'ની રિપ્લેસમેન્ટ' માટે રાજ્ય સરકાર 80 હજાર રૂપિયા ચુકવશે : નીતિન પટેલ

Kaushal Pancholi | News18 Gujarati
Updated: August 29, 2019, 8:42 AM IST
'ની રિપ્લેસમેન્ટ' માટે રાજ્ય સરકાર 80 હજાર રૂપિયા ચુકવશે : નીતિન પટેલ
પ્રતિકાત્મક તસવીર

જ્યારે કેન્દ્ર સરકારે ની રિપ્લેસ્મેન્ટનાં દર્દીઓને 1.30 લાખ રૂપિયા આપવાની જણાવ્યું છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક જાહેરાત કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાત સરકાર મા અમૃતમ યોજના હેઠળ 'ની રિપ્લેસમેન્ટ' માટે 80 હજાર રૂપિયા આપશે. જ્યારે કેન્દ્ર સરકારે 'ની રિપ્લેસ્મેન્ટ'નાં દર્દીઓને 1.30 લાખ રૂપિયા આપવાનું જણાવ્યું છે.

આ અંગે જણાવતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે , આપણે આપણી યોજનામાં 80 હજાર રૂપિયાની કિંમત નક્કી કરી છે. તેની સાથે ડોકટરો પણ સહતમ છે. આથી જે દર્દીઓ 'ની રીપ્લેસમેન્ટ' કરાવે તેમની હોસ્પિટલને ગુજરાત સરકારની મા યોજના કે કેન્દ્રની આયુષમાન ભારત યોજના અંતર્ગત રૂ. 80 હજાર જ ચુકવાશે.

આ પણ વાંચો : સરકારી કર્મચારીઓને હવે રૂ. 20 લાખની મર્યાદામાં ગ્રેચ્યુઇટી ચુકવાશે

નોંધનીય છે કે રાજ્ય સરકારે મુખ્યમંત્રી અમૃતમ(મા), મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય અને આયુષ્માન ભારત યોજના હેઠળ પ્રાથમિક, સેકન્ડરી અને ટર્શરી સારવાર માટે રૂ.5 લાખ સુધીની કેશલેસ સહાયની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ પહેલા 'મા' અને 'મા વાત્સલ્ય' યોજના હેઠળ ઘૂંટણ અને થાપાની સર્જરી માટે રૂ. 40,000ની સહાય મળતી હતી.

આ પણ વાંચો : શું ખરેખર ગરુડેશ્વરને કેન્દ્રશાસિત જાહેર કરવામાં આવશે ?

તમને જણાવીએ કે મુખ્યમંત્રી અમૃતમ 'મા' અને 'મા વાત્સલ્ય' યોજના જે હેલ્થ ઈન્સ્યોરન્સ આધારિત છે, જેમાં કોઈપણ અન્ય વીમા કંપનીનો સમાવેશ થતો નથી. ગંભીર બીમારીઓ માટે કુટુંબ દીઠ વાર્ષિક મહતમ રૂ.2,00,000/- (અંકે રૂપિયા બે લાખ) સુધીની વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ દાઝેલા, હદયરોગ, કિડનીના ગંભીર રોગ, મગજના રોગ, ગંભીર ઈજાઓ, અકસ્માત, નવજાત શિશુઓના ગંભીર રોગો, કેન્સર ઓપ્રેસન જેવી કુલ-628 જેટલી બીમારીઓ માટે ઉતમ પ્રકારની સારવાર આપવામાં આવે છે.
First published: August 29, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading