પોલીસ વિભાગમાં 26,000 જગ્યા ખાલી મુદ્દે રાજ્ય સરકારે HCમાં જવાબ રજૂ કર્યો

News18 Gujarati
Updated: September 26, 2019, 9:52 PM IST
પોલીસ વિભાગમાં 26,000 જગ્યા ખાલી મુદ્દે રાજ્ય સરકારે HCમાં જવાબ રજૂ કર્યો
રાજ્ય સરકાર દ્વારા હાઇકોર્ટ સમક્ષ જણાવેલી હકીકતો મુજબ બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ્સની ૮૧૦૬ જગ્યાઓ અને હથિયારી કોન્સ્ટેબલ્સની ૮૦૧૯ જગ્યાઓ ખાલી છે.

રાજ્ય સરકાર દ્વારા હાઇકોર્ટ સમક્ષ જણાવેલી હકીકતો મુજબ બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ્સની ૮૧૦૬ જગ્યાઓ અને હથિયારી કોન્સ્ટેબલ્સની ૮૦૧૯ જગ્યાઓ ખાલી છે.

  • Share this:
સંજય જોશી, અમદાવાદ: રાજ્યના પોલીસ વિભાગમાં ૩૧મી જુલાઇની સ્થિતિએ ૨૬૧૪૭ જેટલી પોસ્ટ ખાલી હોવાનું રાજ્ય સરકાર દ્વારા હાઇકોર્ટ સમક્ષ જણાવવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે હાઇકોર્ટ દ્વારા કરવામાં આવેલી સુઓમોટો પિટિશનમાં રાજ્ય સરકારે એક જવાબ રજૂ કરતાં ઉક્ત હકીકત જણાવી હતી. રાજ્યમાં પોલીસ વિભાગમાં કુલ ૧.૦૮ લાખ મંજૂર પોસ્ટની સામે હાલ ૨૬ હજારથી વધુ ખાલી છે. જોકે, સરકારે એ પણ સ્પષ્ટતા કરી હતી કે ૯૭૧૯ જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને જેના પગલે ખાલી જગ્યાઓ ઘટીને ૧૬૪૨૮ જેટલી રહેશે.

રાજ્ય સરકાર દ્વારા હાઇકોર્ટ સમક્ષ જણાવેલી હકીકતો મુજબ બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ્સની ૮૧૦૬ જગ્યાઓ અને હથિયારી કોન્સ્ટેબલ્સની ૮૦૧૯ જગ્યાઓ ખાલી છે. જે પોલીસ બેડામાં સૌથી વધુ ખાલી જગ્યાઓમાં મોખરે છે. જ્યારે કે બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર્સની ૪૬૫ અને ૬૭૫ સબ ઇન્સ્પેક્ટર્સની જગ્યાઓ પણ ખાલી છે. બિનહથિયારી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર્સની ૧૧૮૨, બિનહથિયારી હેડ કોન્સ્ટેબલ્સની ૨૧૩૫ અને હથિયારી આસિ.સબઇન્સ્પેક્ટર્સની ૪૩૫ જગ્યાઓ ખાલી હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. તે ઉપરાંત સ્ટેટ રિઝર્વ પોલિસની વિવિધ કેટેગરીમાં ૪૭૮૪ જેટલી જગ્યાઓ પણ ખાલી છે. આ ખાલી જગ્યાઓ પૈકી ૧૧૪૦૪ હોદ્દાઓ માટે ૨૦૧૯-૨૦માં ભરતી કરવાનો પ્રસ્તાવ છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં પોલીસ માટે કામ કરવાની અભાવગ્રસ્ત પરિસ્થિતિ અને અનેક મહત્ત્વપૂર્ણ હોદ્દાઓ ખાલી હોવાના મામલે હાઇકોર્ટ દ્વારા સુઓમોટો જાહેરહિતની અરજી કરવામાં આવી છે. જેમાં રાજ્ય સરકાર તરફથી વિગતવાર ડેટા સાથેનો જવાબ રજૂ કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૭માં સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામામાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે રાજ્યમાં કુલ ૧.૦૩ લાખના પોલીસ બળની સ્ટ્રેન્થ સામે ૨૮૫૮૦ પોસ્ટ્સ ૩૧ જાન્યુઆરી ૨૦૧૭ની સ્થિતિએ ખાલી છે. ત્યારબાદ ૧૧મી માર્ચ ૨૦૧૯ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા હાઇકોર્ટને સુઓમોટો કાર્યવાહી કરવાનો આદેશ કર્યો હતો અને રાજ્યને આદેશ કરી પોલીસ વિભાગની વર્તમાન પરિસ્થિતિ અંગે સ્પષ્ટતા કરવાનું જણાવ્યું હતું.
First published: September 26, 2019, 9:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading