સરકારી અધિકારીઓ હેરાન કરે છે, સસ્તા અનાજ દૂકાનદારોનો હાઇકોર્ટમાં ઘા

News18 Gujarati
Updated: June 26, 2019, 7:20 PM IST
સરકારી અધિકારીઓ હેરાન કરે છે, સસ્તા અનાજ દૂકાનદારોનો હાઇકોર્ટમાં ઘા
રાજ્યના સસ્તા અનાજની દુકાન ધારકોના એ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અધીકારીઓની હેરાનગતી સામે અરજી

રાજ્યના સસ્તા અનાજની દુકાન ધારકોના એ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અધીકારીઓની હેરાનગતી સામે અરજી

  • Share this:
સંજય જોષી, અમદાવાદઃ રાજ્યના ફેર પ્રાઇસ શોપ ઓનર્સ એસોસિએશન દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. એસોસીએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ હાઇકોર્ટમાં જે અરજી કરી છે તેમાં તેમના તરફથી એવી રજુઆત કરાઈ છે કે રેશનીંગનો સામાન આપતી વખતે કનેક્ટિવિટીના અભાવે ઓનલાઇન એન્ટ્રીના થઈ હોય અને મેન્યુઅલ રજીસ્ટર માં એન્ટ્રી કરી હોય તેની ટકાવારી ઉંચી હોય તેવા કિસ્સાઓમાં સરકારી અધિકારીઓ તરફથી થતી હેરાનગતિ થતી હોય છે. અને રેશનીંગનો સામાન લેવા માટે આધારકાર્ડ ફરજીયાત બનાવાયું છે.

જોકે આ સામાન્ય સંજોગોમાં આધારકાર્ડ સિવાય પણ રેશનીંગની સામગ્રી આપી શકાય તેવો સરકારનો પરિપત્ર છે. ગ્રાહક જોડે સરકાર માન્ય ૧૩ પુરાવામાંથી કોઈપણ એક પુરાવાની ખરાઈ કર્યા બાદ સામગ્રી આપી શકાય તે મતલબનો પરિપત્ર હોવા છતાં સરકારીઅધિકારીઓની હેરાનગતિ અંગે હાઇકોર્ટમાં રજુઆત કરાઈ છે. ફેરપ્રાઇસ શોપના માલિકને આધાર કાર્ડની અવેજીમાં અપાયેલા જથ્થા બાબતે અલગથી રજીસ્ટર રાખવાનો નિયમ છે.

અહીં ક્લિક કરી વાંચોઃ મોરબીઃ કારમાં ઉઠાવી જઇને ગાયિકા ઉપર છરીની અણીએ દુષ્કર્મ

આ રજીસ્ટરમાં ગ્રાહકની વિગતો અને ખરાઇ કરેલા પુરાવાની વિગતો નોંધવી પણ જરૂરી હોય છે. અને કનેકટીવીટીના અભાવે આધારકાર્ડનું લિંક-અપ ન થઈ શકે તો જ્યારે કનેક્ટિવિટી મળે ત્યારે આ તમામ માહિતી ફેર પ્રાઈઝ શોપ ઓનર્સ તરફથી અપલોડ કરવાની હોય છે. સરકારના પરિપત્રને હાઇકોર્ટના અગાઉના આદેશ બાદ પણ રેશનિંગની દુકાનોના માલિકોને પડતી હાલાકીના મુદ્દે એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે, જેમાં એસોસિએશનના ફેર પ્રાઈસ શો૫ ઓનર્સ ને સરકારે આપેલી નોટિસોને પડકારી છે.

હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન રાજ્ય સરકારને કોર્ટમાં નિવેદન આપ્યું છે કે 90 ટકાથી વધારે કિસ્સાઓમાં આધાર લીંક ફેલ થાય એ શંકા ઉપજાવે છે. પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં ગેરરીતિઓ રોકવા માટે આધારકાર્ડનું લિંક ફરજિયાત કરાયું છે. હાઈકોર્ટે આ નોટિસો પર સરકારમાં સુનાવણી ચાલુ રાખવા માટે નિર્દેશ કર્યા છે. હાઈકોર્ટમાં કેસ હાલ પેન્ડિંગ છે ત્યાં સુધી નોટીસ પર સુનાવણી બાદ પર કોઈ આખરી નિર્ણય ના લેવો તેવો પણ નિર્દેશ કરાયો છે.
First published: June 26, 2019, 7:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading