ગુજરાતીઓ માટે રાહતનાં સમાચાર, 1500 અન્ય PUC સેન્ટરો શરૂ થશે

News18 Gujarati
Updated: September 15, 2019, 9:09 AM IST
ગુજરાતીઓ માટે રાહતનાં સમાચાર, 1500 અન્ય PUC સેન્ટરો શરૂ થશે
પીયુસી માટે લાંબી કતારો જોવા મળી રહી છે.

વાહનચાલકો પીયુસી (PUC) સર્ટિફિકેટ, આરસી બુક (RC Book), લાઇસન્સ (Driving Licence), વગેરે લેવા માટે પીયુસી સેન્ટરથી માંડી આરટીઓ (RTO) કચેરી સુધી દોડધામ આદરી છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : મુખ્યમંત્રીની નવા નિયમોની જાહેરાત અને તેના અમલ વચ્ચે હવે સમય વધારી દેવામાં આવતા લોકોને હાશકારો મળ્યો છે. રાજ્યભરમાં વાહનચાલકો-માલિકોએ ખૂટતા પણ ફરજિયાત રાખવાના દસ્તાવેજો મેળવવા માટે દોડધામ મચી છે. વાહનચાલકો પીયુસી સર્ટિફિકેટ, આરસી બુક, લાઇસન્સ, વગેરે લેવા માટે પીયુસી સેન્ટરથી માંડી આરટીઓ કચેરી સુધી દોડધામ આદરી છે. આના કારણે દરેક પીયુસી સેન્ટર પર વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે. પરંતુ ગુજરાતીઓ માટે રાહતનાં સમાચાર છે કે વાહન વ્યવહાર કમિશ્નરે વધુ 1500 પીયુસી સેન્ટરો શરુ કરવા તૈયારી કરી છે.

સોમવારથી એટલે 16મી સપ્ટેમ્બરે ગુજરાતમાં મોટર વ્હિકલ એક્ટ મુજબ ટ્રાફિકના નવા નિયમો અમલી થઇ રહ્યાં છે. મોટોમસ દંડ ચૂકવવો ન પડે તે માટે વાહનચાલકો આગોતરી તૈયારીઓ કરી છે. પીયુસી સર્ટિફિકેટ મેળવવા અત્યારે પીયુસી કેન્દ્રો પર વાહનોની લાંબી કતારો લાગી છે. ત્યારે વાહન વ્યવહાર કમિશ્નરે રાજ્યમાં 1500 પીયુસી સેન્ટરો શરૂ કરવા માટે આરટીઓ કચેરીમાં અરજીઓ મંગાવી છે.

PUC અને HSRP માટે મુદત લંબાવાઇ

નવા નિયમોનું અમલ 16 સપ્ટેમ્બરથી થવાનો હતો, પણ રાજ્યમાં ઉપલબ્ધ સુવિધા આટલી મુદ્દત સુધીમાં તમામ વાહનો માટે પીયુસી અને એચએસઆરપી લગાવવા સક્ષમ નથી તેને ધ્યાનમાં રાખી સરકારે અંતે આ બંને મુદ્દતમાં વધારો કરવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો : રાજકોટમાં PUC સેન્ટરો પર RTOનું ચેકિંગ, સંચાલકોમાં ફફડાટ

HSRP અને RC બૂક માટે દંડની સત્તા કોની ?HSRP નંબર પ્લેટના ભંગના કિસ્સા અને RC બુક ચકાસવા, દંડ કરવાની સત્તા પોલીસ અને આરટીઓ એમ બંને ઓથોરિટીને સત્તા સોંપવામાં આવી છે. સ્થળ ઉપર RC બુક ન હોય તેવા કિસ્સામાં પોલીસ વાહન જપ્ત લઈ શકે છે પરંતુ 15 દિવસમાં RC બુક રજૂ કરીને દંડ વગર વાહન પરત મેળવી શકાય છે.
First published: September 15, 2019, 9:02 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading