Home /News /madhya-gujarat /

ગુજરાતમાં આ શહેરોમાં ફટાકડા પર લાગી શકે છે પ્રતિબંધ, આવતીકાલ સુધી જાહેરાત શક્ય

ગુજરાતમાં આ શહેરોમાં ફટાકડા પર લાગી શકે છે પ્રતિબંધ, આવતીકાલ સુધી જાહેરાત શક્ય

ફાઇલ તસવીર

સૂત્રોના મતે ગુજરાત સરકાર આખા રાજ્યમાં ફટાકડા પર પ્રતિબંધ મૂકવાના મતમાં નથી, પરંતુ અમુક શહેરમાં પ્રતિબંધ આવી શકે છે.

ગાંધીનગર: દિવાળી (Diwali 2020) પર ફટાકડા ફોડવાની પરંપરા રહી છે. પરંતુ આ વર્ષે પ્રદૂષણ (Air Pollution) અને કોરોના દર્દીઓને ફટાકડાના પ્રદૂષણથી થનારા સંભવિત નુકસાનને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે અમુક શહેરમાં ફટાકડા પર પ્રતિબંધ (Gujarat Firecrackers Ban) મૂકી શકે છે. જેમાં સૌથી પ્રદૂષિત અમદાવાદ, સુરત અને વડોદરા શહેરમાં ફટાકડાના ખરીદ-વેચાણ અને ફોડવા પર પ્રતિબંધ આવી શકે છે. આ મામલે શનિવારે સુધી સરકારે કોઈ જાહેરાત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાન (Rajasthan) અને ઓડિશા (Odisha)માં દિવાળી દરમિયાન ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોવિડની સ્થિતિને અનુલક્ષીને આ પ્રતિબંધ લદાયો છે. ગુજરાતમાં પણ આ પ્રકારે પ્રતિબંધ લદાશે કે નહી તે મુદ્દે રાજ્ય સરકાર આજે મોડી સાંજે અથવા આવતીકાલે નિર્ણય જાહેર કરી શકે છે.

આ મુદ્દે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં સુનાવણી ચાલી રહી છે. તેનો ફેંસલો નવમી નવેમ્બરના રોજ આવે તેવી સંભાવના છે. જોકે, આ પહેલા જ રાજ્ય સરકાર આ વિષયક નિર્ણય જાહેર કરી શકે છે. સૂત્રોનું માનીયે તો રાજ્ય સરકાર સમગ્ર રાજ્યમાં ફટાકડા પ્રતિબંધિત કરવાના મતમાં નથી. પરંતુ ગુજરાતના જે શહેરો સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં છે, એટલા સ્થળો પર પ્રતિબંધ લાદવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા દેશના કેટલાંક રાજ્યોને હવામાં વધુ પડતા પ્રદૂષણ મામલે નોટિસો ફટકારવામાં આવી છે. ગુજરાતમા સૌથી પ્રદૂષિત શહેરોમાં અમદાવાદ, સુરત અને વડોદરાનો સમાવેશ થાય છે. જેને લઇને ગુજરાતમાં ફટાકડા ફોડવા અને આતીશબાજી કરવા ઉપર પ્રતિબંધ લાવવો કે નહીં? તે માટે ગૃહ વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે .

આ પણ વાંચો: રિપોર્ટ: સ્કૂલ ખૂલવાથી ખતરો વધ્યો, ચારમાંથી ત્રણ બાળકમાં નથી દેખાતા કોરોનાના લક્ષણ

હાલની સ્થિતિએ ગુજરાતમાં ફટાકડાના વેચાણ કે તેના ફોડવા ઉપર કોઇ પ્રતિબંધ હજુ સુધી લાગ્યો નથી. પરંતુ કોવિડ 19ની ચાલી રહેલી મહામારી વચ્ચે દારૂખાનાનો ધુમાડો ફેંફસામાં અને અન્ય શારીરિક સમસ્યા ઊભી કરી કરી શકે છે તેવા તબીબી અહેવાલોના પગલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં ગૃહ રાજય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે મહત્વની બેઠક મળશે. બેઠક બાદ રાજ્ય સરકાર દ્વારા આ મુદ્દે જાહેરાત થઈ શકે છે. ન્યૂઝ 18 ગુજરાતીએ જ્યારે આ મુદ્દે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા સાથે વાત કરી ત્યારે તેઓએ જણાવ્યું કે, આ જાહેરાત હવે આવતીકાલ સુધી પણ લંબાઇ શકે છે.

