ગુજરાતમાં બનશે યુધ્ધના હથિયાર, સરકારે જાહેર કરી નવી ડિફેન્સ પોલીસી

Haresh Suthar | Pradesh18
Updated: December 22, 2016, 3:32 PM IST
ગુજરાતમાં બનશે યુધ્ધના હથિયાર, સરકારે જાહેર કરી નવી ડિફેન્સ પોલીસી
દેશના અન્ય રાજ્યોની સરખામણીએ શાંતિના પ્રતિક ગણાતા ગુજરાતમાં હવે હથિયારોનું ઉત્પાદન કરાશે. રાજ્ય સરકાર દ્વારા નવી એરોસ્પેસ અને ડિફેન્સ પોલીસી જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત આગામી વાઇબ્રન્ટ સમિટમાં વિવિધ કંપનીઓ દ્વારા એમઓયૂ કરાય એવી સંભાવના જોવાઇ રહી છે. જો એમઓયૂ થશે તો ગુજરાતમાં રિવોલ્વરથી લઇને યુધ્ધ જહાજનું નિર્માણની નવી દિશા ખુલશે.

  • Pradesh18
  • Last Updated: December 22, 2016, 3:32 PM IST
  • Share this:
ગાંધીનગર #દેશના અન્ય રાજ્યોની સરખામણીએ શાંતિના પ્રતિક ગણાતા ગુજરાતમાં હવે હથિયારોનું ઉત્પાદન કરાશે. રાજ્ય સરકાર દ્વારા નવી એરોસ્પેસ અને ડિફેન્સ પોલીસી જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત આગામી વાઇબ્રન્ટ સમિટમાં વિવિધ કંપનીઓ દ્વારા એમઓયૂ કરાય એવી સંભાવના જોવાઇ રહી છે. જો એમઓયૂ થશે તો ગુજરાતમાં રિવોલ્વરથી લઇને યુધ્ધ જહાજનું નિર્માણની નવી દિશા ખુલશે.

ગુજરાતની ભાજપ સરકાર દ્વારા રાજ્યમાં રોજગારીનો એક નવો વિકલ્પ શોધાયો છે. રાજ્ય સરકાર દ્વારા પીએસયૂ અને ખાનગી ક્ષેત્રની ડિફેન્સ કંપનીઓને પ્રોત્સાહન આપવા માટે નવી એરોસ્પેસ અને ડિફેન્સ પોલીસી બનાવી છે. જે અંતર્ગત ડિફેન્સના હથિયાર ઉત્પાદન માટે પીએસયૂ અને ખાનગી કંપનીઓને જમીનથી લઇને સબસીડી સુધીની રાહત આપવામાં આવશે.

સરકાર દ્વારા નવી ડિફેન્સ પોલીસીને લઇને ઘણી આશા સેવાઇ રહી છે. પીપાવાવ ખાતે ગોવાની જેમ રાજ્યમાં પણ નેવલ શીપ યાર્ડ બનાવાશે. સરકારે જાહેર કરેલી નવી નીતિ અંતર્ગત જમીન ખરીદીમાં સ્ટેમ્પ ડ્યૂટી અને રજીસ્ટ્રેશન ચાર્જમાં સો ટકા વળતર અપાશે. સરકારી જમીન હશે તો જંત્રીના દરમાં 50 ટકાની રાહત આપવામાં આવશે. ઉપરાંત ઉત્પાદન શરૂ થાય એના પ્રથમ પાંચ વર્ષ માટે વીજ ડ્યૂટીમાં સો ટકા રાહત સહિતના લાભ અપાશે.
First published: December 22, 2016
વધુ વાંચો
अगली ख़बर