કૉંગ્રેસનો આક્ષેપ, 'ગુજરાત સરકારે 58 હજાર કરોડ રૂ.નાં ખર્ચે 40 હજાર ચાઇનીઝ ટેબ્લેટ ખરીદ્યા'

News18 Gujarati
Updated: June 24, 2020, 7:58 AM IST
કૉંગ્રેસનો આક્ષેપ, 'ગુજરાત સરકારે 58 હજાર કરોડ રૂ.નાં ખર્ચે 40 હજાર ચાઇનીઝ ટેબ્લેટ ખરીદ્યા'
પ્રતિકાત્મક તસવીર

'એક તરફ આત્મનિર્ભરની વાત થાય છે અને બીજીબાજુ ચાઇનાની પ્રોડક્ટ ખરીદીને ગુજરાત સરકારની કરની અને કથનીમાં ફેર છે.'

  • Share this:
અમદાવાદ : ભારતીય સરહદ પર 20 જવાનોને શહીદ કરનારા ચીન સામે દેશભરનાં લોકમાં રોષ ભભૂક્યો છે. રાજ્ય સહિત દેશનાં લોકો ચીનને પોતાની તાકાત બતાવવા માટે ચીની વસ્તુઓનો બહિષ્કાર કરી રહ્યાં છે. આ પરિસ્થિતિ વચ્ચે ગુજરાત સરકારે 40 હજાર ચીની ટેબ્લેટ ખરીદ્યાનો આક્ષેપ કૉંગ્રેસનાં મુખ્ય પ્રદેશ પ્રવક્તા ડૉ. મનીશ દોશીએ કર્યો છે. આ ટેબ્લેટની કિંમત 58 હજાર કરોડ થાય છે.

ચાઇનીઝ ટેબલેટનું રાજ્યની શાળામાં વિતરણ થશે

કૉંગ્રેસનાં પ્રદેશ પ્રવક્તાએ આક્ષેપ કરતા આગળ જણાવ્યું કે, સ્વદેશી ઉત્પાદન અને આત્મનિર્ભરની સુફિયાણી વાતો કરનાર ભાજપનો ચાઇના પ્રેમ ખુલ્લો પડયો છે. ચીન પ્રોડક્ટ્સની ખરીદીને પગલે કોંગ્રેસ શિક્ષણમંત્રીના રાજીનામાની માંગણી કરી છે. ગુજરાતમાં ભાજપ સરકારે કેન્દ્ર સરકારના સર્વ શિક્ષા અભિયાનના નાણાંમાંથી મેઇડ ઇન ચાઇના ટેબલેટની ખરીદી કરી છે. રાજ્યની શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઇન હાજરી પૂરવા માટે મેઇડ ઇન ચાઇના મોડલના લિનોવા કંપનીના ટેબલેટ ખરીદવામાં આવ્યાં છે. આ એક ટેબલેટની કિમત રૂા.14,500 છે. રાજ્ય સરકારે 40 હજાર ટેબલેટ ખરીદવામાં આવ્યાં છે. તાજેતરમાં ચાઇનીઝ ટેબલેટનુ રાજ્યભરની શાળાઓમાં વિતરણ કરાયુ છે.

આ પણ જુઓ- 

આ પણ વાંચો- અમદાવાદ : ભગવાન જગન્નાથની રથયાત્રા શહેરમાં ન નીકળી તો અમી છાંટણા પણ ન પડ્યાકૉંગ્રેસે શિક્ષણમંત્રીનું રાજીનામું માંગ્યું

તેમણે વધુમાં કહ્યું કે, એક તરફ આત્મનિર્ભરની વાત થાય છે અને બીજીબાજુ ચાઇનાની પ્રોડક્ટ ખરીદીને ગુજરાત સરકારની કરની અને કથનીમાં ફેર છે. દેશભરમાં ચીનની નફ્ફટાઇ સામે રોષ ભભૂક્યો છે ત્યારે ગુજરાતમાં ભાજપ સરકારને જાણે ચીન પ્રત્યે પ્રેમ ઉભરાયો છે. કોંગ્રેસે એવી માંગ કરી છેેકે, ચાઇના ટેબલેટની ખરીદીની જવાબદારી સ્વિકારી શિક્ષણમંત્રીએ રાજીનામુ આપવું જોઇએ.
First published: June 24, 2020, 7:51 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading