હવે ગુટલીબાજ શિક્ષકો બચી નહીં શકે, સરકારે લીધો આવો નિર્ણય

News18 Gujarati
Updated: June 6, 2019, 5:38 PM IST
હવે ગુટલીબાજ શિક્ષકો બચી નહીં શકે, સરકારે લીધો આવો નિર્ણય

  • Share this:
સંજય ટાંક, અમદાવાદ, આંતરપ્રિન્યોરશીપ ડેવલોપમેન્ટ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયા, ભાટ ખાતે સ્ટુડન્ટ સ્ટાર્ટ - અપ અને ઇનોવેશન પોલિસી (SSIP) સેલ અને ગુજરાત નોલેજ સોસાયટી (GKS)ના નેજા હેઠળ ગુજરાત સરકાર, 'સ્ટુડન્ટ ઇનોવેશન, સ્ટાર્ટ-અપ્સ અને ઇકોસિસ્ટમ' પર બે દિવસીય SSIP 'વાર્ષિક કોન્ફરન્સ'નો પ્રારંભ કરાયો છે. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સરકારે શિક્ષકો માટે શરૂ કરેલા મોબાઇલ-આધારિત એટેન્ડન્સ સિસ્ટમની જાહેરાત કરી હતી.

આ પ્રસંગે "SSIP પ્રસંશા" ઍવોર્ડ્સ વિતરણ પણ કરાયા હતા. તો સાથે જ કોન્ફરન્સમાં શિક્ષણ પ્રધાનના હસ્તે મોબાઇલ-આધારિત એટેન્ડન્સ સિસ્ટમનો પ્રારંભ કરાયો હતો. કોલેજોમાં નવા સત્રથી મોબાઈલ બેઇઝ ઓનલાઈન એટેન્ડન્સ સિસ્ટમ શરુ કરાતા ગેરહાજર રહેતા શિક્ષકો અને વિદ્યાર્થીઓ પર શિક્ષણ વિભાગની સીધી નજર રહેશે.

અહીં ક્લિક કરી વાંચોઃ સુરતમાં 12મી જૂને રોજગાર ભરતી મેળો યોજાશે, આ રહી વિગતો

આંતરપ્રિન્યોરશીપ ડેવલોપમેન્ટ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયા, ભાટ ખાતે સ્ટુડન્ટ સ્ટાર્ટ - અપ અને ઇનોવેશન પોલિસી (SSIP) સેલ અને ગુજરાત નોલેજ સોસાયટી (GKS)ના નેજા હેઠળ ગુજરાત સરકાર, 'સ્ટુડન્ટ ઇનોવેશન, સ્ટાર્ટ-અપ્સ અને ઇકોસિસ્ટમ' પર બે દિવસીય SSIP 'વાર્ષિક કોન્ફરન્સ શરુ થઈ છે. જેમાં દેશભરમાંથી 155 સ્ટાર્ટ-અપ્સ અને 118 યુવાન સંશોધકો હાજર રહેશે. 18 શૈક્ષણિક સંસ્થાઓ, 9 યુનિવર્સિટીઓ અને 79 મેન્ટર ભાગ લેશે. SSIP વાર્ષિક પરિષદનું આયોજનનો મુખ્ય વિચાર શૈક્ષણિક સંશોધકો, વ્યાવસાયિકો અને અન્ય લોકોને સ્ટાર્ટ અપ અને ઈનોવેશનના વિચારો અંગેના તેમના સંશોધનો રજૂ કરવા માટેનું પ્લેટફોર્મ આપવાનો છે..

હવે કર્મચારીઓ સામેથી કચ્છ જવા તૈયાર થયા

આ ખાસ પ્રસંગે રોજગારી કેવી રીતે પેદા કરી શકાય તે અંગે વાત કરતા શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે કચ્છ રણોત્સવ એ તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીનું ઇનોવેશન છે. હજારો વર્ષો સુધી કચ્છનો વિકાસ કેવી રીતે કરવો તે કોઈને ના સૂઝ્યું પહેલા કચ્છમાં બદલી થવી તેને અધિકારી સજા ગણતા હતા પરંતુ હવે અધિકારીઓ સામેથી કચ્છમાં જવા રસ દાખવે છે. કચ્છ રણોત્સવ કાર્યક્રમ અને પ્રવાસનનો વિકાસ થતા ત્યાં રોજગારી વધી જેને તેમણે ઇનોવેશન સાથે સરખાવ્યું હતું... તો સાથે વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલા અવનવા પ્રોજેક્ટને નિહાળીને તેના અંગે સમજ પણ મેળવી હતી.ગુજરાત સરકારની સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસીનો હેતુ યુવા વિદ્યાર્થીઓના નવીનતાઓ અને વિચારોને ટેકો આપવા અને તેમના સર્જનાત્મક અનુસરવાના મહત્તમ ઉપયોગ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા માટે એક સંકલિત, રાજ્યવ્યાપી, યુનિવર્સિટી આધારિત નવીનતા ઇકોસિસ્ટમ બનાવવાનો છે..ત્યારે રાજ્ય સરકારની આ હકારાત્મક પહેલ ભવિષ્યમાં કેટલી કારગાર નીવડે છે તે આગામી સમય જ બતાવશે.
First published: June 6, 2019
વધુ વાંચો
अगली ख़बर