ખેડૂતો આનંદો: હવેથી સરકાર રૂ 665 પ્રતિ હોર્સ પાવર પ્રતિવર્ષ દર વસૂલાશે

News18 Gujarati
Updated: November 28, 2019, 6:16 PM IST
ખેડૂતો આનંદો: હવેથી સરકાર રૂ 665 પ્રતિ હોર્સ પાવર પ્રતિવર્ષ દર વસૂલાશે
પ્રતિકાત્મક તસવીર

આ નિર્ણયથી હાલ 7.5 હોર્સ પાવરથી વધારાના વીજ જોડાણ ધરાવતા અંદાજે 2 લાખ કૃષિ વિષયક વીજગ્રાહકો – ખેડૂતોને લાભ મળશે.

  • Share this:
ગાંધીનગર: રાજ્યનાં ખેડૂતો અને તમામ કૃષિ વિષયક વીજ ગ્રાહકો- ખેડૂતો પાસેથી એક સમાન વીજ દર કૃષિ વિષયક વીજ વપરાશ અંગે લેવાનો સરકારે નિર્ણય કર્યો છે

રાજ્યમાં હોર્સ પાવર આધારિત કૃષિવિષયક વીજ ગ્રાહકો-ખેડૂતો માટે 0 થી 7.5 હોર્સ પાવર સુધીના વીજ જોડાણના પ્રતિ વર્ષ રૂ. 665 પ્રતિ હોર્સ પાવરનો દર વસુલ કરવામાં આવે છે તેમજ 7.5 હોર્સ પાવરથી વધુના વીજ જોડાણ માટે પ્રતિવર્ષ 807.50 પ્રતિ હોર્સ પાવર દર હાલ છે

હવે પછી 0 થી 7.5 હોર્સ પાવર તેમજ 7.5 હોર્સ પાવરથી વધુ બન્ને માટે એકસમાન રૂ. 665 પ્રતિ હોર્સ પાવર પ્રતિ વર્ષનો વીજ દર રહેશે

ઉત્તર ગુજરાત પ્રદેશમાં ભૂર્ગભ જળના સ્તર નીચા ગયેલા હોવાથી ખેડૂતોને વધુ ઊંડાણથી પાણી સિંચાઇ હેતુ માટે લેવા વધારાના હોર્સ પાવરની વીજ મોટર લગાવવી પડે છે.

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે ગુજરાત વીજ નિયમન પંચ દ્વારા નિયત થયા મુજબ આવા વીજ જોડાણો માટે એક સમાન વીજ દર પ્રતિ હોર્સ પાવર રૂ. 2400 પ્રતિ વર્ષ 1 લી એપ્રિલ-2013થી વસુલ કરવાનો નિર્ણય કરવામાં આવેલો છે.

હવે 7.5 થી વધુ હોર્સ પાવરના જોડાણ માટે રૂ. 142.50 પ્રતિ હોર્સ પાવર પ્રતિ વર્ષ જેટલી વધારાની રકમ રાજ્ય સરકાર દ્વારા વધારાની સબસીડી રૂપે વહન કરવાની થશે.આ નિર્ણયથી હાલ 7.5 હોર્સ પાવરથી વધારાના વીજ જોડાણ ધરાવતા અંદાજે 2 લાખ કૃષિ વિષયક વીજગ્રાહકો – ખેડૂતોને લાભ મળશે.

રાજ્ય સરકારને આ તફાવત પેટે વાર્ષિક અંદાજે રૂ. 77 કરોડનો વધારાનો બોજ વહન કરવાનો થશે.

 
First published: November 28, 2019
વધુ વાંચો
अगली ख़बर