આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ, આ નિયમોને આધીન થશે ખરીદી

News18 Gujarati
Updated: November 15, 2018, 8:33 AM IST
આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ, આ નિયમોને આધીન થશે ખરીદી
પ્રતિકાત્મક તસવીર

ગત વર્ષે ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીમાં માટી ભેળવાનું કૌભાંડ, ગોડાઉનોમાં આગ લાગવાના બનાવો સામે આવ્યા બાદ આ વખતે સરકારે મગફળીની ખરીદીમાં ખૂબ સાવધાની રાખી રહી છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતીઃ ઓનલાઇન રજીસ્ટ્રેશન બાદ આજથી સરકાર રાજ્યના વિવિધ માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરશે. સવારના આઠ વાગ્યાથી વિવિધ યાર્ડોમાં મગફળીની ખરીદી શરૂ કરી દેવામાં આવી છે. ગત વર્ષે ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીમાં માટી ભેળવાનું કૌભાંડ, ગોડાઉનોમાં આગ લાગવાના બનાવો સામે આવ્યા બાદ આ વખતે સરકારે મગફળીની ખરીદીમાં ખૂબ સાવધાની રાખી રહી છે. સરકાર કેટલાક નિયમોને આધિન ટેકાના ભાવે મગફળીની ખરીદી કરશે.

1) ખરીદી પહેલા ખેડૂતોની મગફળીના ત્રણ-ત્રણ સેમ્પલ લેવામાં આવશે. સેમ્પલ ચેક કર્યા બાદ જ મગફળીની ખરીદી કરવામાં આવશે.
2) મગફળીમાં જો બે ટકા સુધી કચરો હશે તો માલ સ્વીકારવામાં આવશે, તેનાથી વધારે કચરો હશે તો માલ સ્વીકારવામાં નહીં આવે.

3) ખરીદ કેન્દ્ર પર એક ખેડૂત પાસેથી 2500 કિલોગ્રામ (125 મણ) મગફળીની ખરીદી કરવામાં આવશે.
4) એટલે કે એક ખેડૂત પાસેથી 2500 કિલોગ્રામ મગફળીની જ ટેકાના ભાવે ખરીદી કરી શકાશે, તેનાથી વધારે મગફળી ખેડૂતે બજાર ભાવ કે અન્ય કોઈ રીતે વેચવી પડશે.
5) આ વર્ષે ભરતીનું માપ 30 કિલોગ્રામ રાખવામાં આવ્યું છે. એટલે કે એક ગુણીમાં 30 કિલોગ્રામ મગફળીની ભરતી કરવામાં આવશે.6) સૌથી અગત્યની વાત કે જે લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેમની મગફળી જ ટેકાના ભાવે ખરીદવામાં આવશે.

ફ્લાઇંગ સ્ક્વોટ તહેનાત રહેશે

ગત વર્ષની ગોલમાલ પરથી શીખ મેળવીને આ વખતે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરતી વખતે ખાસ ફ્લાઇંગ સ્ક્વોડની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત મગફળીની ખરીદી કરવામાં આવતી હોય ત્યાં પાંચ સભ્યોની એક ટીમ પણ હાજર રહશે. આ ઉપરાંત ખરીદ કેન્દ્રો પર પોલીસ પણ નજર રાખશે. પાંચ લોકોની સમિતિમાં ગોડાઉન, ગુજરાત નાગરિક પુરવઠા નિગમ, ખેતીવાડી વિભાગ, રેવન્યૂ વિભાગ અને નાફેડના અધિકારીનો સમાવેશ થાય છે.

કયા સેન્ટર પરથી કેટલી મગફળીની ખરીદી કરાશે?

રાજકોટ તાલુકો-13000 મેટ્રિક ટન
પડધરી- 13500 મેટ્રિક ટન
જસદણ- 8000 મેટ્રિક ટન
વીછિયા- 6000 મેટ્રિક ટન
જેતપુર- 10000 મેટ્રિક ટન
ધોરાજી- 9000 મેટ્રિક ટન,
ઉપલેટા- 8000 મેટ્રિક ટન
ગોંડલ- 20000 મેટ્રિક ટન
જામકંડોરણા- 8000 મેટ્રિક ટન
કોટડા- 8000 મેટ્રિક ટન
લોધીકા- 6000 મેટ્રિક ટન
First published: November 15, 2018, 8:33 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading