Home /News /madhya-gujarat /શું તમારે PUC સેન્ટર ખોલવું છે? જાણી લો ગુજરાત સરકારનાં નવા અને સરળ નિયમો

શું તમારે PUC સેન્ટર ખોલવું છે? જાણી લો ગુજરાત સરકારનાં નવા અને સરળ નિયમો

પીયુસીની નવી ગાઇડલાઇનનો પરિપત્ર રાજ્યના વાહનવ્યવહાર વિભાગે બહાર પાડયો છે.

પીયુસીની નવી ગાઇડલાઇનનો પરિપત્ર રાજ્યના વાહનવ્યવહાર વિભાગે બહાર પાડયો છે.

ગીતા મહેતા, અમદાવાદ : ​કેન્દ્ર સરકારે નવા ટ્રાફિક નિયમો લાગુ કર્યા છે જેનો તમામ રાજ્યોની સરકારે અમલ કરવાનો છે. ગુજરાત રાજ્યમાં પણ કેન્દ્રનાં પરિપત્રનાં અમલીકરણની તૈયારી શરુ કરી દેવામાં આવી છે. પણ ખાટલે મોટી ખોડ એ છે કે, રાજ્યમાં અંદાજે એક હજાર જેટલા પીયુસી સેન્ટર્સ છે. જે માંગનાં પ્રમાણમાં ઘણાં ઓછા છે. જેથી વધુ એક હજાર જેટલા પીયુસી સેન્ટર ખોલવા માટે રાજ્ય સરકાર મંજૂરીઓ આપવા માટે તલપાપડ છે. પીયુસી સેન્ટર ખોલવા માટેના અટપટા નિયમોને કારણે એક હજારની માંંગ સામે માત્ર 30 અરજી રાજ્ય સરકારને મળી છે. જેથી પીયુસીના નિયમો હળવા કરવાની રાજ્ય સરકારને ફરજ પડી છે. પીયુસીના નિયમોમાં વિશેષ સુધારા સાથેનો પરિપત્ર જાહેર કર્યો છે.

પીયુસી સેન્ટર ખોલવા માટે 2011ની 8 પાનાની એવી અટપટી ગાઇડલાઇન હતી કે જેને અનુસરવામાં ઓછામાં ઓછો છથી 12 મહિનાનો સમય આરામથી નિકળી જાય. આ અનુસર્યા પછી પણ જરૂરી નથી કે તમને આ મંજૂરી તરત જ મળી જાય. ત્યારે પીયુસી સેન્ટર ખોલવા જેની જરુરિયાત જ નથી તેવા નિયમો અત્યાર સુધી હતાં. જે મુદ્દે રહી રહીને હવે સરકારની આંખો ઉઘડી છે. પીયુસી સેન્ટર ખોલવુ હોય તો અંદાજે 8 પાના જેટલા અધધ જેટલા નિયમો ફોલો કરવા પડતા હતા. જેમાં કેરેક્ટર સર્ટિફિકેટ, પીયુસી સેન્ટર ખોલવાની પરમિશન મળ્યા પહેલા પીયુસી મશીનની ખરીદી, બેન્ક તરફથી સધ્ધરતાનુ સર્ટિફિકેટ , દુકાનનો ભાડા કરાર જેવા ધણાં જ બિનજરુરી નિયમોનો સમાવેશ થતો હતો.

આ પણ વાંચો : PUC કેન્દ્રોવાળા વધારે પૈસા પડાવે છે? અહીં ઓનલાઇન ફરિયાદ કરો

પીયુસીની નવી ગાઇડલાઇનનો પરિપત્ર રાજ્યના વાહનવ્યવહાર વિભાગે બહાર પાડયો છે. ત્રણ પાનનાં આ નવા પરિપત્ર થકી અડધો અડધ જેટલા નિયમો વિભાગે કમી કરી નાંખ્યા છે. જેમાં અરજદારે અરજી સાથે માત્ર ત્રણ પૂરાવા રજૂ કરવાના રહેશે અને તાત્કાલિક પૂરાવા ના રજૂ કરી શકે તેમ હોય તો બાંહેધરી પત્રકથી પણ કામ ચાલી શકશે.

1- સેન્ટરની જગ્યા માલિકીની અથવા લીઝ પર લીધેલી હોવી જોઇએ.
2-અરજદારે ઓછામાં ઓછા 1 ગેસ એનલાઇઝર અથવા એક ધુમાડાનું મીટર કોમ્પ્યુટર જોડાણ કેમેરા સાથે ફીટ કરેલું હોવું જોઇએ.
3- ટેકનિશિયન ધોરણ 10 પાસ તથા ટેકનિકલ કોર્સ પાસ કરેલો હોવો જોઇએ.

અરજદારની અરજી મંજૂર થયા બાદ અરજદારે આ વાતોની બાંહેધરી આપવી પડશે.

1- રુપિયા 15 હજારની સિક્યોરિટી ડીપોઝીટ
2- મશીન ખરીદીના બિલોની સ્વપ્રમાણિત નકલ
3-મશીનનુ અપગ્રેડેશન અને કેલીબ્રેશન સર્ટીફિકેટ
4-વાહન 4.0 સાથે ઇન્ટીગ્રેશન કર્યાનો પૂરાવો
5-કોમ્પ્યુટર કેમેરા, પ્રિન્ટર, ખરીદી કર્યાના બિલની કોપી
6- પીયુસી મશીનની ટેસ્ટીંગ એજન્સીનુ પ્રમાણ પત્ર

આ પણ વાંચો : તસવીરોઃ સુરતમાં ટ્રાફિક નિયમોના પાલન માટે કિન્નરોએ વાહન ચાલકોને ગુલાબ આપી કરી અપીલ

ઉપર દર્શાવેલ ગાઇડલાઇન ફોલો કરી શકે તેમ હોય તેવા તમામ ઇચ્છુક ઉમેદવારોને તાત્કાલિક ધોરણે પીયુસી સર્ટિફિકેટ ઇશ્યુ કરી દેવા વાહનવ્યવહાર મંત્રીની સૂચના છે.
First published:

विज्ञापन