સરકાર 1લી નવેમ્બરથી મગફળીની ખરીદી કરશે, ખેતીમાં 33%થી વધુ નુકસાનીનું વળતર મળશે

News18 Gujarati
Updated: October 17, 2019, 3:33 PM IST
સરકાર 1લી નવેમ્બરથી મગફળીની ખરીદી કરશે, ખેતીમાં 33%થી વધુ નુકસાનીનું વળતર મળશે
સરકાર દિવાળી પછી ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે.

રાજ્ય સરકારે ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી દીધી છે.

  • Share this:
ગીતા મહેતા, ગાંધીનગર : આ મહિનાની શરૂવાતથી જ માર્કેટ યાર્ડની આવક શરૂ થઇ ગઇ છે. વરસાદ રોકાતા ખેડૂતોને રાહત શ્વાસ મળ્યો છે. જોકે, આ વર્ષે અતિવૃષ્ટીના કારણે ખેડૂતોની મગફળીમાં મુંડાનો રોગ તેમજ ફુગ બેસી જવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે હાલ ખેડૂતો માર્કેટ યાર્ડમા મગફળી વેચવા લાવી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારે ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી દીધી છે. ગાંધીનગર અન્ન પુરવઠા વિભાગ દ્વારા 1 નવેમ્બરથી મગફળી ખરીદી કરવામાં આવશે. આ સાથે ખરીદી 30મી જાન્યુઆરી 2020 સુધી થશે.

33 ટકાથી વધારે નુક્સાનીનું વળતર મળશે

ગુજરાતમાં મગફળી ખરીદીનાં 122 સેન્ટર ખાતે ખેડૂતો મગફળી વેચી શકશે. પ્રથમ તબક્કે ખેડૂત દીઠ  2500 કિ.ગ્રામ મગફળી ખરીદવામાં આવશે. નોંધનીય છે કે મગફળી ટેકાનાં ભાવે વેચાણ માટે 4.44 લાખ રજીસ્ટ્રેશન થયા છે. કૃષિ વિભાગની માર્ગદર્શિકા પ્રમાણે ખેડૂતોને તેના પાકની નુકસાની જોઇને તેનું વળતર આપવામાં આવશે. ખેતીમાં 33 ટકાથી વધારે નુક્સાનીનું વળતર મળશે. મહત્તમ 2 હેક્ટર સુધી નુક્સાનીનું વળતર મળશે. પિયત વિસ્તારમાં પ્રતિ હેક્ટર રૂ. 13500 વળતર મળશે. બિન પિયત વિસ્તારમાં પ્રતિ હેક્ટર રૂ. 6500 વળતર આપવામાં આવશે.

આ પણ વાંચો : રાજ્યમાં હવે ધો.8 નાપાસ ટ્રક ડ્રાઇવરને પણ લાઇસન્સ મળશે

નોંધનીય છે કે ખેડૂતો પોતાની મગફળી વેચવા માટે માર્કેટ યાર્ડમાં પહોંચી ગયા છે. તેવા જ એક ખેડૂત સાથે વાત કરતાં સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કોંડ ગામે રહેતા જગદીશભાઈએ ન્યૂઝ18ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ, પોતાના ગામના ખેડૂતો સાથે મગફળી વેચવા રાજકોટના માર્કેટ યાર્ડમા આવ્યા છે. મગફળીની સતત આવકના કારણે તેમના ગામના ખેડૂતો સાથે બે દિવસથી વારો નથી આવ્યો. જેના કારણે તેમની મગફળી વેચાઇ નથી. જેથી એક દિવસનુ મેટાડોરનુ ભાડુ 1500 રુપિયા, મજુરનો ખર્ચ તેમજ તેમનો પોતાનો રહેવા જમવાનો ખર્ચ 2500 થી લઈ 3000 સુધીનો થાય છે. એક તરફથી હલકી ગુણવતા વાળી મગફળી થતા ટેકાના ભાવ કરતા અડધા ભાવ મળી રહ્યા છે. તો બીજી તરફ પડતર પડયા રહેવાની ફરજ પડતા તેમના નુકશાનમાં વધારો થઈ રહ્યો છે
First published: October 17, 2019, 3:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading