‘અસ્થિર મનના ફકીર’ની આગેવાનીમાં મળ્યું હતું 60 વર્ષથી ઝળહળતું ગુજરાત

‘અસ્થિર મનના ફકીર’ની આગેવાનીમાં મળ્યું હતું 60 વર્ષથી ઝળહળતું ગુજરાત
...જ્યારે ગાંધીજીએ કહ્યું હતું કે, ઈન્દુલાલને ગુમાવી દેવા ગુજરાતને પાલવે તેમ નથી

...જ્યારે ગાંધીજીએ કહ્યું હતું કે, ઈન્દુલાલને ગુમાવી દેવા ગુજરાતને પાલવે તેમ નથી

 • Share this:
  અમદાવાદઃ આજે ગુજરાતનો 61મો સ્થાપના દિવસ (Gujarat Formation Day) છે. તત્કાલીન બૉમ્બે સ્ટેટ (પ્રૉવિન્સ)નો ભાગ રહેલા ગુજરાત (Gujarat)ને અલગ રાજ્યનો દરજ્જો અપાવવા 1956થી 1960 સુધી ચાલેલાં મહાગુજરાત આંદોલન (Mahagujarat Movement)માં અનેક લોકો શહીદ થયા હતા. આ મહાગુજરાત આંદોલનના નૈત્વૃત્વ કર્યું હતું ઈન્દુલાલ યાજ્ઞિક(Indulal Yagnik)એ. આશ્ચર્યની વાત એ છે કે આપણને અલગ રાજ્ય અપાવનારા 'ઈન્દુચાચા'ને એક સમયે જાણીતા સાહિત્યકારે ‘અસ્થિર મનના ફકીર’ કહ્યા હતા. આ ઉપરાંત ખેડા સત્યાગ્રહ દરમિયાન ઈન્દુલાલની સક્રિયતા વિશે વાત કરતાં કનૈયાલાલ મુનશીના પત્ની લીલાવતી મુનશી જેઓ સ્વાતંત્રતા ચળવળ સાથે સંકળાયેલા અને ગુજરાતી લેખિકા પણ હતા તેમણે નોધ્યું હતું કે, ઈન્દુભાઈમાં ઋષિમુનિનો સંયમ નથી, પણ યોદ્ધાનો વિગ્રહ છે.

  મુનશી ‘પ્રતિભાશાળી સિદ્ધપુરુષ’ અને યાજ્ઞિક ‘અસ્થિર મનના ફકીર’  જાણીતા સાહિત્યકાર રમણલાલ વ. દેસાઈએ એકવાર ઈન્દુલાલને કહ્યું કે, ગુજરાતના ઘડતર વિષે હું મુંબઈ યુનિવર્સિટીમાં (વસનજી માધવજી) વ્યાખ્યાનમાળા આપી છે તેમાં કનૈયાલાલ મુનશીને ‘પ્રતિભાશાળી સિદ્ધપુરુષ’ તરીકે અને તમને ‘અસ્થિર મનના ફકીર’ તરીકે વર્ણવ્યા છે. પછી તેમણે આગળ કહ્યું કે ગુજરાતમાં છેલ્લાં ચાલીસેક વરસમાં જામેલી એનક વિચારસરણી અને પ્રવૃત્તિઓના સંસ્કાર ઝીલીને તેનાં પ્રતિબિંબ ઝીલનાર વ્યક્તિ તરીકે તેમણે ઈન્દુલાલને જોયા છે.

