રાજ્ય સરકારે (Gujarat Government) મોટર વાહન અધિનિયમ હેઠળ નક્કી કરેલા ટ્રાફિક ગુનામાં વસૂલાતના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે ટ્રાફિક (Traffic) ગુના માટે માત્ર જવાબદાર હોય તે વ્યક્તિ પાસેથી જ દંડ વસૂલ કરવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા ટ્રાફિક ગુનાઓમાં દંડની વસૂલાત વખતે ડ્રાયવર, કંડક્ટર, વાહન માલિક કે પેસેન્જર પાસેથી ડબલ દંડ વસૂલાતો હતો હવે જવાબદાર વ્યક્તિ પાસેથી દંડ વસૂલાશે.
જવાબદાર વ્યક્તિ પાસેથી દંડ વસૂલવામાં આવશે.
માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા અને આરટીઓ સંબંધિત કામગીરીઓમાં સરળતા લાવવા ભારત સરકારના મોટર વ્હીકલ્સ એક્ટ પ્રમાણે મોટર વાહન અધિનિયમ, 1988માં સુધારા કરવામાં આવ્યા છે. જેમાં સુધારા કરવા માટે ગુજરાત સરકારે પણ અનેક પગલા લીધા છે. જેમા લોકોને બિન જરૂરી પરેશાની ન થાય તેને ધ્યાને લેવામાં આવ્યું છે. નવા કાયદાના અમલીકરણના અનુસંધાને ટ્રાફિક ગુનાઓમાં સ્થળ, દંડ ફીના સરળ દરો અમલી બનાવ્યા છે.
અમદાવાદનાં શ્યામ શિખર ટાવરમાં લાગી પ્રચંડ આગ, 20થી વધુ દુકાનો બળીને ખાખ
'લેડી સિંઘમ'ની છાપ ધરાવતા સુરતનાં PSI થોડા દિવસથી ડિપ્રેશનમાં હોય તેવા સ્ટેટસ મૂકતા હતા
ટ્રાફિક ગુનાઓમાં ખરેખર જવાબદાર ડ્રાઇવર, માલિક તે વાહન સંબંધિત જવાબદારીઓ કાયદાકીય જોગવાઇઓ પ્રમાણે ગૂંચવાડા ન થાય તે હેતુથી ટ્રાફિક ગુનાઓ માટે ખરેખર જવાબદાર વ્યક્તિ પાસેથી દંડ વસૂલવામાં આવશે. એટલે કે વાહન ચલાવતા વ્યક્તિ પાસેથી જ દંડ વસૂલવામાં આવશે.
દંડની વસુલાતમાં પારદર્શિતા આવશે.
આ નિયમની અમલવારી પ્રમાણે, અમુસ જોગવાઇઓ સિવાય મોટાભાગના ગુનાઓ માટે વાહનમાલિક, ડ્રાઇવર, કંડક્ટર કે પેસેન્જર પાસેથી ડબલ દંડના બદલે ગુના માટે જવાબદાર વ્યક્તિ પાસેથી દંડ વસુલવામાં આવશે. આ નિર્ણયથી જાહેર જનતાની ટ્રાફિક અંગેની સભાનતા વધશે અને દંડની વસુલાતમાં પારદર્શિતા આવશે.
Published by:Kaushal Pancholi
First published:December 06, 2020, 10:39 am