આ પણ વાંચો: 'હું કકન રબારી, ગાંધીગ્રામવાળો છું,' જૂનગઢમાં પોલીસ કોન્સ્ટેબલ અને તેની પત્ની પર હુમલો

ચાર રાજ્યમાં પ્રતિબંધ

વાયુ પ્રદૂષણને લઈને અનેક જાણકારી એવી આશંકા વ્યક્ત કરી ચૂક્યા છે કે તેની સીધી અસર કોરોના દર્દીઓ પર થઈ શકે છે. આને પગલે રાજસ્થાન, દિલ્હી, ઓડિશા અને પશ્ચિમ બંગાળ ફટાકડા પર પ્રતિબંધ લગાવી ચૂક્યા છે. ફટાકડા પર પ્રતિબંધ મામલે નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલમાં પણ સુનાવણી ચાલી રહી છે. આ મામલે 18 રાજ્યને એનજીટીએ નોટિસ મોકલી છે. મહારાષ્ટ્ર સરકારે પણ ઓસઓપી જાહેર કરીને લોકોને ફટાકડા ન ફોડવાની અપીલ કરી છે. આ મામલે આજે સાંજે ચાર વાગ્યા સુધી તમામ રાજ્યોએ એનજીટીને જવાબ આપવાનો છે.

આ પણ વાંચો: પંચમહાલ: ખેતી પદ્ધતિમાં આટલો ફેરફાર કરીને ખેડૂતોએ મેળવ્યું 40% વધારે ઉત્પાદન

NGTએ 18 રાજ્યને કર્યો સવાલ

મંગળવારે એનજીટીએ અરજી પર સુનાવણી કરતા દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને હરિયાણાને આગામી સુનાવણી માટે નોટિસ મોકલી હતી. પરંતુ હવે આ સુનાવણીમાં વધુ 14 રાજ્ય સામેલ કરવામાં આવ્યા છે, જ્યાં હવાની ગુણવત્તા બહુ સારી નથી છે. આ રાજ્યમાં આધ્ર પ્રદેશ, આસામ, બિહાર, ચંદીગઢ, છત્તીસગઢ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, મેઘાલય, નાગાલેન્ડ, તામિલનાડુ, તેલંગાણા, ઉત્તરાખંડ, અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. હવે 9 નવેમ્બરના રોજ થનારી સુનાવણીમાં આ રાજ્ય પોતાનો પક્ષ મૂકશે.

ફટાકડાના વેપારીઓની રજૂઆત પર NGTએ આપ્યો હતો આવો જવાબ

ફટાકડા પર પ્રતિબંધ મામલે ગુરુવારે એનજીટીમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન ફટાકડા કંપનીઓના એસોસિએશન તરફથી કહેવામાં આવ્યું હતું કે ફટાકડાની કંપનીઓ સાથે 10 હજાર લોકો જોડાયેલા છે. પ્રતિબંધ લગાવતા આ લોકો બેકાર થઈ જશે. આ અંગે એનજીટીએ કહ્યુ હતુ કે, આપણે જીવનનો ઉત્સવ મનાવી શકીએ, મોતનો નહીં. જેની થોડી જ વારમાં દિલ્હી સરકારે દિલ્હીમાં કોઈ પણ પ્રકારના ફટાકડાની ખીરીદી અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો હતો. રાજસ્થાન સરકાર પણ આશરે આઠ દિવસ પહેલા ફટાકડા પર પ્રતિબંધ લગાવી ચૂકી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Coronavirus, Diwali 2020, Firecracker, NGT, Pradipsinh Jadeja, Vijay Rupani

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन