માંદા ઔદ્યોગિક એકમોના પુનર્વસન માટે રાજ્ય સરકારની ખાસ યોજના

News18 Gujarati
Updated: June 18, 2019, 5:20 PM IST
માંદા ઔદ્યોગિક એકમોના પુનર્વસન માટે રાજ્ય સરકારની ખાસ યોજના
માંદા ઔદ્યોગિક એકમોને આ યોજના હેઠળ જે લાભો-રાહતો આપવામાં આવે છે એમાં રાજ્ય સરકારના બાકી લેણાં અંગેની પતાવટ યોજના તૈયાર કરી.

માંદા ઔદ્યોગિક એકમોને આ યોજના હેઠળ જે લાભો-રાહતો આપવામાં આવે છે એમાં રાજ્ય સરકારના બાકી લેણાં અંગેની પતાવટ યોજના તૈયાર કરી.

  • Share this:
રાજ્યના માંદા ઔદ્યોગિક એકમોના પુનર્વસન માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. માંદા ઉદ્યોગોના પુનર્વસન માટે ઉદ્યોગ વિભાગ દ્વારા ‘વાયેબલ માંદા ઔદ્યોગિક એકમ પુનર્વસન યોજના’ ૨૦૧૭થી બે વર્ષ માટે અમલમાં મૂકી છે. રસ ધરાવતા ઉદ્યોગ સાહસિકોએ ૧૦મી સપ્ટેમ્બર,૨૦૧૯ સુધીમાં અરજી કરવાની રહેશે એમ અધિક ઉદ્યોગ કમિશનરશ્રીની યાદીમાં જણાવાયું છે.

માંદા ઔદ્યોગિક એકમોને આ યોજના હેઠળ જે લાભો-રાહતો આપવામાં આવે છે એમાં રાજ્ય સરકારના બાકી લેણાં અંગેની પતાવટ યોજના (Settlement of Dues) હેઠળ લાભ, ભરેલ વીજકર (ઇલેકટ્રીસિટી ડ્યુટી)ની પરત ચૂકવણી (Reimbursement), ત્રણ થી પાંચ વર્ષનાં સમયગાળા માટે @ ૧૦૦%, ૭૫%, અને ૫૦% રાહત, વધારાના મૂડી રોકાણ માટે પ્રોત્સાહન, સ્વઉપયોગ માટે પુર્ન:પ્રાપ્ય ઊર્જા ઉત્પાદન માટે મૂડીરોકાણ પર પ્રોત્સાહન, રાજ્ય સરકારની
અગાઉની પ્રોત્સાહન યોજના હેઠળ મંજૂર વેચાણવેરાના લાભો વણવપરાયેલા રહેલ હોય તો તે વાપરવા, ઓપન એક્સેસ મારફતે વીજળી પુરવઠો availment માટે, માંદા એકમો જો કોઇ નવાપ્રમોટર્સ/મેનેજમેન્ટ હસ્તગત કરે તો તેને પણ લાભો અને રાહતો મળવાપાત્ર છે.

અહીં ક્લિક કરી વાંચોઃ શું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને અંગ્રેજ સાથે પ્રેમ સંબંધ હતો?

માંદા ઔધોગિક એકમો નીચે મુજબની પાત્રતા ધરાવતા હોઇ તેઓ બે વર્ષ સુધીમાં અરજી કરી શકે છે. સૂક્ષ્મ, લઘુ, મધ્યમ અધિનિયમ હેઠળ એકમો EM Part II/ ઉધોગ આધાર તથા મોટા એકમો SIA registration અથવા કોઇપણ પરવાનો/સક્ષમ સત્તા દ્વારા નોંધાયેલ હોય, આગળના નાણાંકીય વર્ષની તુલનાએ નેટવર્થમાં ૫૦ ટકા કરતાં વધુ ઘસારો, ઓછામાં આછું બે વર્ષ ઉત્પાદનમાં રહેલ હોય, લાર્જ માંદા એકમો પાંચ વર્ષ પહેલાં Incorporated થયેલ હોવા
જોઇએ. આ યોજનાની વધુ માહિતી/વિગતો માટે વેબસાઇટ www.ic.gujarat.gov.in . અથવા ઉધોગ કમિશનરશ્રીની કચેરી અથવા સુરત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે.
First published: June 18, 2019, 5:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading