અમદાવાદ : કોરોનાકાળમાં રાહતના સમાચાર, GMERSના તબીબો-સ્ટાફની હડતાળનો સુખદ અંત

અમદાવાદ : કોરોનાકાળમાં રાહતના સમાચાર, GMERSના તબીબો-સ્ટાફની હડતાળનો સુખદ અંત
ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા સાથે આગેવાનોની મુલાકાત બાદ થઈ જાહેરાત

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તબીબી શિક્ષકોની માગણીનો સ્વિકાર કરતા 7માં પગાર પંચ ધોરણે NPAનો લાભ આપવાની જાહેરાત કરી

 • Share this:
  દિપીકા ખુમાણ, અમદાવાદ : રાજ્યમાં લાંબા સમયથી તબીબો દ્વારા પડતર માગણીને લઈ આંદોલનનો સુખદ અંત આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તબીબી શિક્ષકોની માગણીનો સ્વિકાર કરતા 7માં પગાર પંચ ધોરણે NPAનો લાભ આપવાની જાહેરાત કરી છે. GMERS હેઠળ ભરતી થયેલા ટ્યુટર અને મેડિકલ ઓફિસર સંવર્ગમાં નિયમિત નિમણૂક પામેલા તબીબોને પણ લાભ મળશે. આ સાથે તેમની અન્ય માગણીનો પણ સ્વિકાર કર્યો છે. જેમાં NPAનો હવે સાતમાં પગાર પંચ પ્રમાણે અપાશે. સાથે એક કમિટીનું પણ ગઠન કર્યું છે.

  તેમણે કહ્યું હતું કે એડહોક ધોરણે ફરજ બજાવતા તબીબી શિક્ષકોની સેવાઓ નિયમિત કરવાની માંગણીનો પણ સ્વીકાર કરવામા આવ્યો છે. રજા પગારને પેન્શન માટે સ્થાયી કરવા આદેશ કરવામા આપ્યો છે. મેડીકલ કોલેજના શિક્ષકો જે હંગામી ધોરણે કામ કરતા હતા તે લોકોને ચાલુ રાખવા આદેશ આપવામા આવ્યો છે. જીએમઇઆરએસમા નર્સિંગ સંપર્ક માટે પણ આગેવાનો સાથે ચર્ચા વિચારણા થઇ હતી. તેમની પણ સાતમા પગાર પંચની માંગણી સ્વીકારવામા આવી છે. એમા સીપીએફ, એલટીસી, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ માટે કમિટીની રચના કરવામા આવી છે, જે આગામી સમયમાં અન્ય નિર્ણયો લેશે.  ગુજરાતમાં આવેલી 8 GMERS કોલેજના તબીબો  હડતાળ પર ઉતર્યા હતા. ગુજરાતના અંદાજે 2700 જેટલા તબીબો 13મીના રોજ બપોરે 12 વાગ્યાથી હડતાળ પર ઉતર્યા હતા. સમગ્ર ગુજરાતની વિવિધ 8 કોલેજો સહિત ગાંધીનગર સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં જીએમઇઆરએસ સંલગ્ન ડોકટરો અને અન્ય સ્ટાફના સભ્યોએ એકઠા થઇને ગઈકાલે હડતાળ પર ઉતરવાની જાહેરાત કરી હતી. આ તબીબોમાં તેમની પડતર માંગણીઓ સંદર્ભે સરકારની ઉદાસીન અને ઉપેક્ષિત વલણ સામે આક્રોશ જોવા મળ્યો હતો.

  આ પણ વાંચો : સુરત : કાળજું ચીરી નાખતી સુસાઇડ નોટ, 'Sorry મરવું એ ઉપાય નથી પરંતુ ઈજ્જત વગર જીવવું પણ નકામું છે'  આ પણ વાંચો : સુરત : BJP અગ્રણીના ભત્રીજાને જાહેરમાં જન્મદિવસની ઉજવણી ભારે પડી, Video Viral થતા સાતની ધરપકડ

  આ મુદ્દે મુખ્યમમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે જણાવ્યું હતું કે કોરોનાની મહામારીમાં નર્સ સહિતના સ્ટાફની લડાઈમાં સુંદર ભૂમિકા છે. એટલા જ માટે આ લડાઈ આપણે લડી શકીએ છીએ. નાના-મોટા પ્રશ્નો અલગ-અલગ ડિપાર્ટમેન્ટમાં ઊભા થયા હોય ત્યારે રાજ્ય સરકાર હંમેશા હકારાત્મક રહી છે. અત્યારે મેડિકલ કોલેજના પ્રાધ્યાપક હડતાળ ઉપર છે. આથી ચાર દિવસ પહેલા જ એની સાથે વાત કરી હતી. પ્રદિપસિંહ જાડેજાને જવાબદારી સોંપી છે. આરોગ્ય સચિવ નાણાં સચિવ અને સામાન્ય વહીવટ વિભાગના સચિવ સાથે એક એક પ્રશ્નની ચર્ચા કરવામાં આવી છે.
  Published by:Jay Mishra
  First published:May 14, 2021, 11:38 am

  ટૉપ ન્યૂઝ