  ઈન્દુભાઈમાં ઋષિમુનિનો સંયમ નથી, પણ યોદ્ધાનો વિગ્રહ છેઃ લીલાવતી મુનશી

  ખેડા સત્યાગ્રહમાં ઈન્દુલાલ ગામડા ખૂંદી વળ્યા હતા. ખેડા લડતનું કેન્દ્ર નડિયાદ હોવાથી સમગ્ર કાર્ય પ્રવૃત્તિમાં જોડાવા લાગ્યા. તે સમયના ઈન્દુલાલ કેવા હતા, તે દર્શાવતા લીલીવતી મુનશીએ નોંધ્યું હતું કે, ઈન્દુભાઈ એટલે ટ્રેનની ઝડપ, ઈન્દુભાઈ એટલે બાળકના તોફાન, ઈન્દુભાઈ એટલે લશ્કરી સિપાહી, ઈન્દુભાઈમાં ઋષિમુનિનો સંયમ નથી, પણ યોદ્ધાનો વિગ્રહ છે. એમના બળવાન દેહમાં બાળકનો આત્મા વસે છે. એ પણ અનંત આંગણે રમતું બાળક છે. દેશકાર્યનું અસિધારા વ્રત તેમણે લીધું છે.

  ‘યાજ્ઞિકના ઉત્તેજક ભાષણોએ સમગ્ર ગુજરાતને સંગઠિત કર્યું’

   

  કન્હૈયા કોષ્ટીએ મહાગુજરાત આંદોલન પર લખેલા પોતાના એક લેખમાં નોંધ્યું છે, ‘કેટલાક સમય સુધી મહાગુજરાત આંદોલન એક નિશ્ચિત નેતૃત્વના અભાવમાં અલગ-અલગ રીતે ચાલી રહ્યો હતો. તેને એક નિશ્ચિત દિશા આપવા માટે 9 સપ્ટેમ્બર 1956ના રોજ અમદાવાદમાં ખાડિયા સ્થિત ઔદિચ્યની વાડીમાં સવારે મોટી સંખ્યામાં ભીડ એકત્ર થઈ હતી અને ત્યાં મહાગુજરાત જનતા પરિષદની રચના કરવામાં આવી. બ્રહ્મકુમાર ભટ્ટ તેના સંયોજક રહ્યા, પરંતુ અધ્યક્ષ પદની જવાબદારી સ્ફોટક ભાષણ શૈલી માટે જાણીતા ઈન્દુલાલ યાજ્ઞિકને સોંપવામાં આવી. પરિષદની રચના બાદ આંદોલનને જોરદાર ગતિ મળી. યાજ્ઞિકના ઉત્તેજક ભાષણોએ સમગ્ર ગુજરાતને સંગઠિત કર્યું. પરિષદના નેતૃત્વમાં લગભગ ચાર વર્ષ આંદોલન ચાલતું રહ્યું. ધરણાં-પ્રદર્શન-નારેબાજી-લાઠીચાર્જ-ફાયરિંગમાં અનેકોએ પ્રાણની આહૂતિ આપી અને ઘાયલ થયા.’

  ઈન્દુલાલને ગુમાવી દેવા ગુજરાતને પાલવે તેમ નથીઃ મહાત્મા ગાંધી

  1921ના જુલાઈ મહિનામાં ગુજરાત પ્રાંતિક કૉંગ્રેસ સમિતિના મંત્રીપદેથી ઈન્દુલાલ યાજ્ઞિકે રાજીનામું આપ્યું તે મંજૂર કરવા મળેલી સભામાં ગાંધીજીએ કહ્યું હતું, ‘ભાઈ ઈન્દુલાલ જેવો ઉદ્યમી માણસ બીજો એક પણ નથી તેમાં શંકા નથી. તેમ જ તેમના જેવો પ્રામાણિક માણસ પણ ન મળી શકે એમાં પણ શંકા નથી. તેમને ગુમાવી દેવા ગુજરાતને પાલવે તેમ નથી.’

  ગુજરાતમાં નવજીવન છે?

  15 જુલાઈ 1915માં ઈન્દુલાલ યાજ્ઞિકના તંત્રી પદે નવજીવન અને સત્ય માસિકમાં તેમણે લખ્યું હતું,
  ગુજરાતમાં નવજીવન છે?
  નવજીવન એટલે વિદ્યતા કે રસિકતા નહીં,
  પણ આપણા દેશમાં સંચાર પામતા.
  નવયુગમાં ખીલતું નવજીવન.
  Published by:News18 Gujarati
  First published:May 01, 2020, 09:20 am

  ટૉપ ન્યૂઝ