રાજ્ય સરકારની જાહેરાત : ગરીબ અસંગઠિત શ્રમિકો માટે રૂ. 650 કરોડનું આર્થિક સહાય પેકેજ જાહેર


Updated: April 2, 2020, 10:22 AM IST
રાજ્ય સરકારની જાહેરાત : ગરીબ અસંગઠિત શ્રમિકો માટે રૂ. 650 કરોડનું આર્થિક સહાય પેકેજ જાહેર
રાજ્ય સરકારની જાહેરાત.

રાજ્યના 65 લાખ પરિવારોને 1 હજાર રૂપિયાની રોકડ સહાય આપવાની જાહેરાત, રકમ સીધી જ તેમના ખાતામાં જમાં થશે.

  • Share this:
ગાંધીનગર : હાલ કોરોના વાયરસ (Coronavirus)ને નાથવા માટે દેશમાં 21 દિવસનું લૉકડાઉન (21 Days Lockdown) જાહેર કરવામાં આવ્યું છે. લૉકડાઉન દરમિયાન ખાસ કરીને મજૂર વર્ગ (Poor Labours)ને તકલીફ ફડી રહી છે. તેમની મુશ્કેલી ઓછી થાય તે માટે સરકાર ખાસ પગલાં ભરી રહી છે. જે અનુસંધાને બુધવારે રાજ્યના મુખ્યમંત્રી મુખ્યમંત્રી વિજય રૂપાણી (Gujarat CM Vijay Rupani) અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Dy CM Nitin Patel)ની અધ્યક્ષતામાં પ્રવર્તમાન પરિસ્થિતિમાં નિયમિત મળતી કોર કમિટીની બેઠકમાં રાજ્યના 65 લાખ જેટલા ગરીબ શ્રમજીવી અસંગઠિત કામદારો તેમજ બાંધકામ શ્રમિકો માટે આર્થિક સહાયનું રૂપિયા 650 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગેની જાહેરાત કરતા કહ્યું કે, આજથી (બુધવારથી) રાજ્યના ગરીબ શ્રમજીવી અસંગઠિત કામદારો, બાંધકામ શ્રમિકો એવા 65 લાખ પરિવારોને વિના મૂલ્યે અનાજનું  વિતરણ શરૂ થયું છે. આજે એક જ દિવસમાં અંદાજે 10 લાખથી વધુ લોકોને અનાજ મળી પણ ગયું છે. આવા લોકો પ્રત્યે સંવેદના દર્શાવતા રાજ્ય સરકારે કોરોનાની સ્થિતિમાં આર્થિક સહાયરૂપ થવા આવા 65 લાખ પરિવારોને 1 હજાર રૂપિયા રોકડ સહાય તેમના ખાતામાં જમા કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો : અમદાવાદ : AMCનો મહત્વપૂર્ણ નિર્ણય, કોરોના પોઝિટિવ કેસના દર્દીઓના નામ જાહેર કર્યા

વિજય રૂપાણીએ જણાવ્યું કે આજની સ્થિતિમાં આવા પરિવારોને આર્થિક સહાયના પૈસા મળશે. સાથે જ કંપનીઓ, ફેક્ટરીઓ અને ઘરમાં કામ કરનાર કામવાળાઓનો પણ પગાર કંપની, ફેક્ટરી કે ઘર માલિકે કરવો પડશે. જો આ કામદારોનો પગાર નહીં કરવામાં આવે તો જે તે વ્યક્તિ કે કંપની સામે ફોજદારી ગુના સહિતની જોગવાઈઓ દાખલ કરવામાં આવી છે.

ગૌ શાળા પાંજરાપોળ માટે સરકારની જાહેરાત

રાજ્યમાં લૉકડાઉનની સ્થિતિમાં મૂંગા અને અબોલ પશુઓ પ્રત્યે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અનોખી સંવેદના દર્શાવી એક મહત્વપૂર્ણ કર્યો છે. જે પ્રમાણે રાજ્યમાં આવેલી રજિસ્ટર્ડ ગૌ શાળાઓ અને પાંજરાપોળના પશુઓને હાલની પરિસ્થિતિમાં પૂરતો ઘાસચારો મળી રહે અને આવા પાંજરાપોળ ગૌ શાળા સંચાલકો આર્થિક સંકડામણ ન અનુભવે તે માટે રાજ્યની રજિસ્ટર્ડ ગૌ શાળા પાંજરાપોળના આશરે 4 લાખ જેટલા પશુઓ માટે એપ્રિલ મહિનામાં પશુ દીઠ રોજના 25 રૂપિયા સહાય રાજ્ય સરકાર આપશે. આ સહાય આપવાને કારણે રાજ્ય સરકાર રૂપિયા 30 થી 35 કરોડનો અંદાજિત વધારાનો બોજ વહન કરશે.
First published: April 2, 2020, 10:22 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading