રાજ્ય સરકાર લઘુતમ ટેકાના ભાવથી ડાંગર, મકાઇ અને બાજરી ખેડૂતો પાસેથી સીધી ખરીદશે

News18 Gujarati
Updated: October 15, 2019, 6:57 PM IST
રાજ્ય સરકાર લઘુતમ ટેકાના ભાવથી ડાંગર, મકાઇ અને બાજરી ખેડૂતો પાસેથી સીધી ખરીદશે
રાજ્ય સરકાર લઘુતમ ટેકાના ભાવથી ડાંગર, મકાઇ અને બાજરી ખેડૂતો પાસેથી સીધી ખરીદશે

લઘુતમ ટેકાના ભાવ ડાંગર (કોમન) માટે 1825 રુપિયા (પ્રતિ ક્વિન્ટલ), બાજરી માટે 2000 રુપિયા (પ્રતિ ક્વિન્ટલ)

  • Share this:
રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ખરીફ માર્કેટિંગ સિઝન 2019-20 અંતર્ગત ડાંગર, મકાઇ અને બાજરીની ખરીદી આગામી આવતીકાલથી કરવામાં આવશે. આ ખરીદી 31 ડિસેમ્બર 2019 સુધી કરાશે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ડાંગર માટે 92, મકાઈ માટે 61 અને બાજરી માટે 57 જેટલા એ.પી.એમ.સી. ખરીદ કેન્દ્રો/ગોડાઉન કેન્દ્રો ખાતે કરવામાં આવનાર છે.

ભારત સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવ ડાંગર (કોમન) માટે 1825 રુપિયા (પ્રતિ ક્વિન્ટલ), ડાંગર (ગ્રેડ-એ) માટે 1835 રુપિયા (પ્રતિ ક્વિન્ટલ), મકાઈ માટે 1760 રુપિયા (પ્રતિ ક્વિન્ટલ) અને બાજરી માટે 2000 રુપિયા (પ્રતિ ક્વિન્ટલ) નિયત કરેલ છે.

આ પણ વાંચો - ST કર્મચારીઓ આનંદો! રાજ્ય સરકારે પગાર વધારાની કરી મોટી જાહેરાત

લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સંબંધિત ગ્રામ પંચાયતમાં (ઈ-ગ્રામ સેન્ટર ખાતે), નજીકના એ.પી.એમ.સી. ખાતે તથા નિગમમાં ગોડાઉન કેન્દ્ર ખાતે 1 ઑક્ટોબરથી શરૂ થયેલ છે જે 31 ઑક્ટોબર સુધી ચાલુ રહેશે.
First published: October 15, 2019
વધુ વાંચો
अगली ख़बर