સુપ્રીમની ફટ્કાર: ફી જાહેર ન કરનારી 175 સ્કૂલ્સને તાકીદ, 15 દિવસમાં રજૂ કરો પ્રપોઝલ

News18 Gujarati
Updated: July 11, 2018, 5:03 PM IST
સુપ્રીમની ફટ્કાર: ફી જાહેર ન કરનારી 175 સ્કૂલ્સને તાકીદ, 15 દિવસમાં રજૂ કરો પ્રપોઝલ
અમદાવાદ જિલ્લાની 175 જેટલી શાળાઓએ હજુ સુધી સરકારનાં આદેશનું પાલન કર્યુ નથી. જે બાદ સરકારે આ મામલે સુપ્રીમ કોર્ટનો સહારો લીધો છે.

અમદાવાદ જિલ્લાની 175 જેટલી શાળાઓએ હજુ સુધી સરકારનાં આદેશનું પાલન કર્યુ નથી. જે બાદ સરકારે આ મામલે સુપ્રીમ કોર્ટનો સહારો લીધો છે.

  • Share this:
(અમદાવાદથી દીક્ષિત ઠકરારનો રિપોર્ટ )

અમદાવાદ: ગુજરાતની સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ્સને રાજ્ય સરકારે ફી અધિનિયમ હેઠળ સમિતિ સમક્ષ મેનેજમેન્ટ પ્રવૃતિઓ અને ખર્ચની સંયુક્ત યોજના તૈયાર કરવા ક્યું હતું. જો શક્ય હોય તો ફોર્મુલા બંને ને (શાળા અને વાલીઓને) સ્વીકાર્ય હોય તેવું હોવું જોઇએ તેવું પ્રપોઝલ રજુ કરવા કહ્યું હતું.

અમદાવાદ જિલ્લાની 175 જેટલી શાળાઓએ હજુ સુધી સરકારનાં આદેશનું પાલન કર્યુ નથી. જે બાદ સરકારે આ મામલે સુપ્રીમ કોર્ટનો સહારો લીધો છે. શાળા અને માતા-પિતાનાં સંગઠન સાથે બેઠક કર્યા બાદ રાજ્યનાં શિક્ષણમંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ ગત શુક્રવારે દિલ્હીમાં મુલાકાત કરી હતી. ચુડાસમાએ જણાવ્યું હતું કે, તેઓ તે શાળાઓ પર સુપ્રિમ કોર્ટનો ધ્યાન ખેંચશે કે જેણે તેમની પ્રસ્તાવો સાથે ફી રેગ્યુલેટરી કમિટી (એફઆરસી) નો સંપર્ક કર્યો નથી.

જે બાદ સુપ્રીમ કોર્ટે તે તમામ શાળાઓને ટકોર કરી છે કે તેઓ સરકારનાં કાયદાનું પાલન કરે છે. આ લિસ્ટમાં 175 જેટલી સ્કૂલ છે જેમણે હજુ સુધી FRC સમક્ષ દરખાસ્ત કરી નથી. સુપ્રીમ કોર્ટનાં આદેશ મુજબ આ શાળાઓએ બે અઠવાડિયામાં ફી નિયમન સમિતિ સમક્ષ કોઇજ પ્રકારની ચૂક કર્યા વગર તેમની ફીનું પ્રપોઝલ આપવાનું રહેશે.

આ લિસ્ટમાં ટોપ 15 સ્કૂલનાં નામ કહેવામાં આવે તો તે તમામ જાણીતી
સ્કૂલ છે.

ત્રિપદા સ્કુલ
એશિયા ઇંગલિશ સ્કુલ
GLS સેકન્ડરી સ્કુલ
તુલીપ સ્કુલ
આનંદ નિકેતન
DPS સ્કુલ
પ્રકાશ હાયર સેકેન્ડરી સ્કુલ
શંત કબીર સ્કુલ
ઉદગમ સ્કુલ
ઝેબર ઇન્ટરનેશનલ સ્કુલ
અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કુલ
ઇલાઇટ પબ્લિક સ્કુલ
સેન્ટ ઝેવિયર્સ
સ્વસ્તિક સત્વ વિકાસ સ્કુલ
દિવ્ય જ્યોત સ્કુલ
શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કુલ
SGVP સ્કુલ
નિરમા વિદ્યાવિહાર

આવી 175 શાળાઓ સરકારના કાયદાનું પાલન કરવાને બદલે બેફામ ફી તો વસુલે છે અને ફી રેગ્યુલારિટી કમિટી સમક્ષ દરખાસ્ત કરવાને બદલે સુપ્રીમ ના બહાને બેફામ ફી વસૂલી રહી હતી ત્યારે હવે સુપ્રીમ કોર્ટ ના આદેશ બાદ આ શાળાઓ FRC સમક્ષ દરખાસ્ત કરે છે કે નહિ તે તો આગામી 15 દિવસમાં જ માલુમ થઇ જશે. અને જો દરખાસ્ત નહિ કરે તો શિક્ષણ વિભાગ કેવી કાર્યવાહી કરશે તેના પર પણ સૌની નજર રહશે. 

 
First published: July 11, 2018, 4:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading