રાજ્યમાં દુષ્કાળઃ 100ના બદલે 150 દિવસ મળશે રોજગારી, શરૂ કરાશે કેટલ કેમ્પ

News18 Gujarati
Updated: December 12, 2018, 10:15 PM IST
રાજ્યમાં દુષ્કાળઃ 100ના બદલે 150 દિવસ મળશે રોજગારી, શરૂ કરાશે કેટલ કેમ્પ
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
અછત અંગેની મંત્રીમંડળની પેટા સમિતિની બેઠક મળી હતી, બેઠક બાદ મહેસૂલ મંત્રી કૌશિક પટેલે માહિતી આપતાં જણાવ્યં હતું કે, રાજ્યમાં અછતગ્રસ્ત જાહેર કરેલા ૫૧ તાલુકાઓમાં તારીખ 15 ડિસેમ્બરથી જરૂરીયાત મુજબના ગામોમાં કેટલ કેમ્પ શરૂ કરવામાં આવશે. આ બેઠકમાં રાજ્યમાં અછતની પ્રવર્તમાન સ્થિતિ તેમજ અછત અંગે કરવામાં આવી રહેલી રાહત કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

અહીં ક્લિક કરી વાંચો આ HOT મહિલા પોલીસ કર્મીની સુંદરતા બની તેની દુશ્મન, લોકો કહે છે 'મારી ધરપકડ કરો'

કૌશિક પટેલે જણાવ્યું કે કેટલ કેમ્પ અંગેના ધારા-ધોરણો નક્કી કરી દેવામાં આવ્યા છે તેમજ આ અંગેની તમામ સત્તાઓ જે તે જિલ્લાના કલેક્ટરને આપવામાં આવ્યા છે. કેટલ કેમ્પના પશુઓને પ્રતિદિન પશુદિઠ રૂપિયા ૨૫ની પશુ સહાય ચૂકવવામાં આવશે.

મહેસૂલ મંત્રીએ ઉમેર્યું કે, સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડ (એસ.ડી.આર.એફ.)ના ધારાધોરણ મુજબ અછતગ્રસ્ત એવાં ૫૧ તાલુકાઓ તથા આ વર્ષની ઓછા વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ, ખાસ કિસ્સા તરીકે જાહેર કરવામાં આવેલા અન્ય ૪૫ તાલુકાઓ મળી કુલ ૯૬ તાલુકાઓના ખેડૂતોને ખાસ સહાય આપવા કરવામાં આવેલ નિર્ણય અંતર્ગત રાજ્યના ૧૩ લાખથી વધુ ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ રૂ.૬૮૦૦/- ની મહત્તમ મર્યાદામાં ( ૨ હેક્ટરની મર્યાદામાં) સહાયનો લાભ મળે તે માટેની સંપૂર્ણ વ્યવસ્થા અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી.

તેમણે ઉમેર્યું કે, નર્મદા, સિંચાઈ અને પાણી પુરવઠા એમ ત્રણેય વિભાગનું સંકલન પાણી પુરવઠા વિભાગ દ્વારા કરી આગામી જૂન માસ સુધી સિંચાઈ તેમજ પીવાના પાણીની વ્યવસ્થા અંગે આયોજન કરી આગામી અછત સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે.

સૌરભ પટેલે ઉમેર્યુ કે, જે વિસ્તારોમાં પાણી ઉપલબ્ધ થઈ શકે તેમ છે તેવા વિસ્તારોમાં ઘાસચારો ઉગાડવા માટે ખેડૂતોને અગ્રતાક્રમે વિજ કનેક્શન ઉપલબ્ધ કરાવવા નિર્ણય કરવામાં આવ્યો. અછતની પરિસ્થિતિ ધ્યાને લેતાં ૭૫૦ લાખ કિલોગ્રામ ઘાસનો જથ્થો ઉપલબ્ધ કરાવવાનું આયોજન કરાયુ છે. અત્યાર સુધીમાં કચ્છ જિલ્લામાં ૩૩૫ લાખ કિલોગ્રામ જેટલો ઘાસનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. દુષ્કાળ અંતર્ગત અસરગ્રસ્તોને રોજગારી અંગે અંગે માહિતી આપતાં કહ્યં કે, રાજ્ય સરકાર દ્વારા મનરેગા યોજના હેઠળ વર્ષના ૧૦૦ દિવસની રોજગારીના બદલે ૧૫૦ દિવસ જેટલી રોજગારી મળી રહે તેવું આયોજન કરાયું છે. જે અંગેની દરખાસ્ત પણ કેન્દ્ર સરકારને કરવામાંઆવી છે.
First published: December 12, 2018, 10:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading