સરકારે પાકને થયેલા નુકસાનની માહિતી આપવા ખેડૂતો માટે જિલ્લા પ્રમાણે ટોલ ફ્રી નંબર જાહેર કર્યા

News18 Gujarati
Updated: October 31, 2019, 4:03 PM IST
સરકારે પાકને થયેલા નુકસાનની માહિતી આપવા ખેડૂતો માટે જિલ્લા પ્રમાણે ટોલ ફ્રી નંબર જાહેર કર્યા
ટોલ ફ્રી નંબર.

સરકારે જાહેર કરેલી યાદીમાં કયા જિલ્લામાં ખેડૂતોએ કયા નંબર પર ફોન કરવાનો રહેશે તેની માહિતી સામેલ છે.

  • Share this:
હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર : રાજ્યના 18 જિલ્લાના 44 તાલુકાઓમાં છેલ્લા ત્રણ દિવસમાં 1 ઇંચથી વધુ કમોસમી વરસાદ થયો છે. જે અનુસંધાને વિજય રૂપાણી સરકારે આજે પાક વીમા અંગે ખેડૂતોની સુવિધા માટે જિલ્લા પ્રમાણે ટોલ ફ્રી નંબર જાહેર કર્યા છે. આ ટોલ ફ્રી નંબર પર ખેડૂતો પોતાની ફરિયાદ નોંધાવી શકશે. આ પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમાર, રાહત કમિશ્નર તથા કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી. બેઠક દરમિયાન કમોસમી વરસાદથી ખેતીને થયેલા નુકસાન અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ કૃષિ વિભાગ તરફથી પત્રકાર પરિષજ યોજીને આ અંગેની જાણકારી આપવામાં આવી હતી.

સરકારે જાહેર કરેલી યાદીમાં કયા જિલ્લામાં ખેડૂતોએ કયા નંબર પર ફોન કરવાનો રહેશે તેની માહિતી સામેલ છે. આ સાથે જ જિલ્લા પ્રમાણે કઈ વીમા કંપની છે તેની માહિતી આપવામાં આવી છે. ખેડૂતો સરકારે જાહેર કરેલા ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરીને પોતાના વિસ્તારમાં પાકને થયેલા નુકસાન અંગે જાણ કરી શકશે.કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પી. કે. પરમારે આ અંગેની વિગતો પત્રકારોને આપતા જણાવ્યું કે, આ નુકસાની સંદર્ભમાં બે તબક્કે સર્વેની પ્રક્રિયા હાથ ધરાશે. જે ખેડૂતોએ પાકનો વીમો ઉતરાવ્યો છે તે ખેડૂતોએ પાક નુકસાન અંગે વીમા કંપનીઓનાં ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરવાની રહેશે. આવી ફરિયાદ મળ્યા બાદ વીમા કંપની અને રાજ્ય સરકારના કૃષિ વિભાગના અધિકારીઓ સાથે મળી સર્વે કરશે.કૃષિ અધિક મુખ્ય સચિવે જે 18 જિલ્લાના 44 તાલુકાઓમાં એક ઇંચ થી વધુ વરસાદ થયો છે તેની વિગતો આપતા કહ્યું કે, આ વરસાદથી ખાસ કરીને ડાંગર કપાસ અને મગફળીના પાકને નુકસાન થયું છે. જે 44 તાલુકાઓમાં વરસાદ થયો છે તેમાં સુરેન્દ્રનગરના 7, ખેડાના 5, ભરૂચના 4, મોરબીના 4, અમદાવાદ, આણંદ, નર્મદાના 3-3, અરવલ્લી, નવસારી, રાજકોટ અને વડોદરાના 2-2 તેમજ અમરેલી, છોટાઉદેપુર, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ, કચ્છ અને વલસાડના 11 તાલુકાઓનો સમાવેસ થાય છે. પરમારે એમ પણ કહ્યું કે જે ખેડૂતોએ વીમો ઉતરાવ્યો છે તેમણે 72 કલાકમાં ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરવાની હોય છે, ત્યાર બાદ 10 દિવસમાં વીમા કંપની દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાતી હોય.

સરકારની જાહેરાત પ્રમાણે જે વિસ્તારમાં ખેડૂતોએ પાક વીમો નથી લીધી ત્યાં પણ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. તેમજ તેમને પણ SDRFના ધારાધોરણ પ્રમાણે સહાય ચુકવવામાં આવશે.સરકારે જાહેર કરેલા ટોલ ફ્રી નંબર :

જિલ્લો : રાજકોટ, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ
વીમા કંપની : રિલાયન્સ જનરલ ઇન્શ્યોરન્સ કો.
ટોલ ફ્રી નંબર : 1800 300 24088

જિલ્લો : અમરેલી, પંચમહાલ, ભરૂચ, મહેસાણા, ગાંધીનગર, નર્મદા
વીમા કંપની : યુનિવર્સલ સોમ્પો જનરલ ઇન્શ્યોરન્સ કો.
ટોલ ફ્રી નંબર : 1800 200 5142

જિલ્લો : જામનગર, મહીસાગર, દાહોદ, ગીર-સોમનાથ, બરોડા, છોટાઉદેપુર
વીમા કંપની : ભારતી એક્સા જનરલ ઇન્શ્યોરન્સ કો.
ટોલ ફ્રી નંબર : 1800 103 7712જિલ્લો : જૂનાગઢ, અમદાવાદ, બોટાદ, સાબરકાંઠા, કચ્છ
વીમા કંપની : એગ્રીકલ્ચર ઇન્શ્યોરન્સ કો. ઓફ ઇન્ડિયા લી. (AIC)
ટોલ ફ્રી નંબર : 1800 116 515

જિલ્લો : મોરબી, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ, આણંદ
વીમા કંપની : યુનિવર્સલ સોમ્પો જનરલ ઇન્શ્યોરન્સ કો.
ટોલ ફ્રી નંબર : 1800 200 5142

જિલ્લો : દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ભાવનગર, અરવલ્લી, ખેડા
વીમા કંપની : રિલાયન્સ જનરલ ઇન્શ્યોરન્સ કો.
ટોલ ફ્રી નંબર : 1800 300 24088
First published: October 31, 2019, 1:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading