ગાંધીનગર : ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ (Gujarat Health Department) તરફથી મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. જે પ્રમાણે ખાનગી લેબમાં કરવામાં આવેલા કોરોના ટેસ્ટ (Corona Test Charges)ના ચાર્જમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. અન્ય રાજયોમાં કોરોના ટેસ્ટના ઓછા ભાવને પગલે ઘણા દિવસોથી રાજ્યમાં પણ ચાર્જ ઘટાડવાની માંગ કરવામાં આવી રહી હતી. નવો ચાર્જ આજથી જ લાગૂ કરી દેવામાં આવ્યો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Dy CM Nitin Patel) તરફથી આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યમાં ખાનગી લેબ તરફથી કોરોના ટેસ્ટ માટે રૂપિયા 4,000 થી 4500 ચાર્જ લેવામાં આવ્યો હતો. આ ચાર્જ ઘટાડીને હવે 2500 રૂપિયા કરવામાં આવ્યો છે.
ચાર્જમાં ધરખમ ઘટાડો
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તરફથી મીડિયાને આપવામાં આવેલી માહિતી પ્રમાણે ખાનગી લેબમાં થતાં કોરોના ટેસ્ટના ચાર્જમાં ધરખમ 1500 રૂપિયા જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે. એટલે કે કોઈ વ્યક્તિ ખાનગી લેબમાં જઈને પોતાનો કોરોના ટેસ્ટ કરાવશે તો તેણે આ માટે 2500 રૂપિયા ચૂકવવા પડશે. જો લેબનો કર્મચારી કોઈ વ્યક્તિના ઘરે કે હૉસ્પિટલ જઈને સેમ્પલ મેળવશે તો આ માટે જે તે વ્યક્તિએ 3000 હજાર રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે.
નીતિન પટેલની જાહેરાત પ્રમાણે કોરોના ટેસ્ટના નવા ભાવ આજથી એટલે કે તા. 25 જૂનના રોજથી જ લાગૂ થઈ જશે. એટલે કે લેબ તરફથી આજે મેળવવામાં આવેલા સેમ્પલ માટે 2500 રૂપિયા ચાર્જ વસૂલ કરવાનો રહેશે. સાથે જ નાયબ મુખ્યમંત્રીઓએ એમ પણ જણાવ્યું હતું કે જો કોઈ લેબ નિયમથીવધારે ચાર્જ વસૂલ કરશે તો જે તે લેબની તાત્કાલિક માન્યતા રદ કરી દેવામાં આવશે. એટલે કે મનમાની થયાનું સાબિત થતાની સાથે જ લેબની માન્યતા રદ કરવામાં આવશે.
રાજ્યમાં દરરોજ 500 ખાનગી કોરોના ટેસ્ટ
નીતિન પટેલના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં દરરોજ કોરોના વાયરસના આશરે 500 જેટલા ખાનગી ટેસ્ટ કરવામાં આવે છે. બીજી તરફ સરકાર તરફથી પણ કોરોના ટેસ્ટ કરવાનું ચાલુ જ રાખવામાં આવશે. સરકાર જો કોઈ વ્યક્તિનો કોરોના રિપોર્ટ કરશે તો તેના માટે કોઈ જ ચાર્જ લેવામાં નહીં આવે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર