રાજ્ય સરકારે કોન્ટ્રાક્ટ કેરેજ બસોનાં ઓપરોટરોને રાહત આપી,એડવાન્સ વેરો-ફી નહીં ભરવી પડે

રાજ્ય સરકારે કોન્ટ્રાક્ટ કેરેજ બસોનાં ઓપરોટરોને રાહત આપી,એડવાન્સ વેરો-ફી નહીં ભરવી પડે
પ્રતિકાતમ્ક તસવીર

એપ્રિલ માસમાં કોન્ટ્રાક્ટ કેરેજ બસો નોનયુઝ જાહેર કરવા તથા એડવાન્સમાં વેરો તેમજ ફી નહિ ભરવા સહિતની નોનયુઝ મૂકવાની કાર્યરીતીમાં સરળતા કરવાનો નિર્ણય.

  • Share this:
અમદાવાદ : કોરોનાના સંક્રમણને રોકવા સમગ્ર દેશમાં જાહેર કરાયેલા 21 દિવસના સંપૂર્ણ લોકડાઉન સંદર્ભે જાહેર હિતમાં લેવાયેલા આ પગલાઓને કારણે વ્યવસાયીક હેતુ માટે વપરાતી કોન્ટેકટ કેરેજ બસોનો વપરાશ અટકી ગયો છે. જેને કારણે ખાનગી માલીકીની કોન્ટ્રાક્ટ કેરેજ બસોને વ્યવસાય નહીં હોવાથી થઇ રહેલા નુકશાન બાબતે લકઝરી બસ એસોસિયેશન તરફથી વાહન વ્યવહાર મંત્રી સમક્ષ રજુઆતો કરવામાં આવી હતી. જેને ગંભીરતાથી લઇને આ સરકાર દ્વારા એપ્રિલ માસમાં કોન્ટ્રાક્ટ કેરેજ બસો નોનયુઝ જાહેર કરવા તથા એડવાન્સમાં વેરો તેમજ ફી નહિ ભરવા સહિતની નોનયુઝ મૂકવાની કાર્યરીતીમાં સરળતા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

કોરોનાના સંક્રમણને રોકવા દેશના વડાપ્રધાને 24 માર્ચેના રાષ્ટ્રજોગ સંબોધનથી સમગ્ર દેશમાં જાહેર કરેલા 21 દિવસના સંપૂર્ણ લોકડાઉનનો ગંભીરતાપૂર્વક અમલ રાજ્ય સરકાર સુનિશ્ચિત કરી રહી છે. ગુજરાત સરકાર તેમજ અન્ય રાજ્ય સરકારોએ પણ પોતાના વિવિધ આદેશ/નોટીફીકેશનથી રાજ્યમાં વાહનોના પરિવહન પર પ્રતિબંધ, લોકડાઉન અને અમુક વિસ્તારમાં કરફ્યુ જાહેર કરેલ છે.


રાજ્ય સરકારે અવલોકન કર્યું કે, વિશાળ જાહેર હિતમાં લેવાયેલા આ પગલાઓને કારણે વ્યવસાયીક હેતુઓ માટે વપરાતી કોન્ટેકટ કેરેજ બસોનો વપરાશ અટકી ગયો છે. જેના કારણે ખાનગી માલીકીની કોન્ટ્રાક્ટ કેરેજ બસોને વ્યવસાય નહીં હોવાથી નુકશાન થઇ રહ્યુ છે. આ સંદર્ભે લકઝરી બસ એસોસિયેશન તરફથી પણ વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુ સમક્ષ રજુઆતો કરવામાં આવી હતી.
એપ્રિલ માસમાં વાહનના બિન વપરાશ મુકવા બાબતે જરૂરી એડવાન્સ વેરો હાલના તબકકે ન લેવા એસોસિએશન તરફથી વિનંતી કરવામાં આવી હતી. જેને ગંભીરતાથી લઇને  સરકાર દ્વારા એપ્રિલ માસમાં કોન્ટ્રાક્ટ કેરેજ બસો નોનયુઝ જાહેર કરવા તથા એડવાન્સમાં વેરો તેમજ ફી નહિ ભરવાનો નિર્ણય લીધો છે.

હાલના સંજોગોમાં કોન્ટ્રાક્ટ કેરેજ ઓપરેટરોને થયેલ અથવા થનાર નુકશાનની પરિસ્થિતિને ધ્યાને લઇ એપ્રિલ માસમાં નોનયુઝ મુકવાની કાર્યરીતીમાં સરળતા કરવાની પધ્ધતી જાહેર હીતમાં નક્કી કરવામાં આવી છે. જે અંતર્ગત
1. એપ્રિલ માસમાં કોન્ટ્રાક્ટ કેરેજ બસોનું નોનયુઝ જાહેર કરવા એડવાન્સમાં વેરો તેમજ ફી ભરવાની જરૂર રહેશે નહીં.
2. આ નોનયુઝ જાહેર કરવા બસના માલિકો અથવા કબજેદારો અથવા નિયંત્રકોએ કચેરીએ જવુ પડશે નહી. પરંતુ સંબંધિત આર.ટી.ઓ / એ.આર.ટી.ઓ. કચેરીઓના ઈમેલ આઈ.ડી મારફતે તા.01-04-2020 અગાઉ નોનયુઝ જાહેર કરવાનું રહેશે.
3. જો એપ્રિલ માસમાં બસ શરૂ કરવાની થાય ત્યારે એપ્રિલ માસનો જરૂરી મોટર વાહન વેરો ભરપાઈ કરવાનો રહેશે. જેની પર દંડ કે વ્યાજ વસુલવાનું રહેશે નહી.
4. ભવિષ્યમાં પરિસ્થિતિ અનુસાર હવે પછી નિર્ણય કરવામાં આવશે.
First published:March 26, 2020, 07:32 am