નર્મદે હર? દેશમાં સોથી વધુ પ્રદૂષિત નદીઓમાં ગુજરાત પાંચમા સ્થાને

News18 Gujarati
Updated: June 24, 2019, 9:09 AM IST
નર્મદે હર? દેશમાં સોથી વધુ પ્રદૂષિત નદીઓમાં ગુજરાત પાંચમા સ્થાને
પ્રતિકાત્મક તસવીર

નદીને આપણે માતા તરીકે પૂજા કરીએ છીએ પરંતુ કચરો અને ગંદા પાણી આપણે જ નદીમાં નાંખીને તેને પ્રદુષિત કરીએ છીએ.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : નદીને આપણે માતા તરીકે પૂજા કરીએ છીએ પરંતુ કચરો અને ગંદા પાણી આપણે જ નદીમાં નાંખીને તેને પ્રદુષિત કરીએ છીએ. ગુજરાતમમાં નર્મદા, સાબરમતી સહિતની 20 નદીઓ પ્રદૂષિત છે. દેશમાં નદીઓ પ્રદૂષિત કરવામાં આપણો પાંચમો નંબર આવે છે. લોકસભાના ચોમાસુ સત્રમાં પૂછવામાં આવેલા પ્રશ્નના ઉત્તરમાં પર્યાવરણ મંત્રાલય દ્વારા આ અંગે ખુલાસો કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 53 નદીઓ જ્યારે ભારતમાં કુલ 351 નદીઓ અત્યંત પ્રદૂષિત છે.

આ પણ વાંચો : PICS: સાબરમતી નદીમાં પાણી ઓસરતાં ગંદકીના વરવા દ્રશ્યો આવ્યા સામે

ગુજરાતમાં અમલાખાડી, ભાદર, ભોગાવો, વિશ્વારમિત્રી, દમણગંગા, તાપી, મેશ્વો નદીઓ પ્રદૂષિતની યાદીમાં સામેલ છે. આશ્ચર્યજનક રીતે સાબરમતી નદી પરનું પ્રદૂષણ દૂર કરવા કેન્દ્ર સરકારે છેલ્લા ચાર વર્ષમાં 201.52 કરોડ રૂપિયા ફાળવ્યાં છે. જેમાં 2014-15માં 44 કરોડ, 2015-16માં 24.12 કરોડ, 2016-17માં 71.40 કરોડ, 2017-18માં 62 કરોડનો સમાવેશ થાય છે. ગંગા નદી પછી કોઇ નદી પરથી પ્રદૂષણ દૂર કરવામાં માટે ફાળવવામાં આવેલું આ સૌથી વધુ રકમમનું ફંડ છે. ગંગા નદી પરથી પ્રદૂષણ દૂર કરવા ચાર વર્ષમાં રૂપિયા 917.24 કરોડ ફાળવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : પર્યાવરણને બચાવવા માટે થોડી 'હવા આને દે'

ગુજરાતની આ પ્રદૂષિત નદીઓમાં બાયોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડનું પ્રમાણ પણ ખૂબ જ ઊંચું હોવાનું સામે આવ્યું છે. દેશમાં સૌથી વધુ નદીઓ પ્રદૂષિત હોય તેમાં મહારાષ્ટ્ર બાદ આસામ બીજા, મધ્ય પ્રદેશ ત્રીજા અને કેરળ ચોથા નંબરે છે.
First published: June 24, 2019, 9:05 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading