રાજ્ય અને દેશના ખેડૂતોએ સરકારની નીતિઓ સામે પોતાની માંગણીઓ મુકીને દેશભરમાં આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે પોકેટબૂક ઓફ એગ્રિકલ્ચરલ સ્ટેટિસ્ટિક્સ 2017માં ચોંકાવનારી માહિતી સામે આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતનો એક ખેડૂત મહિને સરેરાશ રૂપિયા 3523 રુપિયની ચોખ્ખી આવક મેળવે છે. દેશભરના ખેડૂતોમાં ગુજરાતનો આ મામલામાં ક્રમ નવમો આવે છે.
ગુજરાતનો ખેડૂત અલગ અલગ સ્ત્રોત માંથી દર મહિને આશરે 5773ની આવક મેળવે છે અને જેમાંથી 2250 રૂપિયાનો ખર્ચ થાય છે. આ રિપોર્ટમાં સૌથી વધારે મહિનાની ચોખ્ખી આવક પંજાબની રુપિયા 16,349 રૂપિયા છે. જે પછી હરિયાણાનાં ખેડૂતોની ચોખ્ખી આવક 10,916 રૂપિયા છે. ત્રીજા નંબરે આવે છે કર્ણાટકા જ્યાંના ખેડૂતોની ચોખ્ખી આવક 5,129 રૂપિયા છે. આસામ ચોથા નંબરે છે અને ત્યાંના ખેડૂતોની ચોખ્ખી આવક 4409 રૂપિયા છે. ત્યાર બાદ પાંચમા નંબરે આવે છે તેલંગાણા જ્યાંના ખેડૂતોની મહિનાની ચોખ્ખી આવક છે 4399 રૂપિયા છે. (આ માહિતી પોકેટબૂક ઓફ એગ્રિકલ્ચરલ સ્ટેટિસ્ટિક્સ 2017માંથી લેવામાં આવી છે.)
પોકેટબૂક ઓફ એગ્રિકલ્ચરલ સ્ટેટિસ્ટિક્સ 2016 પ્રમાણે ગુજરાતના ખેડૂતોની ચોખ્ખી આવક રૂપિયા 7926 રૂપિયા હતી. એટલે એક વર્ષમાં ગુજરાતના ખેડૂતોની માસિક આવકમાં ઘટાડો થયો છે. નોંધનીય છે કે ખેતીવિદ્યોનું માનવું છે કે નાના અને મધ્યમ ખેડૂતોને સોથી વધુ હાલાકીનો સામનો કરવો પડે છે જ્યારે મોટા ખેડૂતો સારી કમાણી કરી લે છે.