ઉત્સાહ તો ક્યાંક નિરશતા જોવા મળી હતી. ગુજરાતમાં છ વાગ્યા સુધી 60 ટકા મતદાન થયું હતું. સરપંચની ચૂંટણી માટે 27 હજાર 200 ઉમેદવારો વોર્ડના સભ્યોની ચૂંટણી માટે 1 લાખ 19 હજાર 998 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.
કયા ઝોનમાં કેટલું મતદાન
ગુજરાતના વિવિધ ભાગોમાં મતદાન અંગે વાત કરીએ તો ગુજરાતમાં 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં સરેરાશ 60ટકા મતદાન નોંધાઈ ચૂક્યું છે. સાંજ 6 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાતમાં 57 ટકા, ઉત્તર ગુજરાતમાં 62 ટકા, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 60 ટકા, મધ્ય ગુજરાતમાં 58 ટકા મતદાન થયું છે.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના બોરણામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તકરાર
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના બોરણામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તકરાર થઈ હતી. બંને પક્ષના સરપંચ અને સમર્થકો વચ્ચે માથાકૂટ થતાં મતદાન બંધ કરવામાં આવ્યું હતું. જોકે તાત્કાલિક તંત્ર ઘટના સ્થળે દોડી ગયું હતું અને સમજાવટના દોર બાદ 15 મિનિટ બાદ મતદાન શરુ કરવામાં આવ્યું હતું.
6 હજાર 656 મતદાન મથકો સંવેદનશીલ
આ ચૂંટણી માટે 23 હજાર 97 મતદાન મથકો પૈકી 6 હજાર 656 મતદાન મથકો સંવેદનશીલ, 3 હજાર 74 મતદાન મથકો અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે. ચૂંટણી પ્રક્રિયામાં 1 લાખ 94 હજાર 586 જેટલા અધિકારી ફરજ પર રહેશે. ગઇકાલે ચૂંટણીને લગતું સાહિત્ય, મતકુટીર, મતદાન પેટી, બેલેટ પેપર વગેરેનું વિતરણ કરવામાં આવ્યું. પ્રીસાઈડીંગ ઓફીસર સહિતનો પોલીંગ સ્ટાફ ગઇકાલથી જ વિવિધ સામગ્ર સાથે મતદાન મથકો પર પહોંચી ગયો હતો.
સરપંચોની 67 બેઠકો પર નથી ભરાયા ફોર્મ
રાજ્ય ચૂંટણી આયોગે 10,812 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર કરી હતી. જે પૈકી 1165 ગ્રામ પંચાયતો સમરસ એટલે કે બિનહરીફ જાહેર થઇ હતી, સરપંચની 473 અને સભ્યોની 27479 બેઠકો અંશતઃ બિનહરીફ થઇ હતી, જ્યારે કેટલીક ગ્રામ પંચાયતોમાં વિવિધ કારણસર કોઇએ ઉમેદવારી નહીં નોંધાવતા તેની ચૂંટણી યોજાઇ શકે તેમ નથી. જેથી હવે 8,684 ગ્રામ પંચાયતોની ચૂંટણી થશે. સરપંચોની 67 બેઠકો તથા સભ્યોની 3361 બેઠક પર એકપણ ફોર્મ ભરાયા નહીં હોવાથી ચૂંટણી થશે નહીં.
ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન ગુજરાતમાં ચાર-પાંચ જગ્યાએ નાની મોટી તકરાત જોવા મળી હતી. જેમાં વ ડોદરાના સાવલીના કચરિયા ગામે યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં યુવકેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો,જેતપુર વીરપુરમાં મતદારને માર મારવાનો મામલો સામે આવ્યો હતો.મતદારને પોલીસ સ્ટેશનમાં માર માર્યાનો આક્ષેપ તેના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો.ત્યારે SP બલરામ મીણાએ ઘટના સ્થળે પહોંચીને કોન્સ્ટેબલનું વર્તન અયોગ્ય હોવાનું કહ્યું હતુ.
નર્મદાનર્મદાના ડેડિયાપાડામાં ચૂંટણીમાં રાજકીય પાર્ટીના કાર્યકરો બબાલ થઈ હતી, સાંસદ મનસુખ વસાવાએ તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા સૂચન કર્યું હતુ. તો જૂનાગઢમાં ગ્રામપંચાયતની ચૂંટણી લોહિયાળ બની હતી.માળીયા હાટીના પિખોર ગામે મતદાનમાં મારામારીમાં બે થી ત્રણ લોકોને થઇ ઇજા થઈ હતી. ઇજાગ્રસ્તોને માળીયા સિવિલ હોસ્પિટલમાં કરાયા દાખલ કરાયા હતા.તો ભરૂચમાં ચૂંટણીની અદાવતમાં બે પક્ષ વચ્ચે મારામારીમાં 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર