સરકાર નવા મોટર વ્હીકલ એક્ટના અમલ માટે મક્કમ, HSRP વગરના વાહનો પણ દંડાશે

સરકાર નવા મોટર વ્હીકલ એક્ટના અમલ માટે મક્કમ, HSRP વગરના વાહનો પણ દંડાશે
તસવીર @AhmedabadPolice

"દંડની રકમ વસૂલવા માટે આ નિર્ણય નથી લેવામાં આવ્યો. અમે અકસ્માતમાં મનુષ્ય ધનને ગુમાવવા માગતા નથી."

 • Share this:
  હિતેન્દ્ર બારોટ/ વિભુ પટેલ : રાજ્ય સરકાર 16મી સપ્ટેમ્બરથી નવા મોટર વ્હીકલ એક્ટ 2019 (Motor Vehicle Act 2019)ના અમલ માટે મક્કમ છે. જે બાદમાં HSRP (High Security Registration Plates) વગરના વાહનો પણ દંડાશે.

  નવા મોટ વ્હીકલ એક્ટ વિશે વાત કરતા રાજ્યના વાહનવ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યુ હતુ કે, 'ભારત સરકારના વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીએ દેશમાં અકસ્માતોની ગંભીરતાને લઈને આ નિર્ણય લીધો છે. રાજ્યમાં આ સંદર્ભે બે વર્ષ પહેલા રોડ સેફ્ટી ઑથોરિટી બની હતી. આગામી દિવસોમાં 16મી સપ્ટેમ્બરથી નવા કાયદાનો ચુસ્ત રીતે અમલ થશે. આ માટે ગૃહ વિભાગ અને વાહનવ્યવહાર વિભાગને પણ સૂચના આપવામાં આવી છે. દંડની રકમ વસૂલવા માટે આ નિર્ણય નથી લેવામાં આવ્યો. અમે અકસ્માતમાં મનુષ્ય ધનને ગુમાવવા માગતા નથી.'

  કોઈ અડચણ ઉભી ન થાય તેની વ્યવસ્થા કરાશે

  ગાંધીનગર ખાતે મીડિયા સાથે વાતચીત કરતા મંત્રી ફળદુએ વધુમાં જણાવ્યુ હતુ કે,'રાજ્યમાં 2 કરોડ 58 લાખ જેટલા વાહનો છે, તેમજ રાજ્યમાં 8 હજાર જેટલા અકસ્માતો થાય છે. આથી આને રોકવા માટે સખત નિર્ણય જરૂરી છે. નવા કાયદા પ્રમાણે લાઇસન્સ નથી એવા લોકોની સામે પગલાં ભરાશે. મંત્રીમંડળ અને અધિકારીઓએ પણ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. વાહનોના પીયૂસી મામલે ક્યાય પણ અડચણ ઉભી ન થાય તેવા પગલાં લેવાની પણ સૂચના આપી દેવામાં આવી છે.'

  નવા નિયમોની અમલવારી પહેલા RTOનું સર્વર ડાઉન

  16મી તારીખથી રાજ્યમાં નવા નિયમોનો અમલ થાય તે પહેલા જ આરટીઓ કચેરીનું સર્વર ડાઉન થયું છે. જેના પરિણામે આરટીઓ કચેરી બહાર લાંબી લાઈનો લાગી છે. સર્વર ડાઉન થતાં વિવિધ કામ માટે પેમેન્ટ અટકી ગયું છે. અરજદારો પોતાની અરજી માટે પેમેન્ટ નથી કરી શકતા. આ કારણે કચેરી ખાતે લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી.
  Published by:News18 Gujarati
  First published:September 12, 2019, 15:17 pm

  ટૉપ ન્યૂઝ