Home /News /madhya-gujarat /

ગુજરાતમાં ફટાકડા પર પ્રતિબંધ મામલે સરકાર આજે કરી શકે છે મહત્ત્વની જાહેરાત

ગુજરાતમાં ફટાકડા પર પ્રતિબંધ મામલે સરકાર આજે કરી શકે છે મહત્ત્વની જાહેરાત

પ્રતિકાત્મક તસવીર

કોરોના દર્દીઓને ધ્યાનમાં રાખીને રાજસ્થાન, દિલ્હી, ઓડિશા અને પશ્ચિમ બંગાળ પહેલા જ ફટાકડા પર પ્રતિબંધ લગાવી ચૂક્યા છે.

    ગાંધીનગર: રાજ્યમાં દિવાળી (Diwali 2020)ના તહેવાર પર ફટાકડા (Firecracker) ફોડવા પર પ્રતિબંધ (Ban) મૂકવો કે નહીં તે સંદર્ભે ગૃહ વિભાગે મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani) સાથે બેઠક યોજી છે. આ મામલે સરકાર તરફથી આજે કોઈ જાહેરાત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (National Green Tribunal) તરફથી ગુજરાત સહિત રાજ્યોને ફટાકડાથી ફેલાતા પ્રદૂષણ (Air Pollution) મામલે નોટિસ ફટકારી છે. ટ્રિબ્યૂનલે ગુજરાત સહિત રાજ્યોના ચીફ સેક્રેટરીને નોટિસ મોકલી છે.

    વાયુ પ્રદૂષણની સીધી અસર કોરોનાના દર્દીઓ પર થવાની સંભાવના

    વાયુ પ્રદૂષણને લઈને અનેક જાણકારી એવી આશંકા વ્યક્ત કરી ચૂક્યા છે કે તેની સીધી અસર કોરોના દર્દીઓ પર થઈ શકે છે. આને પગલે રાજસ્થાન, દિલ્હી, ઓડિશા અને પશ્ચિમ બંગાળ ફટાકડા પર પ્રતિબંધ લગાવી ચૂક્યા છે. ફટાકડા પર પ્રતિબંધ મામલે નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલમાં પણ સુનાવણી ચાલી રહી છે. આ મામલે 18 રાજ્યને એનજીટીએ નોટિસ મોકલી છે. મહારાષ્ટ્ર સરકારે પણ ઓસઓપી જાહેર કરીને લોકોને ફટાકડા ન ફોડવાની અપીલ કરી છે. આ મામલે આજે સાંજે ચાર વાગ્યા સુધી તમામ રાજ્યોએ એનજીટીને જવાબ આપવાનો છે.

    આ પણ વાંચો: સંશોધનમાં દાવો: ગંદકીમાં રહેતા લોકોનાં કોરોનાથી ઓછા મોત થયા, કારણ જાણીને તમને નવાઈ થશે

    NGTએ 18 રાજ્યને કર્યો સવાલ

    મંગળવારે એનજીટીએ અરજી પર સુનાવણી કરતા દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને હરિયાણાને આગામી સુનાવણી માટે નોટિસ મોકલી હતી. પરંતુ હવે આ સુનાવણીમાં વધુ 14 રાજ્ય સામેલ કરવામાં આવ્યા છે, જ્યાં હવાની ગુણવત્તા બહુ સારી નથી છે. આ રાજ્યમાં આધ્ર પ્રદેશ, આસામ, બિહાર, ચંદીગઢ, છત્તીસગઢ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, મેઘાલય, નાગાલેન્ડ, તામિલનાડુ, તેલંગાણા, ઉત્તરાખંડ, અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. હવે 9 નવેમ્બરના રોજ થનારી સુનાવણીમાં આ રાજ્ય પોતાનો પક્ષ મૂકશે.

    આ પણ જુઓ-

    ફટાકડાના વેપારીઓની રજૂઆત પર NGTએ આપ્યો હતો આવો જવાબ

    ફટાકડા પર પ્રતિબંધ મામલે ગુરુવારે એનજીટીમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન ફટાકડા કંપનીઓના એસોસિએશન તરફથી કહેવામાં આવ્યું હતું કે ફટાકડાની કંપનીઓ સાથે 10 હજાર લોકો જોડાયેલા છે. પ્રતિબંધ લગાવતા આ લોકો બેકાર થઈ જશે. આ અંગે એનજીટીએ કહ્યુ હતુ કે, આપણે જીવનનો ઉત્સવ મનાવી શકીએ, મોતનો નહીં. જેની થોડી જ વારમાં દિલ્હી સરકારે દિલ્હીમાં કોઈ પણ પ્રકારના ફટાકડાની ખીરીદી અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો હતો. રાજસ્થાન સરકાર પણ આશરે આઠ દિવસ પહેલા ફટાકડા પર પ્રતિબંધ લગાવી ચૂકી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Coronavirus, Diwali 2020, Firecracker, NGT, Vijay Rupani

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन