Home /News /madhya-gujarat /Agriculture Loan: રાઘવજી પટેલની જાહેરાત, ખેડૂતોને વગર વ્ચાજે મળશે પાક ધીરાણ, જાણો શું નિર્ણય કર્યો

Agriculture Loan: રાઘવજી પટેલની જાહેરાત, ખેડૂતોને વગર વ્ચાજે મળશે પાક ધીરાણ, જાણો શું નિર્ણય કર્યો

રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલની જાહેરાત, ખેડૂતોને વગર વ્યાજે મળશે ધિરાણ

Gujarat Agriculture Loan: રાજ્યના કૃષિ મંત્રી (Agriculture Minister) રાઘવજી પટેલ (Raghavji Patel) જાહેરાત કરી. ચાર ટકા વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે.

  Gujarat Agriculture Loan: રાજ્યના ખેડૂતો (Farmers) માટે ગાંધીનગરથી (Gandhinagar) રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે (Raghavji Patel) જણાવ્યું છે કે રાજ્યના ખેડૂતોને વગર વ્યાજે પાક ધિરાણ મળશે (Agirculture Intrest Free Loans). ખેડૂતોને વ્યાજ ન ભરવું પડે તે માટે સરકાર ચાર ટકા વ્યાજની સહાય છૂટી કરી છે. રાજ્ય સરકારના નિર્ણયથી હવે પછી જગતના તાતને ઝીરો ટકા વ્યાજે લોન મળી રહેશે. આ લોનનું જે વ્યાજ છે તે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે વહેચાઈ જશે. અત્યારસુધી સરકારનો નિર્ણય ન થવાના કારણે ખેડૂતોને પાક પર ધિરાણ લેવામાં વ્યાજ ભરવું પડતું હતું.

  વ્યાજ સહાય છૂટી કરતા રાહત : ખેડૂતોને દર વર્ષે કુલ 7 ટકા ધિરાણ સહાયતા મળી હોય છે. જેમાં રાજ્ય સરકાર ચાર ટકા, અને કેન્દ્ર સરકાર 3 ટકા વ્યાજ મળે છે. જોકે, રાજ્ય સરકારે આ અંગે નિર્ણય કરતા ખેડૂતોને વગર વ્યાજે પાક ધિરાણ મળશે.

  સહકારી સંસ્થાઓમાંથી પણ મળશે ધિરાણ

  આ ધિરાણ ખેડૂતોને પાક પર મળતું હોય છે. જે રાજ્યની તમામ સહકારી સંસ્થાઓમાંથી પણ મળી શકશે. સરકારે ચાર ટકા વ્યાજ છૂટું કરવાની જાહેરાત કરતા ખેડૂતોને વ્યાજ ભરવું નહીં પડે.

  આ પણ વાંચો : Pratap Dudhat: કોંગ્રેસના MLA પ્રતાપ દૂધાતની ઓડિયો ક્લિપ Viral, PGVCLના અધિકારીને બેફામ ગાળો ભાંડી

  કૃષિ મંત્રી રાઘવજીની જાહેરાત

  કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતો માટેના રાહતના આ સમાચાર આજે ગાંધીનગરથી જણાવ્યા હતા. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે ખેડૂતોને વગર વ્યાજે ઘિરાણ મળવું જોઈએ છતાં વ્યાજ ભરવું પડતું હતું તેથી અમે સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને રજૂઆત કરી અને તેમની સૂચનાથી જ આ નિર્ણય કરવામાં આવ્યો છે. સહકાર મંત્રીની હાજરીમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.
  " isDesktop="true" id="1201831" >

  4 ટકા પાક ધિરાણ રકમ સરકારી છૂટી કરશે

  ખેડૂતોને આ પાક ધિરાણની રકમ વિના વ્યાજે મળશે. ગુજરાત સરકારના ભાગે આવતા વ્યાજની યાર ટકાની રકમ સરકાર છૂટી કરશે જેથી ખેડૂતોને હવે પાક ધિરાણ પર વ્યાજ ભરવું નહીં પડે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: ખેડૂતો, ખેતી, ગુજરાત, ગુજરાતી સમાચાર, લોન

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन